હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

વિધાનસભાની આગામી ચૂંટણીમાં પાટીદારોના મતો ખેંચવા કોંગ્રેસ ઉપરાંત હવે કેજરીવાલની 'આપ' પાર્ટી તથા શરદ પવારની નેશનલ કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં કૂદવા સક્રિય થઈ છે...

ગુજરાતમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને તેમની ટર્મ પૂરી કરવા દેવાશે કે નહીં તેનો વિવાદ ઘણા વખતથી ચાલી રહ્યો છે. એક યા બીજા સ્વરૃપે પ્રચાર માધ્યમોમાં આનો ઉલ્લેખ અવારનવાર થયા કરે છે. વીતેલા સપ્તાહમાં ખુદ મુખ્યમંત્રી આનંદીબેને સ્પષ્ટતા કરી હતી કે વર્ષ-ર૦૧૭ માં વિધાનભસાની ચૂંટણી પોતાના શાસનકાળમાં જ લડાશે અર્થાત તે વખતે પોતે જ મુખ્યમંત્રી પદે હશે પત્રકારોએ આ સંદર્ભમાં તુરંત જ ભાજપના પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૃપાણીને આંતર્યા અને આનંદીબેનના આ વિધાન બાબત પ્રશ્નો પૂછ્યા તો રૃપાણીએ મગનું નામ મરી પાડ્યા વિના માત્ર એટલું જ કહ્યું કે, હાલમાં અમારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે. ર૦૧૭ ની વિધાનસભાની ચૂંટણી વખતે આનંદીબેન જ સીએમ પદે હશે કે નહીં તે અંગે તેમણે સ્પષ્ટતા કરવાનું સિફતપૂર્વક ટાળી દીધું. આમ આ બાબત અંગે હજી પણ અનિશ્ચિતતા ચાલુ રહી છે.

'આપ' અને પાટીદારો

પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપ તથા પાટીદારો આમને સામને છે અને કોંગ્રેસ પાટીદારો સમર્થન આપી જિલ્લા - તાલુકા પંચાયતોની ચૂંટણીમાં વિજય મેળવી પરિસ્થિતિનો બરાબર લાભ લીધો અને વિધાનસભાની આગામી ચૂંટણીમાં પણ આવો લાભ લેવાની મનિષા કોંગ્રેસના મનમાં સળવળી રહી છે, ત્યાં જ આમ આદમી પાર્ટી - "આપ" પણ પાટીદારોમાં પ્રવર્તતા ભાજપ સામેના રોષનો લાભ લેવા એકદમ મેદાનમાં કૂદી પડી છે. 'આપ' ના વડા અને દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ બાબતે દર્શાવેલી જાહેર સહાનુભૂતિને પગલે ગુજરાતમાં ઠેરઠેર અરવિંદ કેજરીવાલનો આભાર માનતાં પોસ્ટરો નજરે પડવા લાગ્યાં છે. આ પોસ્ટરોમાં કેજરીવાલ તથા હાર્દિકના ફોટા છે. તો ક્યાંક વળી સરદાર પટેલ અને કેજરીવાલના ફોટા છે.

આમ, વિધાનસભાની ર૦૧૭ ની સાલમાં યોજાનારી ચૂંટણી પૂર્વે ગુજરાતમાં સક્રિય થવા 'આપ' ઉતાવળી બની છે તો પાટીદારો દ્વારા કેજરીવાલનો આભાર માનતાં પોસ્ટરો પ્રદર્શિત થતાં ગુજરાતનાં કોંગ્રેસપક્ષના પેટમાં તેલ રેડાયું છે. કોંગ્રેસી નેતાઅઓને ચિંતા પેઠી છે કે, પંચાયતોની જેમ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોના મતો અંકે કરવાની વ્યૂહરચનામાં હવે આપ' વાળા પણ પાટીદારોના મતો મેળવવામાં ભાગીદાર થાય તો ભાજપવાળા ફાવી જાય. આટલું ઓછું હોય તેમ આ સપ્તાહમાં એનસીપી - શરદ પવારની કોંગ્રેસના મુંબઈ સ્થિત નેતા પ્રફુલભાઈ પટેલ પણ ગુજરાત આવી પાટીદારોની માંગણીને ટેકો જાહેર કરી ગયા. આમ, હવે પાટીદારોના મતો અંકે કરવા ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જબરી હોડ ચાલી રહી છે.

(લખ્યું તા. ૧૬-૬-ર૦૧૬)

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00