ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુક્યોઃ પેવેલીયનની લીધી મુલાકાત / યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રાજીનામું આપ્યું ! વ્હાઈટ હાઉસની બહાર અખબારોની નકલો થઈ ફરતી / વિશ્વ બેંકના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઈન્દિરા નુયીનું નામ આવ્યું મોખરે / સુપ્રીમે મુંબઈના ડાન્સ બારોને આપી શરતી મંજુરીઃ ડાન્સરો પર નોટ ઉછાળી શકાશે નહીં

ડ્રગ્સની ચુંગાલમાં યુવાપેઢી

બોમ્બ વિસ્ફોટો અને આતંકવાદી હુમલાઓ બાદ સામી છાતીએ લડી ન શકનારા ત્રાસવાદીઓએ દેશને પાંગળો કરવા માટે સાઇબર એટેક અને લવ જેહાદ બાદ નાર્કોટિક્સ ટેરરનો સહારો લીધો છે અને નશીલા પદાર્થો દ્વારા યુવાધનને નકામું બનાવવાનો તેમનો મનસૂબો સફળ પણ થઇ રહેલો જણાય છે.છેલ્લા આઠેક મહિનામાં શહેરના યુવાનોમાં પાવડર સ્વરૃપના ડ્રગનું સેવન કરવાનું પ્રમાણ અનેકગણું વધી ગયું હોવાનું સરકારી આંકડાઓ પરથી સિદ્ધ થાય છે અને યુવાનોમાં મેથાફેટામાઇન (મેથ) અને એમડીએમએ (મિથાઇલેનેડાયેક્સિમેથાફેટામાઇન) નામના સફેદ-કોફી રંગના પાવડર સ્વરૃપના ડ્રગ માનીતા બની રહ્યા છે. જોકે મેફાડ્રોન અથવા એમડી નામનું ડ્રગ હવે મોંઘાદાટ કોકેઇન અને એમડીએમએનો પર્યાય બની રહ્યું છે અને યુવાનો આ સસ્તા ડ્રગ તરફ વળી રહ્યા હોવાનું જોવા મળ્યું છે.

જોકે એટલું જ નહીં આ ડ્રગ પોલીસ માટે પણ માથાનો દુઃખાવો બની ગયું છે અને આનું વેચાણ કરનારા પેડલરોને પકડીને પણ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકતા નથી કારણ કે એના પર પ્રતિબંધ જ નથી.મેફાડ્રોન ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે અને સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવા ડ્રગનું વેચાણ પણ ત્રણગણું વધી ગયું છે પરંતુ પોલીસ આ વિશે કંઇ કરી શકતી નથી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)ના એક અધિકારીએ જણાવ્યા મુજબ મેફાડ્રોન ડ્રગ પર કાયદામાં પ્રતિબંધની જોગવાઇ કરવામાં નથી આવી, આ ડ્રગનો નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સ્ટેન્સિસ(એનડીપીએસ) એક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં ન આવ્યો હોવાથી પેડલરોની ધરપકડ કરી શકાતી નથી. અમે સરકારના સંબંધિત ખાતાને આ ડ્રગને એનડીપીએસ અંતર્ગત રજિસ્ટર કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે અને આના પર પ્રતિબંધ મૂકવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. ત્યાં સુધી યુવાનોમાં આ અંગે જાગૃતિ લાવવા શિક્ષણ સંસ્થાનોમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યા મુજબ મેફાડ્રોન આ શ્રેણીમાં આવતા ડ્રગ્સ કરતાં પ્રમાણમાં સસ્તું છે. પરંતુ તેનો નશો મોંઘા કોકેઇન અને એમડીએમએ જેવો જ છે.

આના સેવન બાદ તેવી જ અનુભૂતિ થાય છે જે કોકેઇન અને એમડીએમએથી થાય છે. એક ગ્રામ મેફોડ્રોન આસાનીથી ૫૦૦-૭૦૦ રૃપિયામાં મળી રહે છે જ્યારે એક ગ્રામ કોકેઇન અને એમડીનો ભાવ એક ગ્રામના ૫,૦૦૦ રૃપિયા જેટલો હોય છે. પછી ગુણવત્તાના આધારે ભાવ વધતો જાય છે.મેફાડ્રોન એમડી, ડ્રોન, વ્હાઇટ કોકેઇન, ચાઇના કોકેઇન, બુક, એમ-કેટ, બાથ સોલ્ટ્સ અને મ્યાઉં-મ્યાઉં જેવા નામોથી પણ ઓળખાય છે. શહેર ઉપરાંત ઉપનગરોમાં પણ આ ડ્રગ આસાનીથી મળી રહે છે. વરલી, વડાલા, કુર્લા, જોગેશ્વરી, મલાડ, કલ્યાણ, મુંબ્રા, માલવણી, ગોવંડી, શિવરી અને ડોંગરી જેવા વિસ્તારોમાં આ ડ્રગનું ધૂમ વેચાણ થાય છે.આજના યુવાધનને બરબાદ કરી રહ્યો છે નશો પછી તે દારુનો હોય કે પછી ડ્રગ્સનો હોય. તો કયા પ્રકારના નશાનો કારોબાર દેશમાં થઇ રહ્યો છે જોઇશું આ અહેવાલમાં કોણ કરે છે નશાનો કારોબાર જે કરે છે દેશના યુવાઘનને બરબાદ, એ અંગેનો વિસ્તૃત અહેવાલ

સામાન્ય રીતે આજનો યુવાધન નશો કરવાનો શોખીન હોય છે એક વાર નશાની લત લાગી જાય તો તેને કોઇપણ સંજોગોમાં નશો કરવો જ પડે છે અને જે દેશની યુવા પેઢીને સાવ શક્તિવિહીન કરી નાંખે છે દેશમાં ધણા પ્રકારના નશાની ચીજવસ્તુઓનો વેપાર થાય છે જે લોકોની અધોગતિ નોતરે છે.નશાના કારોબાર સાથે સંકળાયેલા ડ્રગ્સ માફિયાઓ બીજા કોઇ નહિ પરંતુ દેશ બહાર બેઠાબેઠા દેશમા આંતકી હુમલા કરાવનાર દેશદ્રોહી અન્ડરવર્લ્ડના માણસો છે. જે તમે પણ જાણો છે. ૧૯૯૨માં મુંબઇ બોમ્બ બ્લાસ્ટથી લઇને બિહારમાં થયેલા બોધગયા બ્લાસ્ટમાં સંડોવાયેલા ટોપ મોસ્ટ વ્યકિતઓ જ કરે છે આ નશાનો કારોબાર. નશાનો કારોબારના માસ્ટર માઇન્ડ કોણ છે તે જાણો.

દાઉદ ઇબ્રાહીમ

આ વ્યક્તિના કામથી તો દરેક લોકો પરિચિત છે. મુંબઇના પોલીસ કર્મીનો છોકરો દાઉદ આજે દેશની સૌથી મોટી ચિંતાનો વિષય બની ગયો છે. દેશમાં થનારા બોમ્બ બ્લાસ્ટથી લઇને મેચ ફીક્સિંગ સુધીના તમામ કામ પાછળ સંડોવાયેલો છે દાઉદ. ત્યારે ડ્રગ્સના કારોબારમાં પણ તેની અહમ ભુમિકા છે. ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા સાથેના સંબધો ધરાવનાર દાઉદ ઇબ્રાહીમ દેશમાં યુવાનોના શરીરમાં ઝેર પણ દોડાવે છે.

વિકી ગોસ્વામી

એક સમયે દાઉદ ઇબ્રાહીમનો સાગરીત વીકી ગોસ્વામી હાલ દુબઇની જેલમાંથી છુટયો છે. અમદાવાદના એનઆઇડી પાસેના એક મકાનમાં રહેતો વિકી પહેલા નાનાપાયે ડ્રગ્સનો કારોબાર કરતો હતો. ત્યાર બાદ તે મુંબઇ ગયો અને ત્યારે ડી ગેંગમાં જોડાયો અને સાઉથ આફ્રિકા જઇને વીકી ગોસ્વામીએ દુનિયામાં ડ્રગ્સના કારોબારનુ નેટવર્ક ચલાવ્યું અને ત્યાર બાદ તેણે દુબઇમાં મેન્ડ્રેકસની બે ફેકટરી નાખી જેમાં પોલીસે ૮૪૩ કિલો મેન્ડ્રેકસ સાથે વિકીની ધરપકડ કરી. કહેવાય છે કે દાઉદ ઇબ્રાહીમ સાથે દુશ્મનાવટ વીકીને મોંધી પડી અને તેને જેલવાસ થયો. ૧૬ વર્ષ પછી વીકી જેલની બહાર આવ્યો છે. બોલીવુડની ખ્ચાતનામ હીરોઇન મમતા કુલકર્ણી સાથે તેણે જેલમાં મેરેજ કર્યા છે.

પેબ્લો એસ્કોબાર

પેબ્લો એસ્કોબાર દુનિયામાં કોકેઇનના નામનું ડ્રગ્સ બનાવવાનો બેતાજ બાદશાહ છે. ડ્રગ્સ બનાવવાનુ, દાણચોરી કરવાનું, મની લોન્ડ્રીગ, બોમ્બ બ્લાસ્ટ અને હત્યા જેવા ગંભીર ગુનામાં તેનુ નામ છે. દુનિયામાં મોટાભાગે કોકેઇન પેબ્લો એસ્કોબાર વેચી રહ્યો છે.

લશ્કરે-એ-તોએબા

આતંકવાદની પ્રવૃતિને અંજામ આપતુ લશ્કરે-એ-તોએબા પાસે મોટાભાગના રૃપિયા ડ્રગ્સમાફિયાઓ પાસેથી આવતા હોય છે. તાલિબાનીઓ મોટે ભાગે અફિણની ખેતી કરે છે અને પછી તેમાંથી હેરોઇન બનાવે છે. દુનિયામાં સપ્લાય થતુ હેરોઇન સૌથી વધુ પાકિસ્તાન, અફધાનિસ્તાન અને અરબી દેશો બનાવે છે. તેના મોટાભાગના રૃપિયા લશ્કરે-એ-તોએબાના આતંકી પ્રવૃતિમાં ઉપયોગ થાય છે. એટલે સીધી રીતે નહી પરંતુ પરોક્ષ રીતે લશ્કરે-એ-તોએબા ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલું છે.આ તમામ લોકો ચલાવે છે ડ્રગ્સનો કાળો કારોબાર. જે આવનારી યુવા પેઢીઓને બરબાદ કરી રહી છે. આ તત્વોને જો ઝડમૂળથી ખતમ કરવામાં આવે તો નશાનો નાશ થાય તેમ છે.

ડ્રગ્સના પ્રકાર

નેચરલ ડ્રગ્સ ( ભાંગ, ચરસ, ગાંજા અફિણ, કોકોપતિ )

સેમી સીન્થેટીક ડ્રગ્સ ( હેરોઇન, કોકેઇન )

સીન્થેટીક ડ્રગ્સ ( એમફીટામાઇન, એકસટેસી, એલએસડી, એમડીએમએ) નેચરલ ડ્રગ્સમાં કેમીકલ ઉમેરવા પડે છે અને આ રીતે નવાનવા ડ્રગ્સ તૈયાર થાય છે. અલગ અલગ ડ્રગ્સ કેવી રીતે તૈયાર થાય છે તેની માહિતી નીચે મુજબ છે.

હેરોઇન

અફિણની કેમીકલ પ્રકીયા પછી હેરોઇન બને છે જેને મોનોરંજનનો નશો પણ કહેવામાં આવે દુનિયામાં સૌથી ખતરનાખ નશો હેરોઇનનો છે જે સૌથી વધુ ઉત્તેજના માટે ઉપયોગ કરવામાં આવે છે.

કોકેઇન

હેરોઇન પછી સૌથી ખતરનાક નશો હોય તે કોકેઇનનો છે જે ઇન્જેકશન કે પછી સીગારેટ મારફતે લેવામાં આવે છે આ નશોની અસર એક કલાક સુધી તેનો નશો રહે છે. જે સૌથી વધુ ખેલકુદમાં ઉપયોગમાં લેવાય છે ત્યારે ઉત્તેજના માટે આ નશો કરવામાં આવે છે.શરીરમાં ઉત્તેજના લાવવી કે પછી મનને ભ્રમિત કરવા માટે કે પછી ડેટ રેપ માટે આ નશાનો ઉપયોગ થાય છે જે નશા પુરતુ સીમિત નથી જે નોતરે છે યુવાધનોની બરબાદી નેચરલ ડ્રગની ખેતી થાય છે જેમાં અફિણ અને કોકોપતિને કેમીકલ પ્રોસેસમાંથી હેરોઇન અને કોકેઇન બનાવાય છે ત્યારે બીજા સીથેન્ટીક ડ્રગ્સ ફેકટરીમાં બને છે જે માત્ર કેમીકલોના ઉપયોગથી બનતા હોય છે.સિન્થેટિક ડ્રગ આજના યુવાનોમાં પોપ્યુલર છે.

એ તો લોકો જાણે છે કે વિશ્વભરમાં નશાનો કારોબાર ધુમ ચાલે છે અને આ નેટવર્ક ચલાવનાર કોણ છે અને કયા માફીયાઓ છે જે યુવાધનોને બરબાદ કરી રહ્યા છે.દેશના યુવાનોના શરીરમાં લોહીની જગ્યાએ ઝેર દોડતું કરનાર આ ડ્રગ્સ માફીયાઓ આજે પણ બેખૌફ ફરી રહ્યા છે અને દેશની આંતરિક શક્તિને ખોખલી કરી રહ્યા છે આ માફીયાઓનો ઉદ્દેશ રુપિયા કમાવાનો અને યુવાનોના શરીરમાં તેમણે વેચેલા ઝેરને ફેલાવાનો છે દેશ બહાર બેઠાબેઠા કરે છે. આ નશીલા દ્રવ્યો દેશ બહારથી આવે છે ત્યારે ધણાખરા નશીલા દ્રવ્યોની દેશમાં જ  ખેતી થાય છે. અફિણ અફધાનિસ્તાનથી આવે છે અને લોકો દેશમાં પણ કરે છે અફિણની ખેતી.

હેરોઇન

દુનિયામાં અફધાનિસ્તાન, પાકિસ્તાન અને અરબ દેશોમાં આ સૌથી વધુ હેરોઇન વેચાય છે ભારતમાં આ હેરાઇન પંજાબ અને રાજ્સ્થાન સરહદ ઉપરથી આવે છે અને ત્યારબાદ તેમના ડીલરો મારફતે નિયત કરેલી જગ્યાએ જાય છે જોકે હેરોઇન અફિણમાંથી બનતુ હોવાના કારણે ભારતમાં પણ ત્રણ રાજ્યોમાં તેની ખેતી થાય છે જોકે તેની નોંધ સરકાર કરે છે.

કોકેઇન

દુનિયામાં કોકેઇન દક્ષિણ અમેરીકા અને નાઇઝિરીયાથી આવે છે દરિયાઇ બોર્ડર વટાવીને કે પછી સીમા સરહદને વટાવીને કોકેઇન અલગઅલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને લાવવામાં આવે છે જે મુંબઇ, ગોવા દિલ્હી જેવા મોટા શહેરોમાં તેનુ ધુમ વેચાણ છે

ચરસ

ચરસ માટે બીજા દેશમાં જવાની જરૃર નથી તે કાશ્મીરમાં સૌથી વધુ થાય છે કુરીયર કે પછી કારમાં સ્પેશ્યલ જગ્યા બનાવીને તેની દાણચોરી થાય છે દેશના તમામ નાની મોટી જગ્યાએ ચરસ આસાનીથી મળી જાય છે

ગાંજો

ગાંજો મોટા ભાગે ઓરીસ્સા, આધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં ગેરકાયદેસર રીતે પેદા કરે છે દેશમાં તેની દાણચોરી ટ્રેન મારફતે થાય છે જો કે સૌથી સસ્તો નશો હોવાના કારણે તેને ટ્રેન મારફતે દેશના ખુણે ખુણે પહોચાડવામાં આવે છે.એમફીટામાઇન ,એલએસડી ,એમડીએમએ

આ ત્રણ પ્રકારની સીથેટીક ડ્રગ નાની નાની ફેકટરીઓમાં બનાવવામાં આવે છે જેના કેમીકલ એટલા મોધા હોય છે કે તેની વેચાણ કિંમત વધી જાય છે આ પ્રકારના ડ્રગ દવાની કેપ્સુલ જેવા હોય છે જે મોટા ભાગે પાર્ટીઓમાં ઉપયોગ થાય છે.આ ડ્રગ્સની લતે ચઢેલા લોકો પોતાનુ જીવન બરબાદ કરે છે સાથોસાથ ગુનાખોરીને પણ અંજામ આપે છે નશીલા દ્રવ્યોની કિંમત જ એટલી વધારે હોય છે કે જેને ખરીદવા માટે લોકો ગમેતે હદ સુધી જતા હોય છે ચોરી લુંટ અને હત્યા પણ કરતા પણ અચકાતા નથી. યુવાનીનું મોત એટલે નશો. નાની ઉમરે ડ્રગ્સના નશાએ ચઢેલા વ્યકિતઓ મોતને ભેટતા હોય છે અને શરીરમાં રોગનું ધર કરતા હોય છે.હાઇપ્રોફાઇલ વ્યકિતઓ થી લઇને નીચલા વર્ગના તમામ લોકો ડ્રગ્સનો નશો કરે છે જે શરીર માટે હાનિકારક છે. અલગ અલગ ડ્રગ્સના નશાના કારણે થોડાક સમયની ખુશી તો મળે છે. સાથોસાથ લાંબાગાળે તે નુકસાનકારક છે   

હેરોઇન એને કોકેઇન

હેરોઇન અને કોકેઇન લેવાથી મૃત્યુ થાય છે કેન્સર થાય છે શરીરની એકટીવીટ ધીમી થઇ જાય છે માલન્યુટ્રીશયન હાર્ટટ્રેડ ડાઉન થાય છે અંતે નશો છુટતો નથી અને થાય છે મોત.

ગાંજો અને ચરસ

ગાંજો ચરસ લેવાથી નશાખોરો સાઇકીક પેશન્ટ થાય છે. તેમને મનોરોગ થાય છે અને તેમનો સ્વભાવ ચિડીયો થઇ જાય છે અને પરેશાની વધી જાય છે. આ નશીલા દ્રવ્યો જે લોકોને બરબાદ કરે છે

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00