Pisces (મીન: દ-ચ-ઝ-થ)

ધૈર્ય તથા સમજદારીપૂર્વક આગળ વધવું યોગ્ય રહેશે. લોભ-લાલચથી દૂર રહેવું. સમય કસોટીભર્યો રહી શકે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૬

Aries (મેષ: અ-લ-ઈ)

સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. આવકના સ્ત્રોતોમાં વધારો થાય. જાહેર જીવનમાં વ્યસ્તતાને કારણે અકળામણ રહે. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૮

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આનંદ-ઉત્સાહની લાગણી અનુભવો - ચિંતા - પરેશાનીમાંથી મહદ્અંશે મુક્તિ મેળવી શકશો. વડીલવર્ગથી લાભ થાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૧

Gemini (મિથુન: ક-છ-ધ)

નવી કામગીરીમાં સહભાગી થઈ શકો. સમય પરિવર્તનશીલ બની રહે. આર્થિક વ્યવહારમાં સાવધાની રાખવી. શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૪-૮

Cancer (કર્ક: ડ-હ)

પ્રવાસ-મુસાફરી અંગે સાનુકૂળતા રહે. ખર્ચ-ખરીદીના પ્રસંગો બને. નવી મુલાકાત ફળદાયી પુરવાર થાય. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૯

Leo (સિંહ: મ-ટ)

કાર્યક્ષેત્રે શ્રમના સથવારે સફળતા પ્રાપ્ત થાય. માર્ગ આડેના અવરોધો દૂર થતાં ઊત્સાહમાં વધારો થાય. શુભ રંગઃ મેેંદી - શુભ અંકઃ ૬-૧

Virgo (કન્યા: પ-ઠ-ણ)

વાણી-વર્તનને નિયંત્રણમાં રાખવા જરૃરી બને. વિપરીત પરિસ્થિતિનો સામનો કરતા હોય, સંયમ રાખવો આવશ્યક રહે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૨

Libra (તુલા: ર-ત)

કૌટુંબિક ક્ષેત્રે વ્યસ્તતા રહે. જીવનસાથી તરફથી લાભ થઈ શકે. આરોગ્ય સુખાકારી મધ્યમ રહેવા પામે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૯-૧

Scorpio (વૃશ્ચિક: ન-ય)

વ્યવસાય ક્ષેત્રે સમય લાભદાયી પુરવાર થાય. આપના કાર્યો/પ્રવાસો વખાણવામાં આવે. નાણાભીડ દૂર થાય. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૯-૩

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

વિચારોની દ્વિધા છતા કાર્યના ઉકેલના પ્રયાસો - મહેનત સાર્થક થવાથી રાહત મળે. સ્વાસ્થ્ય નરમ રહે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૨

Capricorn (મકર: ખ-જ)

આરોગ્ય સુખાકારી સારી રહે. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય. વડીલવર્ગથી લાભ થાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૭

Aquarius (કુંભ: ગ-શ-સ)

મિલન-મુલાકાતના પ્રસંગો બને. વ્યસ્તતા હોવા છતાં માનસિક ચિંતાઓ દૂર થાય. આકસ્મિક લાભ થઈ શકે. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૫-૧

જન્મેલાનું વર્ષ ફળ

તા. ૩૦-જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપને અંતઃકરણ ઉચાટ-ઉદ્વેગમાંથી બહાર આવવાની દિશા મળે અને નવીન આશાની બારી ખૂલતી દેખાય. આર્થિક સંકડામણ અને તીવ્ર સમસ્યાનો ઉકેલ ઉતાવળથી આવશે નહીં અને તેથી ધીરજપૂર્વક પ્રયત્નો અને અન્યની સહાયથી વ્યવસાયિક ક્ષેત્રે સંજોગો સ્થગિત અને સ્થિર થતા જણાય.

બાળકની રાશિઃ મીન

આવતીકાલ નું પંચાંગ

આવતીકાલનું પંચાગ

સુર્યોદય ઃ ૭-૨૭ - સુર્યાસ્ત ઃ ૬-૩૪

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪)કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૭૬, મહા સુદ-૫,

તા. ૩૦-૦૧-ર૦૨૦, ગુરૃવાર

જૈન સંવતઃ ૨૫૪૬, શાલિશકઃ ૧૯૪૧,

યુગાબ્ધ ઃ ૫૧૨૧, પારસી રોજ ઃ ૧૭,

મુસ્લિમ રોજઃ ૪, નક્ષત્રઃ ઉ.ભાદ્રા,

યોગઃ સિધ્ધ, કરણઃ કૌલવ

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે નફો-નુક્સાનભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના મહત્ત્વના કાર્યો પાર પાડવા માટે સખત મહેનત અને પરિશ્રમ કરવા પડે. આર્થિક સ્થિતિ સરભર બની રહે. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી શકશો. આવકના નવા સ્ત્રોતો પ્રાપ્ત થતા જણાય, જો કે પારિવારિક ક્ષેત્રે માતા-પિતા, વડીલ વર્ગ, સ્વજનોના સ્વાસ્થ્ય બાબતે ખર્ચ થાય. સામાજિક તથા જાહેર જીવન ક્ષેત્રે કાર્ય પ્રગતિ થાય. તા. ર૭ થી ૩૦ મધ્યમ. તા. ૩૧ થી ર ખર્ચ-વ્યય.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે પારિવારિક કાર્યો કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના કાર્યો પ્રત્યે સજાગ બનતા જણાવ. ભાઈ-ભાંડુ સાથેના સંબંધો વધુ ગાઢ બનાવી શકશો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશે. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. નાણાકીય સ્થિતિ લથડતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. તા. ર૭ થી ૩૦ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૩૧ થી ર પારિવારિક કાર્ય થાય.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે કામનું ભારણ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે કાર્યો અને જવાબદારીઓનું પ્રમાણ સતત વધતું જોવા મળે. જમીન-મકાન-રહેઠાણને લગતી બાબતોનું સાનુકૂળ પરિણામ આવી શકે છે. સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો આવતો જણાય. રાજકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે તેજીના દર્શન થાય. તા. ર૭ થી ૩૦ કાર્યબોજ રહે. તા. ૩૧ થી ર સ્વાસ્થ્ય સુધરે.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. સપ્તાહના સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ નબળી પૂરવાર થાય. અણધાર્યા તથા આકસ્મિક ખર્ચાઓ આપને ઘેરી વડશે. તબિયત સુખાકારી સારી રહે. દાંપત્યજીવનમાં એક-એકનો સાથ-સહકાર મેળવી શકશો. ધાર્મિક કે માંગલિક કાર્યો થકી મનની શાંતિ મેળવવા પ્રયત્ન કરશો. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ આર્થિક વ્યય થાય. તા. ર૭ થી ૩૦ અનુકૂળ. તા. ૩૧ થી ર ખર્ચ-વ્યય.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપની નાણાકીય સ્થિતિમાં સુખદ ફેરફાર જોવા મળી શકે છે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં ઓચિંતા લાભ થઈ શકે છે. મહેનતનું મીઠું ફળ મળતા આપના ઉત્સાહમાં વધારો થાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હળવા થાય, જો કે ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડહોળાઈ. પરસ્પર સમજુતિનો અભાવ જોવા મળે. ધાર્મિક-આધ્યાત્મિક કાર્યો થકી માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકશો. તા. ર૭ થી ૩૦ લાભદાયી. તા. ૩૧ થી ર ઠીકઠાક.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શર થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નાણાભીડમાંથી બહાર આવવાનો માર્ગ મળે. ઉન્નતિના માર્ગો ખૂલતા જણાય. સામાજિક તથા જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવુંં સલાહભર્યું છે. સ્વાસ્થ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે કલેશભર્યું વાતાવરણ બની શકે છે. ધીરજ તથા સંયમથી કામ લેશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. મિત્રો-સ્વજનો તરફથી અપેક્ષા અનુસાર સહાય પ્રાપ્ત થાય. તા. ર૭ થી ૩૦ ઉન્નતિકારક. તા. ૩૧ થી ર વિવાદ ટાળવા

Libra (તુલા: ર-ત)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારૃં સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની મુલાકાત સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે કોઈ મહત્ત્વના કે વગદાર વ્યક્તિ સાથે થાય જે આપના માટે ભવિષ્યમાં લાભદાયી સાબિત થાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ જણાય છે. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય કરવા આપ આકર્ષાશો. જમીન-મકાન અંગેના કાર્યો ગૂંચવાતા જણાય. યાત્રા-પ્રવાસ થાય. તા. ર૭ થી ૩૦ મિલન-મુલાકાત. તા. ૩૧ થી ર મધ્યમ.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે પરિશ્રમદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે આપના ધારેલા કાર્યો પાર પાડવા માટે સખત મહેનત અને પરિશ્રમ કરવા પડી શકે તેમ જણાય છે. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે અપેક્ષાઓ થોડી ઓછી રાખશો તો ફાયદામાં રહેશો. આર્થિક સ્થિતિ મધ્યમથી નબળી બનતી જણાય. સ્વાસ્થ્ય બાબતે ખાસ કોઈ ચિંતા જણાતી નથી. માતા-પિતા, વડીલ વર્ગથી લાભ થઈ શકે છે. કોઈ વિવાદ હશે, તો તેનો નિકાલ લાવી શકશો. તા. ર૭ થી ૩૦ પરિશ્રમદાયક. તા. ૩૧ થી ર સામાન્ય.

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા મો સકારાત્મક કાર્યો કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની વિચારસરણીમાં ઉદારતા અને હકારાત્મક જોવા મળે. આપની કાર્યશૈલીમાં સકારાત્મક બદલાવ આવતો જોવા મળે. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે મહત્ત્વના પ્રશ્નો બાબતે જરૃરી પગલાં લઈ શકશો. આર્થિક પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થતાં રાહત અનુભવાય. ઘર-પરિવાર બાબતે કાર્યબોજમાં અનુભવ થાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. તા. ર૭ થી ૩૦ સકારાત્મક. તા. ૩૧ થી ૧ વ્યસ્તતા રહે.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની સ્વાસ્થ્ય સુખાકારી મધ્યમ રહેવા પામે. ઋતુગત રોગોથી સાવધાની રાખવી. ગૃહસ્થ જીવનમાં બગડેલા સંબંધો સુધરતા જણાય. મહત્ત્વના નિર્ણયો લેતી વખતે તકેદારી રાખવી. વડીલોપાર્જીત મિલકતો અંગેના વાદ-વિવાદનો સુખદ ઉકેલ લાવી શકશો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સમય નરમ-ગરમ સાબિત થાય. નોકરિયાત વર્ગને સફળતા મળે. તા. ર૭ થી ૩૦ મધ્યમ. તા. ૩૧ થી ર સાનુકૂળ.

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે નાણાભીડનો અનુભવ કરાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આકસ્મિક અથવા અણધાર્યો ખર્ચાઓના કારણે આપનું આર્થિક બજેટ ખોરવાતું જણાય. વધારાના ખર્ચ ઉપર કાબૂ રાખવા અંગત સલાહ છે. કૌટુંબિક-પારિવારિક ક્ષેત્રે ધાર્મિક કે માંગલિક કાર્યોનું આયોજન શક્ય બનતું જણાય. શારીરિક -માનસિક સ્વસ્થતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે યશ-કીર્તિ પ્રાપ્ત થતી જણાય. તા. ર૭ થી ૩૦ નાણાભીડ. તા. ૩૧ થી ર મિશ્ર.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે વ્યાવસાયિક પરિસ્થિતિ સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના માટે આપના વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સફળતા અને પ્રગતિના દ્વાર ખૂલતા જણાય. જેટલી મહેનત કરશો તેટલું ફળ પ્રાપ્ત કરી શકશો. કોઈ નવિન કાર્ય કે યોજના અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. માનસિક દૃષ્િંટએ ચિંતા-ઉદ્વેગ રહે. શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ થાય. તા. ર૭ થી ૩૦ સફળતાદાયક. તા. ૩૧ થી ર સારી.

close
Nobat Subscription