close

ભારતે આજે જમીન થી હવામાં વાર કરતી નવી મિસાઈલ બરાક ૮ નું સફળ પરીક્ષણ કર્યું / પવિત્ર રમઝાન માસ દરમ્યાન કોમી રમખાણો ફેલાવાની ફિરાકમાં હતું આઈએસઆઈ / પૃથ્વીની જેમ જ જીવન શક્ય હોય તેવા ત્રણ ગ્રહો શોધાયા / અફઘાનિસ્તાનઃ પોલીસ કાફલા પર હુમલોઃ ૪૦ માર્યા ગયા હોવાના મળતા અહેવાલો / રાજકોટમાં સ્ટોન કિલરનો આતંકઃ કર્યાે ચોથો સિકારઃ શાપરમાં કરી પ્રૌઢની હત્યા /

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ આઈ.એસ.આઈ. એસ. દ્વારા ગુમરાહ કરાયેલા યુવાનોના માધ્યમથી રમઝાન જેવા પાક મહિનામાં કોમી હિંસા ફેલાવવાનું નવું મોડ્યુલ સામે આવતા આતંકી સંગઠનના ખતરનાક ઈરાદાઓ જોતા સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ પણ ચોંકી ઊઠી હતી. એનઆઈએ દ્વારા હૈદ્રાબાદમાંથી જે ૧૧ સંદિગ્ધ આરોપીઓની ધરપકડ કર્યા પછી તેની પૂછપરછ દરમિયાન આ ષડ્યંત્રનો પર્દાફાશ થયો છે. બોમ્બના બદલે મંદિરો તથા જાહેર સ્થળોએ બીફ મૂકીને દેશમાં કોમી વૈમનસ્ય ફેલાવીને તેની આડમાં પોતાના બદઈરાદાઓને અંજામ આપવાના નવા મોડ્યુલને લક્ષ્યમાં લઈને ગુપ્તચર ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ છેલ્લા ૧૦ વર્ષથી ભ્રષ્ટાચારના મામલાઓમાં તેમની જબરદસ્તીથી સંડોવણી કરાવવાનો આરોપ લગાવ્યો છે. વાડ્રાએ એક ફેસબુર પોસ્ટમાં લખ્યું છે કે તેઓ આ બધાથી ગભરાવવાના નથી અને તેમની વિરૃધ્ધ કશું સાબિત થઈ શકશે નહી. એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી)એ વાડ્રાને નોટીસ મોકલાવી છે. વાડ્રા જમીન ડીલ કૌભાંડ મામલે તપાસનો સામનો કરી રહ્યા છે. પોતાની છબિ સારી દર્શાવતા વાડ્રાએ લખ્યું છે કે તેમનો હંમેશાં રાજનૈતિક લાભ માટે ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ર૪ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-ડીપ્રેશન ઓમાન બાજુ ફંટાઈને ચક્રવાતમાં પરિવર્તિત થઈ ગયું છે, જેના કારણે આવનારા ર૪ કલાકમાં સોરાષ્ટ્રના દરિયા કિનારા સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. લો-પ્રેશર પછી ચોમાસુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવનારા ર૪ કલાક સુધી વરસાદી માહોલ જોવા મળશે, તેમજ શહેરમાં ભેજનું પ્રમાણ વધવાની ... વધુ વાંચો »

Jun 30, 2016
વોશિગ્ટન    તા. ૩૦ઃ અમેરિકાના નેતૃત્વમાં ગઠબંધન દ્વારા યુદ્ધગ્રસ્ત ઇરાકમાં આઇએસના અડ્ડા પર ભીષણ હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. જેથી ત્રાસવાદીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ગઠબંધનના હવાઇ હુમલામાં ઓછામાં ઓછા ૨૫૦ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. જ્યારે  સેંકડો ત્રાસવાદી ઘાયલ થયા છે. આ હુમલામાં ૪૦થી વધારે વાહનોને ફુંકી મારવામાં આવ્યા હતા. જો આંકડા પર વિશ્વાસ કરવામાં આવે તો હાલના સમયના સૌથી મોટા હુમલા તરીકે આને ગણવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટા ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ રાજ્યસભા માટે હાલમાં જ ચૂંટાઇ આવેલા સભ્યો પૈકી મોટા ભાગના સભ્યો કરોડપતિ છે. સંપત્તિના મામલામાં પ્રફુલ પટેલ, કપિલ સિબ્બલ અને સતીશ ચન્દ્ર મિશ્રા ચાર્ટ પર ટોપ પર છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના કહેવા મુજબ એનસીપીના નેતા પ્રફુલ પટેલની સંપત્તિ સૌથી વધારે ૨૫૨ કરોડ રૃપિયાની છે. જ્યારે કપિલ સિબ્બલની સંપત્તિ ૨૧૨ કરોડ રૃપિયા છે. બસપના સતીશ ચન્દ્ર મિશ્રાની સંપત્તિ ૧૯૩ કરોડ રૃપિયા આંકવામાં આવી છે. નવા ... વધુ વાંચો »

Jun 30, 2016
મુઝફ્ફરપુર તા. ૩૦ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૃદ્ધ બિહારના મુઝફ્ફરપુરમાં ત્રિરંગાના અપમાનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરના ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટેટને ત્યાં દાખલ કરવામાં આવેલા કેસમાં આગામી સુનવણી ૧૬ જુલાઈએ હાથ ધરવામાં આવશે. પોબારિયા ગામના નિવાસી પ્રકાશકુમાર તરફથી દાખલ કરવામાં ઓલા કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું છે. પ્રકાશનો આરોપ છે કે ર૧ જૂનના ઈન્ટરનેશનલ યોગ ડે પર તેમણે તિરંગાના રંગના કપડાથી પોતાના મોં અને ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ હાલારમાં આરંભાયેલી મેઘાની મહેર અવિરત રહેતા આજે સવારે પુરા થતાં ર૪ કલાક દરમિયાન છ તાલુકાઓમાં બે મી.મી.થી ૩૮ મી.મી. વરસાદ થયો છે. જ્યારે જામનગરના દરેડ, સિક્કા અને લાખાબાવળમાં ધોધમાર સાડાત્રણ ઈંચ તોફાની વરસાદ વરસતા રણજીતસાગરથી લાખોટા સુધીની કેનાલમાં ઘોડાપુર આવતા રણમલ તળાવમાં નવા નીરની પધરામણી થવા પામી હતી. જ્યારે દરેડના ખોડિયાર માતાજીના મંદિરમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય સ્થાપીત કરી માતાજીના ચરણો પખાળિયા હતાં. જ્યારે જામનગર જિલ્લાના આઠ પી.એચ.સી. વિસ્તારોમાં વિસ્તારોમાં અર્ધાથી બે ઈંચ જેટલો ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ રાજધાનીમાં એક વખત ફરીથી કેન્દ્રિય મંત્રીમંડળનો વિસ્તાર વધવા અંગેની અટકળો શરૃ થઈ ગઈ છે. મંત્રાલયોની કામગીરીની સમીક્ષા કર્યા પછી વડાપ્રધાન કેટલાક નબળી કામગીરી કરનાર મંત્રીઓને પડતા મૂકે તેવો સંભવ છે, તો ઉત્તરપ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ત્યાં ઉપયોગી હોય, તેવા સંગઠનના જાણકાર કેટલાક મંત્રીઓને પણ મંત્રમંડળની જવાબદારીમાંથી છૂટા કરીને પૂર્ણ સમય માટે પક્ષની કોઈ મહત્ત્વની જવાબદારી સુપ્રત થઈ શકે છે. આથી આ વખતે મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવા સંભવ છે. કેટલાક મંત્રીઓના ખાતા બદલાય ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ ભારતના એનએસજીના મુદ્દે હવે અમેરિકા અને ચીન વચ્ચે ખેંચતાણ થવાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકાના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે એનએસજીમાં ભારતને પ્રવેશ અપાવવા અમેરિકા પ્રતિબદ્ધ છે. અમેરિકાના વિદેશ રાજ્ય મંત્રી કક્ષાના અધિકારી ટોમ શૈનને ભારતનો એનએસજીમાં પ્રવેશ અટકાતા દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે ભારતને એનએસજીમાં પ્રવેશ અપાવવા અમેરિકા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ભારત એશિયા પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતાનું વાહક છે, અને આ ક્ષેત્રમાં ચીન પાગલપન કરી રહ્યું ... વધુ વાંચો »

Jun 30, 2016
ભૂવનેશ્વર તા. ૩૦ઃ ભારતે સવારે જમીનથી હવામાં માર  કરવાવાળી નવી બેલેસ્ટિક મિસાઈલ બરાક-૮ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલને ડીઆરડીઓએ ઈઝરાયેલની મદદથી તૈયાર કરી છે. સુરક્ષાના કારણોસર ઓરિસ્સાના ચંદીપુર રેન્જની આસપાસના ૩૬૦૦ લોકોને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીઆરડીઓના અધિકારીઓએ ટેસ્ટની તૈયારીઓ બુધવારે જ પૂર્ણ કરી લીધી હતી, જો કે ખરાબ વાતાવરણને કારણે મિસાઈલ પરીક્ષણ બુધવારે થઈ શક્યું ન હોતું. મિસાઈલ અંગે અધિકારીઓએ વધુ જાણકારી ન આપી, પરંતુ એટલું જણાવ્યું ... વધુ વાંચો »

Jun 30, 2016
પેરિસ તા. ૩૦ઃ યુરો કપ ફુટબોલમાં ક્વાર્ટર ફાઇલ મેચની શરૃઆત થઇ ગયા બાદ હવે શુક્રવારે વધુ એક રોમાંચક મેચ રમાનાર છે. જેમાં વેલ્સની બેલ્જિયમ સામે જોરદાર ટક્કર થનાર છે. બન્ને ટીમો મોટા ઉલટફેર કરીને ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી છે. જેથી આ મેચમાં હવે કોની જીત થાય છે તેના પર નજર રહેશે. એકબાજુ વેલ્સના ચાહકોની નજર સ્ટાર ખેલાડી ગેરાથ બેલ્સ પર રહેશે. તે હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના સાથી ખેલાડી પણ તેને ... વધુ વાંચો »

Jun 30, 2016
મુંબઈ તા. ૩૦ઃ મુંબઈમાં મેડિકલ સ્ટોરમાં લાગેલી આગમાં આઠ વ્યક્તિ જીવતા ભૂંજાઈ ગયા છે, અને મેડિકલ સ્ટોર બળીને ખાખ થઈ ગયો છે. આગ કાબૂમાં આવી ગઈ છે. આજે સવારે મુંબઈના પરા વિસ્તારના અંધેરીના જૂહુ ગલ્લી વિસ્તારના એક મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગમાં સ્ટોર બળીને ખાખ થઈ ગયો છે. આ આગમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલો છે. મેડિકલ સ્ટોરમાં લાગેલી આગે સમગ્ર બિલ્ડિંગને ચપેટમાં લીધી હતી. ફાયરબ્રિગેડની ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બેઠક બોલાવી છે. બેઠકના એજન્ડામાં મંત્રીઓના કામકાજની સમીક્ષા અગ્રસ્થાને છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં તમામ મંત્રીઓ પોતાના મંત્રાલયોના કામકાજનું પ્રેઝન્ટેશન કરશે. આ બેઠક સાંજે ૬ વાગ્યે શરૃ થશે. વડાપ્રધાન એ નક્કી કરશે કે ક્યા મંત્રીએ સરકારની યોજનાઓને કેટલા અંશે સફળત બનાવી. આમ તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની બેઠક દર મહિને મળે છે, પરંતુ જ્યારે કેબિનેટ વિસ્તરણની અટકળો ચાલી રહી છે, ત્યારે મંત્રીઓના પ્રદર્શનની ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ સિયાચિનમાં પાકિસ્તાન-ચીન ઉપરાંત ખૂબ જ ખરાબ વાતાવરણ સામે લડનારા ભારતીય સેનાના સ્નો સૂટ હલકી ગુણવત્તાવાળા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. શ્રીલંકાની રેનવિયર પ્રાઈવેટ લિ. કંપનીને વર્ષ ર૦૧ર માં ભારતીય સેનાના ત્રણ લેયરવાળા સ્નો સૂટ સપ્લાય કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ આ સ્નો સૂટ નબળી ગુણવત્તાવાળા હોવાનો ખુલાસો તે જ કંપનીના પૂર્વ કર્મચારીએ કર્યો છે. ભારતીય સેનાને આપવામાં આવેલા સ્નો સૂટ વિંડપ્રૂફ અને વોટરપ્રૂફ નથી તેમજ સિયાચિનમાં કે ... વધુ વાંચો »

Jun 30, 2016
લખનૌ તા. ૩૦ઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ બન્ને સારી રીતે જાણે છે કે આગામી વર્ષે થનાર ઉત્તરપ્રદેશની ચૂંટણી પક્ષ માટે કેટલી મહત્ત્વની છે. તેથી તેઓ આ ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે કોઈપણ કસર નથી છોડી રહ્યા. આ જ કારણ છે કે યુપીમાં મુખ્યમંત્રીના ચહેરા માટે ઘણા નામો સામે આવ્યા, પરંતુ કોઈના પર પણ ફાઈનલ નથી થયું, પરંતુ પાર્ટીમાં યોગી આદિત્યનાથ અને વરૃણ ગાંધી જેવા લોકોની દાવેદારી અને ગૃહપ્રધાન રાજનાથસિંહની આ પદ ... વધુ વાંચો »

Jun 30, 2016
જામરાવલ તા. ૩૦ઃ ભૂગર્ભ ગટરની નપાવટ કામગીરીના કારણે રાવલમાં એક બોલેરો ખાડામાં ફસાઈ પડી હતી. રાવલમાં ભૂગર્ભ ગવટરના તકલાદી કામ અંગે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, અને વગદાર ઈજારેદારની પહોંચ ઉપર સુધી હોવાથી કોન્ટ્રાક્ટર કોઈને ગાંઠતા નથી, તેમ જાણવા મળે છે. રાવલમાં ભૂગર્ભ ગટરનું કામ જે ઈજારેદારને સોંપાયું હતું તેમણે તદ્દન તકલાદી કામગીરી કરી છે. જ્યાં જ્યાં ખોદકામ થયું છે, ત્યાં ત્યાં જમીન સમતલ કરવામાં ઘોર બેદરકારી રાખવામાં આવી છે અને ખાડાઓમાં ફીલીંગ ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગર તાલુકાના વિજરખીમાં ગઈકાલે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા એક મકાનમાં બનાવવામાં આવેલા ભોયરામાંથી અંગ્રેજી શરાબની ૫૪૮ બોટલ અને બીયરના ૧૫૪ ટીન મળી આવ્યા છે. જ્યારે આરોપી નાસી ગયો છે. પોલીસે રૃા.પોણા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની શોધ શરૃ કરી છે. જામનગર તાલુકાના વિજરખી ગામમાં એક શખ્સે અંગ્રેજી શરાબનો જથ્થો સંતાડીને રાખ્યો હોવાની બાતમી પંચકોશી-એ ડિવિઝનના પીએસઆઈ વી.એન. કામળીયાને મળતા ગઈકાલે તેઓએ સ્ટાફને સાથે રાખી વિજરખી ગામે દરોડો ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ લાલપુરના કાના છીકારી ગામમાં રહેતા એક મેર યુવાને તથા શેઠવડાળાના પટેલ વૃધ્ધાએ પોતાની બીમારીથી કંટાળી આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યાે છે. જ્યારે ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા એક કોળી યુવાને અગમ્ય કારણસર અગ્નિસ્નાન કરી જિંદગીનો અંત આણ્યો છે. આત્મહત્યાના ત્રણેય બનાવોની પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. લાલપુર તાલુકાના કાના છીકારી ગામમાં આવેલી અજીતસિંહ તખુભા ચુડાસમાની વાડીમાં રહેતા ખાપર ગામના હમીરભાઈ આવળાભાઈ ઓડેદરા નામના બત્રીસ વર્ષના મેર યુવાને ચારેક મહિના પહેલાં પોતાના ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર દાતા ગામની ગોળાઈ પાસે ગઈકાલે બપોરે એક મોટરે ખંભાળિયાના બાવાજી યુવાનના બાઈકને ઠોકરે ચડાવતા ગંભીર ઈજા પામેલા બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે. જામનગરથી ખંભાળિયા તરફ જવાના ધોરીમાર્ગ પર આવેલા દાતા ગામની ગોળાઈ પાસેથી ગઈકાલે બપોરે બારેક વાગ્યે ખંભાળિયાના કુંભારપાડામાં રહેતા અશ્વિનગીરી મગનગીરી ગોસ્વામી (ઉ.વ.૩૮) પોતાનું જીજે-૧૦-એબી ૫૩૭૪ નંબરનું મોટરસાયકલ લઈને પડાણા તરફ આવતા હતા ત્યારે સામેથી પૂરઝડપે ધસી ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ ભાણવડ તાલુકામાં રહેતા એક પરપ્રાંતીય શ્રમિક પરિવારના પાંચ વર્ષના બાળકનું રમતા-રમતા કૂવામાં પડી જવાના કારણે કરૃણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશ રાજ્યના જાંબવા જિલ્લાના મૂળ રહેવાસી અને હાલ ભાણવડ નજીકના જરારા સીમ વિસ્તારમાં રહેતા અને સવજીભાઈ ત્રિકમભાઈની વાડીમાં મજૂરી કામ કરતા મડીયા મોહનસીંગ શિંગાળા નામના ૨૬ વર્ષના આદીવાસી યુવાનનો પાંચ વર્ષનો પુત્ર પરેશ ઉર્ફે કાળો ગઈકાલે બુધવારે અન્ય બાળકો સાથે આ વિસ્તારની વેરાડી નદીની રેતીમાં રમતો હતો. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરના નાનકપુરી વિસ્તારમાં એક યુવાને રોંગ સાઈડમાં વાહન ચલાવવાની બાબતે ઠપકો આપતા તેને ચાર શખ્સોએ લમધાર્યાની જ્યારે નાગેશ્વરમાં એક કોળી યુવાનને ચાર શખ્સોએ છરી-લાકડી ઝીંકયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમજ કાલાવડમાં એક ખેડૂતને શેઢા પાડોશીએ ધોકો મારી તેના દાંત પાડી નાખ્યાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરના નાનકપુરી વિસ્તારમાં આવેલી રામનાથ કોલોની પાસે રહેતા કારખાનેદાર જતીનભાઈ રાજેશભાઈ માલવી મંગળવારની રાત્રે પોતાની નાની પુત્રીને મોટરસાયકલમાં સાથે લઈ જતાં હતા ત્યારે સામેથી ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરના બેડેશ્વરમાં રહેતી મિયાણા યુવતીનું અકસ્માતે દાઝી જવાથી મૃત્યુ નિપજ્યું છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા હબીબભાઈ જુસબભાઈ માણેકની પુત્રી રહીમાબેન (ઉ.વ.૨૧) મંગળવારે રાત્રે પોતાના ઘરે રસોઈ બનાવતી વેળાએ અકસ્માતે દાઝી જતાં તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ યુવતીનું સારવાર દરમ્યાન ગઈકાલે મૃત્યુ નિપજતા એએસઆઈ જે.ડી. ચાવડાએ હબીબભાઈનું નિવેદન નોંધી મૃતદેહનો કબજો સંભાળ્યો છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ લાલપુરમાં આવેલી એક વાણંદ કામની દુકાનમાંથી પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક બાવાજી શખ્સને પકડી પાડી કપાત લેનાર શખ્સનું નામ ઓકાવ્યું છે. લાલપુરના એસ.ટી. ડેપો પાસે આવેલી વાણંદ કામની એક દુકાનમાં ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે લાલપુરના પીએસઆઈ આર.એચ. ઝાલા તથા સ્ટાફના દિગુભા, કમલ ગઢવી, પ્રતાપભાઈ ખાચર સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. ત્યાં આવેલી શિવ હેર આર્ટ નામની દુકાનમાં મૂકવામાં આવેલા ટીવી પરથી ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ લાલપુરના મુરીલા ગામમાં આવેલા એક ખેતરમાં ગાડામાર્ગ ન હોવા છતાં ગઈકાલે વીસેક જેટલા સ્ત્રી-પુરૃષોએ ત્યાં હલ્લો મચાવી વાડીની ફેન્સીંગને નુકસાન કરી રસ્તો બનાવી લેતા આ ખેતરના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લાલપુર તાલુકાના મુરીલા ગામની સીમમાં ખેતર ધરાવતા જામનગરના કૃષ્ણનગરમાં રહેતા જેઠાભાઈ હમીરભાઈ પોસ્તરીયાની જમીનમાંથી રેવન્યુ રેકર્ડ મુજબ કોઈ રસ્તો ન નીકળતો હોવા છતાં મુરીલા ગામના ધરણાંત નારણભાઈ ડાંગર, ભીખાભાઈ એન. બામરોટીયા નામના શખ્સો ત્યાં રસ્તો હોવાનું કહી જબરદસ્તી કરતા ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ ભાણવડના આંબલીયા ગામે રહેતાં સગર વિનોદભાઈ કારેણાના પત્ની ચેતનાબેન (ઉ.વ.રર) મંગળવારે સાંજના સમય સ્ટવ પર ચા બનાવતા હતા ત્યારે અચાનક સ્ટવની ટાંકી ફાટતાં તેણી ગંભીર રીતે દાઝી ગયા હતા. આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ ખંભાળીયા તાલુકાના ભરાણા ગામે રહેતો અકબર હનીફભાઈ જુરન નામનો વાઘેર યુવાન એક કંપનીમાં કામ કરવા જતા હોય, તેના પગારના પૈસા બાકી હોવાથી આ યુવાનના પિતા હનીફભાઈ ઈશાભાઈ વાઘેર (ઉ.વ. ૪૯)એ ઉઘરાણી કરતાં તેનાથી ઉશ્કેરાઈને ભરાણા ગામના રહેવાસી અસગર મામદ સંઘાર, તેનો ભાઈ જાવીદ તથા સલીમ નામના ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે ઘાતકી હુમલો કરી પિતા-પુત્રને ઢીકા-પાટુનો માર માર્યાની ફરિયાદ વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા અલારખા ઈસ્માઈલ સરવાદ, ભોજા ગગુ મસુરા, કરણા પીઠા બેલા અને ઈકબાલ સીદીક બારૈયાને પોલીસે રૃા.ર૦,ર૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે નારણ અરજણ સગર અને ગંગાભાઈ સવાભાઈ સગર નામના બે શખ્સો ફરાર થઈ જતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગર શહેરમાંથી બે બાઈકની ઉઠાંતરી થયાની જ્યારે આરંભડામાંથી એક બાઈક ઉપાડી જવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે જેમાં એક શખ્સનું નામ શકદાર તરીકે આપવામાં આવ્યું છે. જામનગરના ગોકુલનગરમાં જકાતનાકા પાસે રહેતા દિલીપભાઈ માધવજીભાઈ પરમારનું જીજે-૧૦-એન ૧૯૭૮ નંબરનું એમ-૮૦ સ્કૂટર ગઈ તા.૧૮ની સવારે તેના ઘર પાસેથી ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના શરૃ સેકશન રોડ પર રહેતા હિતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાનું જીજે-૧૦-બીઈ ૪૮૮૩ નંબરનું હીરો મોટરસાયકલ ગઈ ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ ખંભાળીયાના સખપર વાડી વિસ્તારમાં રહેતા સામુબેન રણમલભાઈ નકુમ નામના ૭૦ વર્ષના વૃદ્ધા અહીંના માર્કેટીંગ યાર્ડ પાસેથી ચાલીને જતા હતાં, ત્યારે પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-૧૦ બી.ડી. ૪૧ર૮ નંબરના મોટર સાયકલ ચાલકે સામુબેનને હડફેટે લેતાં તેણીને ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ દ્વારકામાં ઈસ્કોન ગેઈટ પાસે આવેલા એક કૂવામાંથી ગઈકાલે વાછરડીનો મૃતદેહ મળી આવતા ગૌસેવકોમાં આઘાત સાથે રોષ પ્રસર્યાે છે. પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે. દ્વારકામાં નાગેશ્વર તરફ જતા માર્ગ પર ઈસ્કોન ગેઈટ નજીક એક અવાવરૃ વાડામાંથી ગઈકાલે બુધવારે એક નાની વાછરડીનો મૃતદેહ પડ્યો હોવાનું આ વિસ્તારના રાહદારીઓ, રહેવાસીઓના ધ્યાને આવ્યું હતું. આ સ્થળે નિરીક્ષણ કરતાં અવાવરૃ વિસ્તારમાંથી સાંપડેલા વાછરડીના મૃતદેહના કાન કપાયેલા હોવાનું બહાર આવ્યું હતું. ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરના પંચવટી વિસ્તારમાં ગઈરાત્રે સ્કૂટર પર જતી એક યુવતીને બે બાઈકચાલકોએ આંતરી તેણીનો હાથ પકડી છેડતી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગરની પટેલ કોલોની શેરી નં.૮માં રહેતા સઈદાબેન અલાજેન મહંમદભાઈ સફીયા (ઉ.વ.ર૪) ગઈકાલે રાત્રે પોતાનું જીજે-૧૦-સીએચ ૫૨૨૮ નંબરનું સ્કૂટર લઈને પોતાના ભાઈને ધરારનગર-૧માં મૂકવા માટે ગયા હતા જ્યાંથી તેઓ પરત ફરતા હતા ત્યારે માર્ગમાં પંચવટી વિસ્તારમાં જીજે-૧૦-એઆર ૬૭૯૦ નંબરના મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ તેણીને ઓવરટેક કરી પોતાનું મોટરસાયકલ ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરના કિસાન ચોકથી આગળ આવેલા મોદીના વાડા પાસે રહેતા રશ્મિકાંત કેશુભાઈ કનખરા નામના સાંઈઠ વર્ષના ભાનુશાળી વૃધ્ધ છેલ્લા બે મહિનાથી બીમાર રહેતા હતા જેઓની સારવાર કરાવવામાં આવી રહી હતી તે દરમ્યાન ગઈરાત્રે આ વૃધ્ધને ગભરામણ થતા પુત્ર રાજેશભાઈએ તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં આજે સવારે રશ્મિકાંતભાઈનું મૃત્યુ નિપજતા પોલીસને જાણ કરવામાં આવી છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ ભાણવડમાં રહેતા સગર પરબતભાઈ અરશીભાઈ કરથીયાની દસ વર્ષની પુત્રી કોમલ ગયા સોમવારે પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે તેણીને ત્યાંથી પસાર થતી વીજ લાઈનમાંથી ઈલેકટ્રીક શોક લાગતા તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે પરબતભાઈનું નિવેદન નોંધ્યું છે. વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ કેન્દ્ર સરકારે અંતે નવી શિક્ષણ નીતિના મુસદ્દાની જાહેરાત કરી દીધી છે. નવી નીતિમાં શિક્ષણ આયોગ, વિદેશી યુનિવર્સિટીને માન્યતા, ગુણવત્તાયુક્ત શિક્ષણના પ્રબંધો અને ધોરણ ૮ સુધી નાપાસ નહીં કરવાનો નિર્ણય બદલવા સહિતના ફેરફારો થયા છે. કેન્દ્ર સરકારના માનવ વિકાસ સંશાધન મંત્રાલયે સુબ્રમણ્યમ્ સ્વામી સમિતિની ભલામણોના આધાર પર નવી શિક્ષણ નીતિનો મુસદ્દો જાહેર કર્યો છે. તેમાં આઠમા ધોરણ સુધી નાપાસ નહીં કરવાની સ્થિતિમાં બદલાવના સંકેતો આપવામાં આવ્યા છે. મુસદ્દામાં જણાવાયું છે ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરના લાખોટા તળાવની વચ્ચે આવેલા દેરાણી-જેઠાણી સ્મારકના રેસ્ટોરેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. રણમલ તળાવની મધ્યમાં આવેલ લાખોટો કોઠો કે જે પુરાતત્વિય રક્ષિત સ્મારક છે. તેના રેસ્ટોરેશન અને કન્ઝર્વેશન પ્રોજેક્ટ મહાનગરપાલિકા દ્વારા હાલ ચાલુ છે. જેના ભાગ રૃપે દેરાણી-જેઠાણી સ્મારકનું પણ રેસ્ટોરેશન વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે. રાજાશાહી યુગમાં રણમલ તળાવમાં ત્રણ સ્થળોએ ઘાટ બનાવામાં આવ્યા હતાં. તે પૈકી હાલે આંબેડકર પાર્ક તરીકે ઓળખાતા સ્થળ પાસે આવેલા ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ યુનિસેફના એક રિપોર્ટ મુજબ વર્ષ ર૦૩૦ સુધીમાં ભારતમાં પાંચ વર્ષ સુધીની વયના બાળકોનો મૃત્યુદર વધશે, તેવું અનુમાન કરાતા માતૃ-બાળ કલ્યાણ વિભાગ સહિત કેન્દ્રના વિવિધ વિભાગોમાં હલચલ મચી છે. યુનિસેફના વાર્ષિક ફ્લેગશીપ રિપોર્ટ, 'ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડસ ચિલ્ડ્રન'માં એવી ચેતવણી અપાઈ છે કે જો સરકારો, દાતાઓ, શ્રીમંતો અને સંસ્થાઓ પાંચ વર્ષ સુધીની ઉંમરના બાળકોની કાળજી નહીં રાખે તો વર્ષ ર૦૩૦ સુધીમાં ભારત સહિતના પાંચ દેશોમાં આ વયજુથના બાળકોનો મૃત્યુદર ... વધુ વાંચો »

Jun 30, 2016
ખંભાળિયા તા. ૩૦ઃ ગુજરાતમાં સાર્વત્રિક રીતે જીવન જરૃરી ચીજવસ્તુઓના ભાવ આભને આંબવા લાગ્યા છે. મોંઘવારીના વિરોધમાં ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા જનતાનો અવાજ ઊઠાવી, ગાડાઓ સાથે રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હાલના સમયમાં મંદીના માહોલ વચ્ચે મોટાભાગની તમામ જીવન જરૃરી ચીજવસ્તુઓના ભાવમાં કમ્મરતોડ ભાવ વધારો સરકાર દ્વારા લાદવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય વર્ગ તથા ગરીબ પ્રજાને જીવન નિર્વા ચલાવવા માટે ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. આ સાથે કાળાબજાર, સટ્ટાખોરી, નફાખોરી તથા ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ પંપોરમાં ગત્ શનિવારના સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા પછી હાફિઝ સઈદના સાળા અબ્દુર રહમાન મક્કીએ શહીદ જવાનો વિરૃદ્ધ જાહેરમાં ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના ગુજરાનવાલામાં એક રેલીને સંબોધતા જમાત-ઉદ-દાવાના નંબર-ર ગણાતા મક્કીએ ભારતીય જવાનોની તુલના શિયાળ સાથે કરી અને પોતાના આતંકીઓને સિંહ ગણાવ્યા હતાં. તેણે કહ્યું કે બે સિંહોએ શિયાળોના કાફલાને ઘેરી લીધો હતો. આ રેલીમાં જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઈદ પણ હાજર હતો. પંપોર હુમલાના બીજા જ દિવસે રવિવારે ... વધુ વાંચો »

Jun 30, 2016
ખંભાળિયા તા. ૩૦ઃ ખંભાળિયા શહેરના નસીબમાં માત્ર હાડમારી અને હાલાકી જ રહી હોય તેમ થોડા સમય થયા શહેરમાં વરસાદી છાંટાના કારણે રબડીનું સામ્રાજય તેમજ ભૂગર્ભ ગટર યોજના અને પાણીની અનિયમિતતાથી નગરજનો તંગ આવી ગયા છે. ખંભાળિયા શહેરમાં મંગળવાર અને બુધવારે વરસાદના સામાન્ય ઝાપટાં વરસતાની સાથે જ આખા શહેરમાં કાદવ-કિચડનું સામ્રાજય છવાઈ ગયું છે. શહેરના માર્ગાે પર વાહનચાલકો તથા રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભૂગર્ભ ગટર યોજનાના કામોના ... વધુ વાંચો »

Jun 30, 2016
અમદાવાદ તા. ૩૦ઃ અમદાવાદની એક સ્થાનિક અદાલતે 'ફેંકુજી હવે દિલ્હીમાં' પુસ્તકના વેંચાણ પર પ્રતિબંધ મૂકવાની અરજી ફગાવી દીધી છે. આ પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે વાંધાજનક લખાણ હોવાની ફરિયાદ થઈ હતી. જયેશ શાહ લિખિત પુસ્તક 'ફેંકુજી હવે દિલ્હી' માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વચનો પૂરા નહીં કરવાનો ઉલ્લેખ કરાયો છે. ગત્ સપ્તાહે નરસિંહભાઈ સોલંકીએ આ પુસ્તકના વેંચાણ પર પ્રતિબંધ મૂકવા એક સિવિલ કોર્ટમાં અરજી કરી હતી, અને મોદીને પણ પક્ષકાર ગણાવ્યા હતાં. અરજદારે ... વધુ વાંચો »

Jun 30, 2016
ભાણવડ તા. ૩૦ઃ ભાણવડ તાલુકા કોંગ્રેસે મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં કમરતોડ વધારા સામે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભાજપના શાસનમાં મોંઘવારીએ માઝા મૂકતા ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાણવડના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. આવેદનપત્રમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે શાકભાજી, કઠોળ, દૂધ, તેલના ભાવમાં બેફામ વધારો થતા ધીમે-ધીમે સ્વપ્નરૃપ બનતા જાય છે. કમરતોડ ભાવ ... વધુ વાંચો »

Jun 30, 2016
દ્વારકા તા. ૩૦ઃ દ્વારકામાં બે વર્ષ પહેલાં જન્માષ્ટમીના તહેવાર પર જ હોટલ ધારકોને કરવામાં આવેલી હેરાનગતિ અંગે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ સમક્ષ અપીલ કરી રજૂઆત કરાતા સચિવે એસડીએમ દ્વારા કરાયેલા હુકમોને રદ્દબાતલ કરવાનો આદેશ કર્યાે છે. દ્વારકામાં તહેવારો દરમ્યાન દેશ-વિદેશમાંથી સેંકડો યાત્રાળુઓ ઉમટી પડે છે ત્યારે ગઈ તા.૧૭-૮-ર૦૧૪ અને જન્માષ્ટમીના દિને દ્વારકામાં આવેલી હોટલ ઉત્તમ, હોટલ સ્વસ્તિક, હોટલ ગુરૃકૃપા, હોટલ શિવ, હોટલ આધુનિક, હોટલ પુષ્પક, હોટલ એ.વી.એલ. તથા હોટલ શ્રી નિધિ ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરની એક કન્સ્ટ્રક્શન પેઢીએ અમદાવાદમાં રૃપિયા દોઢસો કરોડનું એક કામ મેળવવા ટેન્ડર ભર્યા પછી તે ટેન્ડરની શરત મુજબ ગેરલાયક ઠરતી એક પેઢીને કામ અપાઈ જશે તેવી આશંકાથી જામનગરના કોન્ટ્રાક્ટરે હાઈકોર્ટમાં રીટ કરી છે. અદાલતે કોન્ટ્રાક્ટની કાર્યવાહી સ્થગિત કરવા હુકમ કર્યો છે. અમદાવાદમાં આવેલી ન્યુ મેન્ટલ હોસ્પિટલ કેમ્પસમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાટર્સ તથા હોસ્ટેલ વગેરે બાંધકામો માટે અંદાજે રૃપિયા ૧ અબજ ૪૮ કરોડ ઉપરાંતની કિંમતના કામના કોન્ટ્રાક્ટ માટે રાજ્ય સરકારના ... વધુ વાંચો »

Jun 30, 2016
ચંદીગઢ તા. ૩૦ઃ હરિયાણાના ફતેહાબાદની સાતમા ધોરણની એક વિદ્યાર્થીનીએ વડાપ્રધાનને પત્ર લખીને તેના ગામનું નામ બદલવા આજીજી કરતા તેને પ્રતિભાવ મળ્યો છે. વિદ્યાર્થીનીએ વડાપ્રધાનને પત્ર પાઠવીને આજીજી કરી હતી કે મારા ગામનું નામ 'ગંદા' છે, તેથી લોકો અમારી હાંસી ઊડાવે છે, તેથી નામ બદલી આપો. આ ગામ હરિયાણાના રતિયા જિલ્લામાં આવેલું છે. આ પત્રનો પ્રતિભાવ આપતા પીએમઓએ રતિયા જિલ્લાના તંત્રને આ ગામનું નામ બદલવાની સાથે કોઈ અન્ય સમસ્યા હોય, તો ... વધુ વાંચો »

Jun 30, 2016
અમદાવાદ તા. ૩૦ઃ નર્સિંગની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારનારા પારૃલ યુનિવર્સિટીનાં સંચાલક જયેશ પટેલે ભાજપ સાથે હાથ મિલાવીને શિક્ષણના નામે ફી-ડોનેશનની ઉઘાડી લૂંટ ચલાવી કરોડોની કમાણી કરી છે. જાણીને ચૌકી જવાય એવી વાત એ છે કે શિક્ષણના નામે જયેશ પટેલ વર્ષે રૃા. ૧૨૭ કરોડનો વેપલો કરે છે. પારૃલ યુનિવર્સિટીને વિવિધ અભ્યાસક્રમોની મંજુરી આપી ભાજપ સરકારે જ ડોનેશન રૃપે કમાણી કરવા જયેશ પટેલને ખૂલ્લો દોર આપવામાં આવ્યો છે. માત્ર ડોનેશન પેટે જ જયેશ પટેલ વર્ષે ૪૨ કરોડનું ઉઘરાણું ... વધુ વાંચો »

Jun 30, 2016
શ્રીનગર તા. ૩૦ઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મૂફ્તીએ વિધાન પરિષદને એવી માહિતી આપી છે કે ૨૦૦૨ પછી પાકિસ્તાન તરફથી ૧૧૨૭૦ વખત યુદ્ધવિરામનું ઉલ્લંધન કરવામાં આવ્યું છે. દોઢ દાયકામાં પાકિસ્તાન તરફથી સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થતું રહ્યું છે. તેમણે એવી માહિતી આપી છે કે ૨૦૦૨ પછી પાકિસ્તાન સીમા પર ગોળીબાર કરવાની ઘટનાઓ પણ સેંકડોની સંખ્યામાં છે જેમાં અત્યાર સુધી ૧૪૪ જેટલા સુરક્ષાકર્મી સહિત ૩૧૩ લોકો શહીદ થઈ ગયા છે. પાકિસ્તાન તરફથી સતત નકારાત્મક વલણ અપનાવવામાં ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ નવી દિલ્હીથી કોમ્પ્યુટર બેઝ્ડ સી.એસ. ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર કેન્દ્રનું પ૩ ટકા પરિણામ આવ્યું છે. જામનગરમાંથી ૧પ વિદ્યાર્થીઓમાંથી ૮ છાત્રો ઉત્તીર્ણ થયા છે. જૂન ર૦૧૬ માં લેવાયેલી કોમ્પ્યુટર બેઝ્ડ સી.એસ. ફાઉન્ડેશનનું પરિણામ ગઈકાલે નવી દિલ્હીથી જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર કેન્દ્રમાંથી પરીક્ષા આપનાર કુલ ૧પ લાત્રોમાંથી ૮ છાત્રો ઉત્તીર્ણ થતા જામનગર કેન્દ્રનું પ૩ ટકા પરિણામ આવ્યું છે. જામનગર સેન્ટરમાંથી પ્રથમ સ્થાને સાત્વિક કોટેચા, દ્વિતીય હિરેન્દ્રસિંહ ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં ચોમાસામાં છાશવારે વીજળી ગુલની સમસ્યા સર્જાય છે આથી ગ્રાહકોને ભારે મુશ્કેલી પડે છે. ગ્રાહકો વીજળી ગુલની ફરિયાદ માટે ફોન કરે છે ત્યારે વીજતંત્રનો ફરિયાદ વિભાગનો ફોન સતત વ્યસ્ત આવે છે. આથી ગ્રાહકોની મુશ્કેલી બેવડાઈ છે. હાલમાં બેંકો અને અન્ય સરકારી કચેરીમાં ઓનલાઈન ફરિયાદ થઈ શકે છે. માટે વીજ ધાંધિયાની ફરિયાદ પણ ઓનલાઈન અથવા વોટ્સએપ દ્વારા નોંધવા જામનગર ગ્રાહક સુરક્ષા મંડળે પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરને રજૂઆત કરી છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ વર્ષ ર૦૧૬-૧૭ ના જામનગર રોટરી ક્લબના પ્રમુખ ગીરધર રાઠોડ અને તેની ટીમ તથા રોટ્રોકેટ ક્લબના પ્રમુખ રૃષભ ઠાકર અને તેની ટીમનો શપથગ્રહણ સમારોહનું આયોજન  તા. ૧/૭ ના સુભાષ બ્રીજ પર આવેલા ધીરૃભાઈ અંબાણી વાણિજ્ય ભવનમાં રાત્રે ૭ કલાકે કરવામાં આવ્યું છે. સમારોહમાં અતિથિવિશેષ તરીકે એસ.પી. પ્રદીપ સેજુળ અને ડી.ડી.ઓ. એમ.એ. પંડ્યા ઉપસ્થિત રહેશે. સંસ્થાના નવા હોદ્દેદારોને સુરેશ ગાંધી શપથગ્રહણ કરાવશે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ એશિયાટિક સોસાયટી ફોર અકલ્ટ સાયન્સિઝના સાઈ ચિકિત્સા સેવા સંઘ દ્વારા ગુરુણૂર્ણિમાની રાતે ગાંધીનગરના શીરડી સાઈબાબા મંદિરમાં 'સાઈ શ્વાસહરકલ્પ' નામક આયુર્વેદિક ઔષધિનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ૧૯ જુલાઈના રાત્રે ૯.૩૦ કલાકે દર્દીઓએ હાજર રહેવું. કેમ્પમાં ભાગ લેવા માટે દર્દીઓએ મંદિરમાં નામ લખાવવાના રહેશે. વધુ માહિતી તથા રજિસ્ટ્રેશન માટે મંદિરના  મેનેજિંગ ટ્રસ્ટી કનકસિંહ જાડેજા (૯૯૦૯૦ ર૧૬૬૩), સાઈ ચિકિત્સા સેવા સંઘના પ્રમુખ પોપટભાઈ મોઢવાડિયા (૯૪ર૭ર ર૭ર૧૭) નો સંપર્ક કરવો તેમ સેક્રેટરી ચંદારાણાની યાદીમાં જણાવ્યું છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં વોર્ડ નં. ૨માં નંદનવન પાર્ક-૧માં તાજેતરમાં તા. ૨૪ના સાંજે વીજ થાંભલાના ખૂલ્લા વાયરોને કારણે વીજશોક લાગતા ગાયનું મૃત્યુ નિપજ્યું હતું. ગાયના મૃત્યુથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. આથી ગાયના મૃત્યુની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા વોર્ડ નં. ૨ના નગરસેવક જયેન્દ્રસિંહ ઝાલાએ કમિશ્નરને રજુઆત કરી છે. વધુ વાંચો »

Jun 30, 2016
ખંભાળિયા તા. ૩૦ઃ દેવભૂમિ દ્વારકાના જિલ્લા શિક્ષણાધિકાર તરીકે નિમાયેલા એસ.જે. ડુમરાણીયાએ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળતાની સાથે જ કડક કામગીરીનો પ્રારંભ કરી શાળાઓમાં ચેકીંગ કામગીરી શરૃ કરી છે. આથી ખાસ કરીને ચોક્કસ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે તથા મોબાઈલ ફોનપ્રેમી શિક્ષકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વર્ષ ૨૦૧૪ના પરિપત્ર મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકો વર્ગખંડમાં મોબાઈલ ફોન લઈ જઈ શકતા નથી, પરંતુ ગઈકાલે કરેલા ચેકીંગમાં પ૦ શિક્ષકો પાસે મોબાઈલ ફોન મળી આવતા તેમને નોટીસ આપવામાં આવી હતી. ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ સમાજ સેવક મહાવીર દળ-જામનગર સંચાલિત આદર્શ સ્મશાનની વિદ્યુત ભઠ્ઠી નં.ર, વાર્ષિક સમારકામ (એન્યુઅલ મેઈન્ટેનન્સ) માટે તા.ર જુલાઈ ૨૦૧૬ શનિવારથી તા.ર૦ જુલાઈ ૨૦૧૬ સોમવાર સુધી બંધ રહેશે જેની સર્વેએ નોંધ લઈ સહકાર આપવા સ્મશાન વ્યવસ્થા સમિતિના માનદ્દમંત્રી દર્શન ઠક્કર તરફથી અનુરોધ કરાયો છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં કેશવલાલ આર. શાહ ચેરી.ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા બહેનો માટે વિનામૂલ્યે એક વર્ષિય પેરા મેડિકલ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શરીર વિજ્ઞાન, આયુર્વેદ (પંચકર્મ), એક્યુપ્રેશર થેરાપી, સુજોક થેરાપી, શિવામ્બુ ચિકિત્સા, નેચરોપેથી, યોગ થેરાપી વિગેરે વિષયોમાંથી ૧૮ થી રપ વર્ષની વય ધરાવતા ધો. ૧રમાં ઉત્તીર્ણ અથવા કોઈપણ વિદાશાખાના સ્નાતક બહેનો જુલાઈ-ર૦૧૬ થી જુલાઈ-ર૦૧૭ દરમિયાન જોડાઈ શકશે અને તેઓને યોગ્યતાના ધોરણે સર્ટીફિકેટ આપવામં આવશે. ફોર્મની તાલીમ માટે પસંદગી પામેલ બહેનોને સ્ટાઈપેન્ડ આપવામં ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરના વિદ્યાર્થીઓ તથા નાગરિકો માટે પોલીસ દ્વારા હોર્સ રાઈડીંગનો ત્રણ મહિનાનો બેઝીક કોર્ષનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જામનગર જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ હેડ કવાર્ટરના માઉન્ટેડ યુનિટમાં આવેલી હોર્સ રાઈડીંગ સ્કૂલમાં નગરના ચૌદથી વીસ વર્ષના વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ માટે સવારે છથી સાડા આઠ દરમ્યાન હોર્સ રાઈડીંગનો બેઝીક કોર્ષ શરૃ કરવામાં આવ્યો છે. હોર્સ રાઈડીંગના બેચ નં.૩માં તાલીમ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ તે માટેનું ફોર્મ મેળવવા હેડ ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ હખમુખરાય ગોકલદાસ શાહ મેમોરીયલ ટ્રસ્ટ જામનગર સંચાલિત શાળા શૃંખલામાં ૮મી શાળા ગોકલદાસ શાહ ઈંગ્લીશ મીડિયમ હાયર સેકન્ડરી સ્કૂલનો પ્રારંભ તા. ૨-૬-૧૬ના થનાર છે. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને સ્વામીનારાયણ મંદિરના સ્વામી ચતુર્ભુજદાસ શાસ્ત્રી તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, અતિથિવિશેષ તરીકે મહેન્દ્રકુમાર અને હરિકિશોર મહેતા ઉપસ્થિત રહેશે. તા. ૨-૭-૧૬ને શનિવાર સવારે ૧૦ વાગ્યે જી.ડી. શાહ સ્કૂલ બિલ્ડીંગ (માણેકનગર)માં આયોજીત આ લોકાપર્ણ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણભાઈ શાહ, સેક્રેટરી ભરતભાઈ ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં વર્ષ ર૦૧પ માં નવીનિકરણ પામેલા જૈન ભોજનાલયનું ૧ ડિસેમ્બરના જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટરનેશનલ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ સુરેશભાઈ કોઠારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને સમસ્ત જૈન સમાજ દ્વારા વ્યાપક આવકાર મળ્યો છે. 'જૈન ભોજલાય' આર્થિક રીતે નબળા વર્ગ માટે નહીં, પરંતુ જૈન સમાજના તમામ ફિરકાના અને તમામ વર્ગના લોકો માટે છે તેવી ભાવના કેળવાય તે માટે વખતો વખત સમાજના આગેવાનો તેમના જન્મદિન-લગ્નદિન વિગેરેની ઉજવણી કરવા માટે ભોજનાલયમાં પધારે તે ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જિલ્લા પાણી સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર આર.જે. માકડીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં કલેક્ટર માકડીયાએ જિલ્લા પાણી સમિતિના સંબંધિત અધિકારીઓને જિલ્લાના છેવાડાના ગામ સુધી જ્યાં પાણીની માંગણી કરી હોય તે તમામ ગામોમાં પીવાનું પાણી તાત્કાલિક પહોંચાડવા માર્ગદર્શન સાથે જરૃરી સૂના આપી હતી. નાગરિકોને પીવાના પાણી તથા ઘાસચારાને લગત કોઈપણ રજૂઆત / ફરિયાદના અસરકારક નિકાલ માટે કંટ્રોલરૃમ શરૃ કરવામાં આવ્યો છે. જે ચીટનીશ ટુ કલેક્ટર શ્રી જી.ડી. બારીયાની સીધી દેખરેખ ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરની રાધિકા એજ્યુકેર સ્કૂલ દ્વારા ટીચર્સ માટે રીડીંગ સબ સ્કીલ્સ તથા ઓટિસમ અવેરનેસ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાધિકા એજ્યુકેર સ્કૂલના શિક્ષકો, પ્રિન્સિપાલ શિવાની આચાર્ય, જૈન એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ભરતેષ શાહ તથા ટ્રસ્ટી અતુલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતાં. રીડીંગ સબ સ્કીલ્સમાં કોઈપણ સાહિત્ય વર્તમાનપત્ર, મેગેઝિન, પુસ્તક ઈત્યાદિ સાહિત્યમાંથી મેળવેલી માહિતીના વિદ્યાર્થીઓને સચોટ અર્થ તથા ભાવાર્થ કઈ રીતે સમજવા તથા સમજાવવા તેના વિશે ટીચર્સને વૈદેહી મજીઠિયાએ માર્ગદર્શન આપ્યું ... વધુ વાંચો »

Jun 30, 2016
અમદાવાદ તા. ૩૦ઃ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સી.એમ. અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવવાના હતાં, જો કે આખરી ઘડીએ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓનો આક્ષેપ છે કે ભાજપ સરકારના દબાણને લીધે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ દ્વારા આગામી તા. ૩.૭.ર૦૧૬ ના સવારે ૧૦ થી ૧ર સુધી જ્ઞાતિની બ્રહ્મપુરી ગુલાબનગર, સિન્ડિકેટ સોસાયટીમાં એક્યુપ્રેશર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદ્ધતિના નિષ્ણાત અશોકભાઈ ભટ્ટ કેમ્પમાં સેવા આપશે. ખાસ કરીને કમરનો, ગોઠણનો દુઃખાવો, નસનો દુઃખાવો, સાયટિકા, સંધિયા, સહિતના રોગમાં ખૂબ જ અસરકારક આ સારવાર પદ્ધતિનો લાભ લેવા જ્ઞાતિના પ્રમુખની યાદીમાં જણાવાયું છે. વધુ વાંચો »

Jun 30, 2016
ખંભાળીયા તા. ૩૦ઃ ખંભાળીયાની વિજ્યા બેંકના બ્રાંચ મેનેજર શ્રી યાદવની ખંભાલીયાથી વડોદરા બદલી થતાં તેમના સ્થાને સુજીતકુમારની નિયુક્તિ થઈ છે. જેથી તેઓએ ચાર્જ સંભાળ્યો છે, અને શ્રી યાદવને વિદાયમાન અપાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વિજ્યા બેંકના બ્રાંચ મેનેજર યાદવ ગ્રાહકોને ખૂબ જ ઉપયોગી થતાં હતાં સ્ટાફ ઓછો હોય કે રજા પર હોય ત્યારે આ મેનેજર ગેરહાજર કર્મચારીના ટેબલ પર બેસીને તેઓ કામગીરી કરતા હતાં. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગરઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી જીતીશકુમાર ભવાનીશંકર જાની (ઉ.વ. ૭૪), તે સ્વ. સુરેશચંદ્ર, રશ્મીકાંતભાઈ, સ્વ. કિશોરચંદ્ર, પ્રજ્ઞાબેન આચાર્યના ભાઈ તથા ધીરેનભાઈ, ચેતનાબેનના પિતા તથા જ્યોતિલાલભાઈના સસરાનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા મોસાળપક્ષનું બેસણું તા. ૧-૭-ર૦૧૬ ના સાંજે પ થી ૬ દરમિયાન આશાપુરા માતાજીનું મંદિર, ગાંધીનગર (મચ્છરનગર), જામનગરમાં રાખવામાં આવ્યું છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ર૪ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-ડીપ્રેશન ઓમાન બાજુ ફંટાઈને ચક્રવાતમાં પરિવર્તિત થઈ ગયું છે, જેના કારણે આવનારા ર૪ કલાકમાં સોરાષ્ટ્રના દરિયા કિનારા સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. લો-પ્રેશર પછી ચોમાસુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવનારા ર૪ કલાક સુધી વરસાદી માહોલ જોવા મળશે, તેમજ શહેરમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ હાલારમાં આરંભાયેલી મેઘાની મહેર અવિરત રહેતા આજે સવારે પુરા થતાં ર૪ કલાક દરમિયાન છ તાલુકાઓમાં બે મી.મી.થી ૩૮ મી.મી. વરસાદ થયો છે. જ્યારે જામનગરના દરેડ, સિક્કા અને લાખાબાવળમાં ધોધમાર સાડાત્રણ ઈંચ તોફાની વરસાદ વરસતા રણજીતસાગરથી લાખોટા સુધીની કેનાલમાં ઘોડાપુર આવતા રણમલ તળાવમાં નવા નીરની પધરામણી થવા પામી હતી. જ્યારે દરેડના ખોડિયાર માતાજીના મંદિરમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય સ્થાપીત કરી માતાજીના ચરણો પખાળિયા હતાં. જ્યારે જામનગર જિલ્લાના આઠ પી.એચ.સી. વિસ્તારોમાં વિસ્તારોમાં અર્ધાથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હાલારમાં ગત્ તા. ર૦ જૂનથી વર્ષાઋતુના વિધિવત્ આગમન સાથે મેઘરાજાએ પધારમણી કરી હતી અને ... વધુ વાંચો »

Jun 30, 2016
વોશિગ્ટન    તા. ૩૦ઃ અમેરિકાના નેતૃત્વમાં ગઠબંધન દ્વારા યુદ્ધગ્રસ્ત ઇરાકમાં આઇએસના અડ્ડા પર ભીષણ હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. જેથી ત્રાસવાદીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ગઠબંધનના હવાઇ હુમલામાં ઓછામાં ઓછા ૨૫૦ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. જ્યારે  સેંકડો ત્રાસવાદી ઘાયલ થયા છે. આ હુમલામાં ૪૦થી વધારે વાહનોને ફુંકી મારવામાં આવ્યા હતા. જો આંકડા પર વિશ્વાસ કરવામાં આવે તો હાલના સમયના સૌથી મોટા હુમલા તરીકે આને ગણવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટા પાયે હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. હજુ પણ આંકડામાં ફેરફાર થઇ શકે છે. બુધવારના દિવસે તુર્કીમાં ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરના પંચવટી વિસ્તારમાં ગઈરાત્રે સ્કૂટર પર જતી એક યુવતીને બે બાઈકચાલકોએ આંતરી તેણીનો હાથ પકડી છેડતી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગરની પટેલ કોલોની શેરી નં.૮માં રહેતા સઈદાબેન અલાજેન મહંમદભાઈ સફીયા (ઉ.વ.ર૪) ગઈકાલે રાત્રે પોતાનું જીજે-૧૦-સીએચ ૫૨૨૮ નંબરનું સ્કૂટર લઈને પોતાના ભાઈને ધરારનગર-૧માં મૂકવા માટે ગયા હતા જ્યાંથી તેઓ પરત ફરતા હતા ત્યારે માર્ગમાં પંચવટી વિસ્તારમાં જીજે-૧૦-એઆર ૬૭૯૦ નંબરના મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ તેણીને ઓવરટેક કરી પોતાનું મોટરસાયકલ આગળ ઉભું રાખી દીધું હતું. ત્યાર પછી પાછળ બેસેલા શખ્સે નીચે ઉતરી સઈદાબેનનો હાથ પકડી તેણીની છેડતી ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ આઈ.એસ.આઈ. એસ. દ્વારા ગુમરાહ કરાયેલા યુવાનોના માધ્યમથી રમઝાન જેવા પાક મહિનામાં કોમી હિંસા ફેલાવવાનું નવું મોડ્યુલ સામે આવતા આતંકી સંગઠનના ખતરનાક ઈરાદાઓ જોતા સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ પણ ચોંકી ઊઠી હતી. એનઆઈએ દ્વારા હૈદ્રાબાદમાંથી જે ૧૧ સંદિગ્ધ આરોપીઓની ધરપકડ કર્યા પછી તેની પૂછપરછ દરમિયાન આ ષડ્યંત્રનો પર્દાફાશ થયો છે. બોમ્બના બદલે મંદિરો તથા જાહેર સ્થળોએ બીફ મૂકીને દેશમાં કોમી વૈમનસ્ય ફેલાવીને તેની આડમાં પોતાના બદઈરાદાઓને અંજામ આપવાના નવા મોડ્યુલને લક્ષ્યમાં લઈને ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રિય તપાસ એજન્સી એનઆઈએએ ગઈકાલે હૈદ્રાબાદમાં ઈસ્લામિક સ્ટેટના મોડ્યુલનો ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં વર્ષ ર૦૧પ માં નવીનિકરણ પામેલા જૈન ભોજનાલયનું ૧ ડિસેમ્બરના જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટરનેશનલ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ સુરેશભાઈ કોઠારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને સમસ્ત જૈન સમાજ દ્વારા વ્યાપક આવકાર મળ્યો છે. 'જૈન ભોજલાય' આર્થિક રીતે નબળા વર્ગ માટે નહીં, પરંતુ જૈન સમાજના તમામ ફિરકાના અને તમામ વર્ગના લોકો માટે છે તેવી ભાવના કેળવાય તે માટે વખતો વખત સમાજના આગેવાનો તેમના જન્મદિન-લગ્નદિન વિગેરેની ઉજવણી કરવા માટે ભોજનાલયમાં પધારે તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે. જેને ખૂબ સારો પ્રતિસાદ મળતા ભોજનાલયમાં મુલાકાતીઓની સંખ્યા વધી છે. અનિવાર્ય સંજોગોને ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ ભારતના એનએસજીના મુદ્દે હવે અમેરિકા અને ચીન વચ્ચે ખેંચતાણ થવાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકાના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે એનએસજીમાં ભારતને પ્રવેશ અપાવવા અમેરિકા પ્રતિબદ્ધ છે. અમેરિકાના વિદેશ રાજ્ય મંત્રી કક્ષાના અધિકારી ટોમ શૈનને ભારતનો એનએસજીમાં પ્રવેશ અટકાતા દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે ભારતને એનએસજીમાં પ્રવેશ અપાવવા અમેરિકા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ભારત એશિયા પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતાનું વાહક છે, અને આ ક્ષેત્રમાં ચીન પાગલપન કરી રહ્યું છે. અમેરિકા આ ક્ષેત્રમાં ભારતના મહત્ત્વને સમજે છે અને હિન્દ મહાસાગરમાં ભારત મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે, તેમ અમેરિકા ઈચ્છે છે. વધુ વાંચો »

Jun 30, 2016
મુઝફ્ફરપુર તા. ૩૦ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૃદ્ધ બિહારના મુઝફ્ફરપુરમાં ત્રિરંગાના અપમાનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરના ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટેટને ત્યાં દાખલ કરવામાં આવેલા કેસમાં આગામી સુનવણી ૧૬ જુલાઈએ હાથ ધરવામાં આવશે. પોબારિયા ગામના નિવાસી પ્રકાશકુમાર તરફથી દાખલ કરવામાં ઓલા કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું છે. પ્રકાશનો આરોપ છે કે ર૧ જૂનના ઈન્ટરનેશનલ યોગ ડે પર તેમણે તિરંગાના રંગના કપડાથી પોતાના મોં અને હાથોનો પસીનો લૂછ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે તેનાથી રાષ્ટ્ર ધ્વજનું અપમાન થયું છે. તો લાખો દેશવાસીઓની લાગણીને ઠેસ પહોંચી ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરની એક કન્સ્ટ્રક્શન પેઢીએ અમદાવાદમાં રૃપિયા દોઢસો કરોડનું એક કામ મેળવવા ટેન્ડર ભર્યા પછી તે ટેન્ડરની શરત મુજબ ગેરલાયક ઠરતી એક પેઢીને કામ અપાઈ જશે તેવી આશંકાથી જામનગરના કોન્ટ્રાક્ટરે હાઈકોર્ટમાં રીટ કરી છે. અદાલતે કોન્ટ્રાક્ટની કાર્યવાહી સ્થગિત કરવા હુકમ કર્યો છે. અમદાવાદમાં આવેલી ન્યુ મેન્ટલ હોસ્પિટલ કેમ્પસમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાટર્સ તથા હોસ્ટેલ વગેરે બાંધકામો માટે અંદાજે રૃપિયા ૧ અબજ ૪૮ કરોડ ઉપરાંતની કિંમતના કામના કોન્ટ્રાક્ટ માટે રાજ્ય સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડીપાર્ટમેન્ટ વતી પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિયનના ચીફ એન્જિનિયરે ટેન્ડર પ્રસિદ્ધ કર્યા હતાં. આ કામ ... વધુ વાંચો »

Jun 30, 2016
મુંબઈ તા. ૩૦ઃ મુંબઈમાં મેડિકલ સ્ટોરમાં લાગેલી આગમાં આઠ વ્યક્તિ જીવતા ભૂંજાઈ ગયા છે, અને મેડિકલ સ્ટોર બળીને ખાખ થઈ ગયો છે. આગ કાબૂમાં આવી ગઈ છે. આજે સવારે મુંબઈના પરા વિસ્તારના અંધેરીના જૂહુ ગલ્લી વિસ્તારના એક મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગમાં સ્ટોર બળીને ખાખ થઈ ગયો છે. આ આગમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલો છે. મેડિકલ સ્ટોરમાં લાગેલી આગે સમગ્ર બિલ્ડિંગને ચપેટમાં લીધી હતી. ફાયરબ્રિગેડની ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રેસ્ક્યુ વર્ક ચાલુ છે. જ્યાં આગ લાગી છે તે વિસ્તાર સાંકડો છે. આ ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ લાલપુરમાં આવેલી એક વાણંદ કામની દુકાનમાંથી પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક બાવાજી શખ્સને પકડી પાડી કપાત લેનાર શખ્સનું નામ ઓકાવ્યું છે. લાલપુરના એસ.ટી. ડેપો પાસે આવેલી વાણંદ કામની એક દુકાનમાં ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે લાલપુરના પીએસઆઈ આર.એચ. ઝાલા તથા સ્ટાફના દિગુભા, કમલ ગઢવી, પ્રતાપભાઈ ખાચર સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. ત્યાં આવેલી શિવ હેર આર્ટ નામની દુકાનમાં મૂકવામાં આવેલા ટીવી પરથી પ્રસારીત થતી ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ક્રિકેટ ટીમ વચ્ચે રમાતા મેચનું પ્રસારણ જોઈ રનફેર વગેરેના સોદા કરી જુગાર રમી રહેલા જીજ્ઞેશ ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ રાજધાનીમાં એક વખત ફરીથી કેન્દ્રિય મંત્રીમંડળનો વિસ્તાર વધવા અંગેની અટકળો શરૃ થઈ ગઈ છે. મંત્રાલયોની કામગીરીની સમીક્ષા કર્યા પછી વડાપ્રધાન કેટલાક નબળી કામગીરી કરનાર મંત્રીઓને પડતા મૂકે તેવો સંભવ છે, તો ઉત્તરપ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ત્યાં ઉપયોગી હોય, તેવા સંગઠનના જાણકાર કેટલાક મંત્રીઓને પણ મંત્રમંડળની જવાબદારીમાંથી છૂટા કરીને પૂર્ણ સમય માટે પક્ષની કોઈ મહત્ત્વની જવાબદારી સુપ્રત થઈ શકે છે. આથી આ વખતે મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવા સંભવ છે. કેટલાક મંત્રીઓના ખાતા બદલાય તેવો પણ સંભવ છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીને ધ્યાને લઈને કદાચ ઉત્તરપ્રદેશના વધુ સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, ... વધુ વાંચો »

Jun 30, 2016
લખનૌ તા. ૩૦ઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ બન્ને સારી રીતે જાણે છે કે આગામી વર્ષે થનાર ઉત્તરપ્રદેશની ચૂંટણી પક્ષ માટે કેટલી મહત્ત્વની છે. તેથી તેઓ આ ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે કોઈપણ કસર નથી છોડી રહ્યા. આ જ કારણ છે કે યુપીમાં મુખ્યમંત્રીના ચહેરા માટે ઘણા નામો સામે આવ્યા, પરંતુ કોઈના પર પણ ફાઈનલ નથી થયું, પરંતુ પાર્ટીમાં યોગી આદિત્યનાથ અને વરૃણ ગાંધી જેવા લોકોની દાવેદારી અને ગૃહપ્રધાન રાજનાથસિંહની આ પદ માટેની અનિચ્છાના કારણે હજુ સુધી ભાજપ મુખ્યમંત્રીનો ચહેરો નથી શોધી શકી. હવે સમાચાર છે કે ભાજપે સુષ્મા સ્વરાજને યુ.પી.નો ચહેરો ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરના લાખોટા તળાવની વચ્ચે આવેલા દેરાણી-જેઠાણી સ્મારકના રેસ્ટોરેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. રણમલ તળાવની મધ્યમાં આવેલ લાખોટો કોઠો કે જે પુરાતત્વિય રક્ષિત સ્મારક છે. તેના રેસ્ટોરેશન અને કન્ઝર્વેશન પ્રોજેક્ટ મહાનગરપાલિકા દ્વારા હાલ ચાલુ છે. જેના ભાગ રૃપે દેરાણી-જેઠાણી સ્મારકનું પણ રેસ્ટોરેશન વર્ક પૂર્ણ કરવામાં આવેલ છે. રાજાશાહી યુગમાં રણમલ તળાવમાં ત્રણ સ્થળોએ ઘાટ બનાવામાં આવ્યા હતાં. તે પૈકી હાલે આંબેડકર પાર્ક તરીકે ઓળખાતા સ્થળ પાસે આવેલા ઘાટ પરથી તળાવમાં પડી જવાના કારણે દેરાણીનું અને તેને બચાવવા જનાર જેઠાણીનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરના નાનકપુરી વિસ્તારમાં એક યુવાને રોંગ સાઈડમાં વાહન ચલાવવાની બાબતે ઠપકો આપતા તેને ચાર શખ્સોએ લમધાર્યાની જ્યારે નાગેશ્વરમાં એક કોળી યુવાનને ચાર શખ્સોએ છરી-લાકડી ઝીંકયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમજ કાલાવડમાં એક ખેડૂતને શેઢા પાડોશીએ ધોકો મારી તેના દાંત પાડી નાખ્યાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરના નાનકપુરી વિસ્તારમાં આવેલી રામનાથ કોલોની પાસે રહેતા કારખાનેદાર જતીનભાઈ રાજેશભાઈ માલવી મંગળવારની રાત્રે પોતાની નાની પુત્રીને મોટરસાયકલમાં સાથે લઈ જતાં હતા ત્યારે સામેથી રોંગસાઈડમાં બાઈક લઈને આવેલા સંદીપ અને રાજુ શેઠીયા નામના શખ્સોને જતીનભાઈએ સાચી સાઈડમાં બાઈક ચલાવવાનું કહેતા ઉપરોકત બન્ને શખ્સોએ ભરત ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ છેલ્લા ૧૦ વર્ષથી ભ્રષ્ટાચારના મામલાઓમાં તેમની જબરદસ્તીથી સંડોવણી કરાવવાનો આરોપ લગાવ્યો છે. વાડ્રાએ એક ફેસબુર પોસ્ટમાં લખ્યું છે કે તેઓ આ બધાથી ગભરાવવાના નથી અને તેમની વિરૃધ્ધ કશું સાબિત થઈ શકશે નહી. એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી)એ વાડ્રાને નોટીસ મોકલાવી છે. વાડ્રા જમીન ડીલ કૌભાંડ મામલે તપાસનો સામનો કરી રહ્યા છે. પોતાની છબિ સારી દર્શાવતા વાડ્રાએ લખ્યું છે કે તેમનો હંમેશાં રાજનૈતિક લાભ માટે ઉપયોગ થતો રહેશે. ગુરૃવારે સવારે લગભગ સાડા નવ વાગ્યે વાડ્રાએ તેમના ફેસબુક પેજ પર લખ્યું હતું કે લગભગ એક દાયકાથી ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ રાજ્યસભા માટે હાલમાં જ ચૂંટાઇ આવેલા સભ્યો પૈકી મોટા ભાગના સભ્યો કરોડપતિ છે. સંપત્તિના મામલામાં પ્રફુલ પટેલ, કપિલ સિબ્બલ અને સતીશ ચન્દ્ર મિશ્રા ચાર્ટ પર ટોપ પર છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના કહેવા મુજબ એનસીપીના નેતા પ્રફુલ પટેલની સંપત્તિ સૌથી વધારે ૨૫૨ કરોડ રૃપિયાની છે. જ્યારે કપિલ સિબ્બલની સંપત્તિ ૨૧૨ કરોડ રૃપિયા છે. બસપના સતીશ ચન્દ્ર મિશ્રાની સંપત્તિ ૧૯૩ કરોડ રૃપિયા આંકવામાં આવી છે. નવા ચૂંટાયેલા સાંસદોની સરેરાશ સંપત્તિ ૩૫.૮૪ કરોડ રૃપિયાની છે. સંપત્તિમાં સૌથી વધુ વધારો ધરાવનાર સાંસદોમાં ભાજપના અનિલ દવેનો સમાવેશ થાય છે.તેમની ... વધુ વાંચો »

Jun 30, 2016
મેઘરાજા હવે મહેર કરવા લાગ્યા છે, અને મન મૂકીને વરસે તેની રાહ જોવાઈ રહી છે, કારણ કે આજે સવાર સુધીમાં રાજ્યના ત્રીસ તાલુકાઓમાં હજુ વરસાદ નોંધાયો નથી, જો કે બે દિવસમાં ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન ઊભું થતા રાજ્યમાં હવે પૂરી મેઘમહેર થશે, તેવી આશા રાખવામાં આવી રહી છે. વરસાદનું આગમન થયા પછી લોકોને રાહત થઈ છે અને ખેડૂતો આનંદ સાથે ખેતીકામમાં લાગી ગયા છે. રાજ્યની અછત રાહત સમિતિએ ગઈકાલે મહત્ત્વની જાહેરાત કરી છે. સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઈકાલની સમિતિની બેઠક પછી જાહેર કર્યું છે કે પાંચ ઈંચ વરસાદ નોંધાયા પછી પણ ૧પ દિવસ સુધી ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ સિયાચિનમાં પાકિસ્તાન-ચીન ઉપરાંત ખૂબ જ ખરાબ વાતાવરણ સામે લડનારા ભારતીય સેનાના સ્નો સૂટ હલકી ગુણવત્તાવાળા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. શ્રીલંકાની રેનવિયર પ્રાઈવેટ લિ. કંપનીને વર્ષ ર૦૧ર માં ભારતીય સેનાના ત્રણ લેયરવાળા સ્નો સૂટ સપ્લાય કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ આ સ્નો સૂટ નબળી ગુણવત્તાવાળા હોવાનો ખુલાસો તે જ કંપનીના પૂર્વ કર્મચારીએ કર્યો છે. ભારતીય સેનાને આપવામાં આવેલા સ્નો સૂટ વિંડપ્રૂફ અને વોટરપ્રૂફ નથી તેમજ સિયાચિનમાં કે જ્યાં ૪૦ થી ૭૦ ડિગ્રી તાપમાન હોય છે ત્યારે આ સૂટ માત્ર ૧પ ડિગ્રી સુધી જ કારગર છે. શ્રીલંકન કંપનીએ ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગરઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી જીતીશકુમાર ભવાનીશંકર જાની (ઉ.વ. ૭૪), તે સ્વ. સુરેશચંદ્ર, રશ્મીકાંતભાઈ, સ્વ. કિશોરચંદ્ર, પ્રજ્ઞાબેન આચાર્યના ભાઈ તથા ધીરેનભાઈ, ચેતનાબેનના પિતા તથા જ્યોતિલાલભાઈના સસરાનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા મોસાળપક્ષનું બેસણું તા. ૧-૭-ર૦૧૬ ના સાંજે પ થી ૬ દરમિયાન આશાપુરા માતાજીનું મંદિર, ગાંધીનગર (મચ્છરનગર), જામનગરમાં રાખવામાં આવ્યું છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર દાતા ગામની ગોળાઈ પાસે ગઈકાલે બપોરે એક મોટરે ખંભાળિયાના બાવાજી યુવાનના બાઈકને ઠોકરે ચડાવતા ગંભીર ઈજા પામેલા બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે. જામનગરથી ખંભાળિયા તરફ જવાના ધોરીમાર્ગ પર આવેલા દાતા ગામની ગોળાઈ પાસેથી ગઈકાલે બપોરે બારેક વાગ્યે ખંભાળિયાના કુંભારપાડામાં રહેતા અશ્વિનગીરી મગનગીરી ગોસ્વામી (ઉ.વ.૩૮) પોતાનું જીજે-૧૦-એબી ૫૩૭૪ નંબરનું મોટરસાયકલ લઈને પડાણા તરફ આવતા હતા ત્યારે સામેથી પૂરઝડપે ધસી આવેલી જીજે-૧૦-બીઆર ૧૨૨૧ નંબરની સ્વીફટ મોટરના ચાલકે અશ્વિનગીરીને ઠોકરે ચડાવતા ફૂટબોલની જેમ ફંગોળાઈ ગયેલા અશ્વિનગીરીનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ ... વધુ વાંચો »

Jun 30, 2016
ભૂવનેશ્વર તા. ૩૦ઃ ભારતે સવારે જમીનથી હવામાં માર  કરવાવાળી નવી બેલેસ્ટિક મિસાઈલ બરાક-૮ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલને ડીઆરડીઓએ ઈઝરાયેલની મદદથી તૈયાર કરી છે. સુરક્ષાના કારણોસર ઓરિસ્સાના ચંદીપુર રેન્જની આસપાસના ૩૬૦૦ લોકોને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીઆરડીઓના અધિકારીઓએ ટેસ્ટની તૈયારીઓ બુધવારે જ પૂર્ણ કરી લીધી હતી, જો કે ખરાબ વાતાવરણને કારણે મિસાઈલ પરીક્ષણ બુધવારે થઈ શક્યું ન હોતું. મિસાઈલ અંગે અધિકારીઓએ વધુ જાણકારી ન આપી, પરંતુ એટલું જણાવ્યું કે, આ મિસાઈલ અન્ય મિસાઈલ કરતા વધુ એડવાન્સ હશે. આ મિસાઈલની સર્વિલાન્સ સિસ્ટમને ઘણી જ એડવાન્સ ગણાવવામાં આવી રહી છે. ... વધુ વાંચો »

Jun 30, 2016
જામરાવલ તા. ૩૦ઃ ભૂગર્ભ ગટરની નપાવટ કામગીરીના કારણે રાવલમાં એક બોલેરો ખાડામાં ફસાઈ પડી હતી. રાવલમાં ભૂગર્ભ ગવટરના તકલાદી કામ અંગે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, અને વગદાર ઈજારેદારની પહોંચ ઉપર સુધી હોવાથી કોન્ટ્રાક્ટર કોઈને ગાંઠતા નથી, તેમ જાણવા મળે છે. રાવલમાં ભૂગર્ભ ગટરનું કામ જે ઈજારેદારને સોંપાયું હતું તેમણે તદ્દન તકલાદી કામગીરી કરી છે. જ્યાં જ્યાં ખોદકામ થયું છે, ત્યાં ત્યાં જમીન સમતલ કરવામાં ઘોર બેદરકારી રાખવામાં આવી છે અને ખાડાઓમાં ફીલીંગ યોગ્ય રીતે કર્યા વગર ધૂળ-માટીથી બૂરી દેવામાં આવ્યા છે. તેથી તેમાં અવારનવાર ભુવા પડી જાય છે. તાજેતરમાં જ આવો ભુવો ... વધુ વાંચો »

Jun 30, 2016
દ્વારકા તા. ૩૦ઃ દ્વારકામાં બે વર્ષ પહેલાં જન્માષ્ટમીના તહેવાર પર જ હોટલ ધારકોને કરવામાં આવેલી હેરાનગતિ અંગે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ સમક્ષ અપીલ કરી રજૂઆત કરાતા સચિવે એસડીએમ દ્વારા કરાયેલા હુકમોને રદ્દબાતલ કરવાનો આદેશ કર્યાે છે. દ્વારકામાં તહેવારો દરમ્યાન દેશ-વિદેશમાંથી સેંકડો યાત્રાળુઓ ઉમટી પડે છે ત્યારે ગઈ તા.૧૭-૮-ર૦૧૪ અને જન્માષ્ટમીના દિને દ્વારકામાં આવેલી હોટલ ઉત્તમ, હોટલ સ્વસ્તિક, હોટલ ગુરૃકૃપા, હોટલ શિવ, હોટલ આધુનિક, હોટલ પુષ્પક, હોટલ એ.વી.એલ. તથા હોટલ શ્રી નિધિ સહિતની તેમજ ધર્મશાળામાં જે-તે વખતના નાયબ કલેકટર-સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પંકજ વ્યાસ અને અન્ય સ્ટાફે તપાસણી કરી તેમજ તપાસણી કરવાની સત્તા ... વધુ વાંચો »

Jun 30, 2016
ચંદીગઢ તા. ૩૦ઃ હરિયાણાના ફતેહાબાદની સાતમા ધોરણની એક વિદ્યાર્થીનીએ વડાપ્રધાનને પત્ર લખીને તેના ગામનું નામ બદલવા આજીજી કરતા તેને પ્રતિભાવ મળ્યો છે. વિદ્યાર્થીનીએ વડાપ્રધાનને પત્ર પાઠવીને આજીજી કરી હતી કે મારા ગામનું નામ 'ગંદા' છે, તેથી લોકો અમારી હાંસી ઊડાવે છે, તેથી નામ બદલી આપો. આ ગામ હરિયાણાના રતિયા જિલ્લામાં આવેલું છે. આ પત્રનો પ્રતિભાવ આપતા પીએમઓએ રતિયા જિલ્લાના તંત્રને આ ગામનું નામ બદલવાની સાથે કોઈ અન્ય સમસ્યા હોય, તો પણ તે હલ કરવાની સૂચના આપી, અને તંત્રે તાકીદની બેઠક બોલાવીને આ અંગેની પ્રક્રિયા હાથ ધરી છે. વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ પંપોરમાં ગત્ શનિવારના સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા પછી હાફિઝ સઈદના સાળા અબ્દુર રહમાન મક્કીએ શહીદ જવાનો વિરૃદ્ધ જાહેરમાં ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના ગુજરાનવાલામાં એક રેલીને સંબોધતા જમાત-ઉદ-દાવાના નંબર-ર ગણાતા મક્કીએ ભારતીય જવાનોની તુલના શિયાળ સાથે કરી અને પોતાના આતંકીઓને સિંહ ગણાવ્યા હતાં. તેણે કહ્યું કે બે સિંહોએ શિયાળોના કાફલાને ઘેરી લીધો હતો. આ રેલીમાં જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઈદ પણ હાજર હતો. પંપોર હુમલાના બીજા જ દિવસે રવિવારે આયોજીત કરાયેલી આ રેલીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મક્કી ખુલ્લેઆમ પાકિસ્તાનીઓને હિન્દુસ્તાન સામે જંગમાં ભાગ લેવાનું જણાવી રહ્યો ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરના વિદ્યાર્થીઓ તથા નાગરિકો માટે પોલીસ દ્વારા હોર્સ રાઈડીંગનો ત્રણ મહિનાનો બેઝીક કોર્ષનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જામનગર જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ હેડ કવાર્ટરના માઉન્ટેડ યુનિટમાં આવેલી હોર્સ રાઈડીંગ સ્કૂલમાં નગરના ચૌદથી વીસ વર્ષના વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ માટે સવારે છથી સાડા આઠ દરમ્યાન હોર્સ રાઈડીંગનો બેઝીક કોર્ષ શરૃ કરવામાં આવ્યો છે. હોર્સ રાઈડીંગના બેચ નં.૩માં તાલીમ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ તે માટેનું ફોર્મ મેળવવા હેડ કવાર્ટર સ્થિત માઉન્ટેડ વિભાગની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે જ્યાં તાલીમની ફી ભરી આપવાની રહેશે. તાલીમાર્થીને પોલીસ અધિક્ષક દ્વારા પ્રમાણપત્ર આપવામાં ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગર તાલુકાના વિજરખીમાં ગઈકાલે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા એક મકાનમાં બનાવવામાં આવેલા ભોયરામાંથી અંગ્રેજી શરાબની ૫૪૮ બોટલ અને બીયરના ૧૫૪ ટીન મળી આવ્યા છે. જ્યારે આરોપી નાસી ગયો છે. પોલીસે રૃા.પોણા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની શોધ શરૃ કરી છે. જામનગર તાલુકાના વિજરખી ગામમાં એક શખ્સે અંગ્રેજી શરાબનો જથ્થો સંતાડીને રાખ્યો હોવાની બાતમી પંચકોશી-એ ડિવિઝનના પીએસઆઈ વી.એન. કામળીયાને મળતા ગઈકાલે તેઓએ સ્ટાફને સાથે રાખી વિજરખી ગામે દરોડો પાડયો હતો ત્યાં આવેલા શિવુભા અમરસંગ પીંગળના રહેણાંક મકાનમાં તલાશી લેવાતા મકાનની અંદર આવેલી એક ઓરડીની અંદર ખાસ બનાવવામાં આવેલા ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ યુનિસેફના એક રિપોર્ટ મુજબ વર્ષ ર૦૩૦ સુધીમાં ભારતમાં પાંચ વર્ષ સુધીની વયના બાળકોનો મૃત્યુદર વધશે, તેવું અનુમાન કરાતા માતૃ-બાળ કલ્યાણ વિભાગ સહિત કેન્દ્રના વિવિધ વિભાગોમાં હલચલ મચી છે. યુનિસેફના વાર્ષિક ફ્લેગશીપ રિપોર્ટ, 'ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડસ ચિલ્ડ્રન'માં એવી ચેતવણી અપાઈ છે કે જો સરકારો, દાતાઓ, શ્રીમંતો અને સંસ્થાઓ પાંચ વર્ષ સુધીની ઉંમરના બાળકોની કાળજી નહીં રાખે તો વર્ષ ર૦૩૦ સુધીમાં ભારત સહિતના પાંચ દેશોમાં આ વયજુથના બાળકોનો મૃત્યુદર વધી જ શે અને અંદાજે સાત કરોડ બાળકો મોતને ભેટશે. આ રિપોર્ટમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, કોંગો, નાઈઝીરિયા ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બેઠક બોલાવી છે. બેઠકના એજન્ડામાં મંત્રીઓના કામકાજની સમીક્ષા અગ્રસ્થાને છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં તમામ મંત્રીઓ પોતાના મંત્રાલયોના કામકાજનું પ્રેઝન્ટેશન કરશે. આ બેઠક સાંજે ૬ વાગ્યે શરૃ થશે. વડાપ્રધાન એ નક્કી કરશે કે ક્યા મંત્રીએ સરકારની યોજનાઓને કેટલા અંશે સફળત બનાવી. આમ તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની બેઠક દર મહિને મળે છે, પરંતુ જ્યારે કેબિનેટ વિસ્તરણની અટકળો ચાલી રહી છે, ત્યારે મંત્રીઓના પ્રદર્શનની સમીક્ષા કરવી ઘણું મહત્ત્વ ધરાવે છે. કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે ગત્ મોડી રાત્રે મોદી અને ભાજપ પ્રમુખ ... વધુ વાંચો »

Jun 30, 2016
પેરિસ તા. ૩૦ઃ યુરો કપ ફુટબોલમાં ક્વાર્ટર ફાઇલ મેચની શરૃઆત થઇ ગયા બાદ હવે શુક્રવારે વધુ એક રોમાંચક મેચ રમાનાર છે. જેમાં વેલ્સની બેલ્જિયમ સામે જોરદાર ટક્કર થનાર છે. બન્ને ટીમો મોટા ઉલટફેર કરીને ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી છે. જેથી આ મેચમાં હવે કોની જીત થાય છે તેના પર નજર રહેશે. એકબાજુ વેલ્સના ચાહકોની નજર સ્ટાર ખેલાડી ગેરાથ બેલ્સ પર રહેશે. તે હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના સાથી ખેલાડી પણ તેને પૂર્ણ મદદ કરવા માટે તૈયાર થયેલા છે. બીજી બાજુ બેલ્જિયમના ખેલાડીઓનો નૈતિક જુસ્સો વધી ગયો છે. બેલ્જિયમની ટીમ પણ જોરદાર ... વધુ વાંચો »

Jun 30, 2016
ખંભાળિયા તા. ૩૦ઃ ખંભાળિયા શહેરના નસીબમાં માત્ર હાડમારી અને હાલાકી જ રહી હોય તેમ થોડા સમય થયા શહેરમાં વરસાદી છાંટાના કારણે રબડીનું સામ્રાજય તેમજ ભૂગર્ભ ગટર યોજના અને પાણીની અનિયમિતતાથી નગરજનો તંગ આવી ગયા છે. ખંભાળિયા શહેરમાં મંગળવાર અને બુધવારે વરસાદના સામાન્ય ઝાપટાં વરસતાની સાથે જ આખા શહેરમાં કાદવ-કિચડનું સામ્રાજય છવાઈ ગયું છે. શહેરના માર્ગાે પર વાહનચાલકો તથા રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભૂગર્ભ ગટર યોજનાના કામોના કારણે શહેરમાં રસ્તાનું નામ-નિશાન રહ્યું નથી ત્યારે આ સ્થળોએ ચીકણી માટી તથા રસ્તાની ખાડાઓ અને કડના કારણે વાહન ચાલકો અને ... વધુ વાંચો »

Jun 30, 2016
ખંભાળિયા તા. ૩૦ઃ દેવભૂમિ દ્વારકાના જિલ્લા શિક્ષણાધિકાર તરીકે નિમાયેલા એસ.જે. ડુમરાણીયાએ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળતાની સાથે જ કડક કામગીરીનો પ્રારંભ કરી શાળાઓમાં ચેકીંગ કામગીરી શરૃ કરી છે. આથી ખાસ કરીને ચોક્કસ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે તથા મોબાઈલ ફોનપ્રેમી શિક્ષકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વર્ષ ૨૦૧૪ના પરિપત્ર મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકો વર્ગખંડમાં મોબાઈલ ફોન લઈ જઈ શકતા નથી, પરંતુ ગઈકાલે કરેલા ચેકીંગમાં પ૦ શિક્ષકો પાસે મોબાઈલ ફોન મળી આવતા તેમને નોટીસ આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડુમરાણીયાએ શાળાની મુલાકાત સમયે મધ્યાહન ભોજન યોજનાના રૃમ, ભોજનનું મેનુ સંખ્યા, ગુણવત્તા વગેરે અંગે ... વધુ વાંચો »

Jun 30, 2016
નવી દિલ્હી તા. ૩૦ઃ કેન્દ્ર સરકારે અંતે નવી શિક્ષણ નીતિના મુસદ્દાની જાહેરાત કરી દીધી છે. નવી નીતિમાં શિક્ષણ આયોગ, વિદેશી યુનિવર્સિટીને માન્યતા, ગુણવત્તાયુક્ત શિક્ષણના પ્રબંધો અને ધોરણ ૮ સુધી નાપાસ નહીં કરવાનો નિર્ણય બદલવા સહિતના ફેરફારો થયા છે. કેન્દ્ર સરકારના માનવ વિકાસ સંશાધન મંત્રાલયે સુબ્રમણ્યમ્ સ્વામી સમિતિની ભલામણોના આધાર પર નવી શિક્ષણ નીતિનો મુસદ્દો જાહેર કર્યો છે. તેમાં આઠમા ધોરણ સુધી નાપાસ નહીં કરવાની સ્થિતિમાં બદલાવના સંકેતો આપવામાં આવ્યા છે. મુસદ્દામાં જણાવાયું છે કે, ગુણવત્તામાં સુધારા માટે તેને પાંચમા ધોરણ સુધી જ સીમિત રાખવું જોઈએ. નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની ... વધુ વાંચો »

Jun 30, 2016
અમદાવાદ તા. ૩૦ઃ અમદાવાદની એક સ્થાનિક અદાલતે 'ફેંકુજી હવે દિલ્હીમાં' પુસ્તકના વેંચાણ પર પ્રતિબંધ મૂકવાની અરજી ફગાવી દીધી છે. આ પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે વાંધાજનક લખાણ હોવાની ફરિયાદ થઈ હતી. જયેશ શાહ લિખિત પુસ્તક 'ફેંકુજી હવે દિલ્હી' માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વચનો પૂરા નહીં કરવાનો ઉલ્લેખ કરાયો છે. ગત્ સપ્તાહે નરસિંહભાઈ સોલંકીએ આ પુસ્તકના વેંચાણ પર પ્રતિબંધ મૂકવા એક સિવિલ કોર્ટમાં અરજી કરી હતી, અને મોદીને પણ પક્ષકાર ગણાવ્યા હતાં. અરજદારે તેમના દાવામાં એવી રજૂઆત કરી હતી કે મોદીએ સરકાર રચી, તેને બે વર્ષ જ થયા છે, અને આટલા ટૂંકા ગાળામાં ... વધુ વાંચો »

Jun 30, 2016
અમદાવાદ તા. ૩૦ઃ નર્સિંગની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારનારા પારૃલ યુનિવર્સિટીનાં સંચાલક જયેશ પટેલે ભાજપ સાથે હાથ મિલાવીને શિક્ષણના નામે ફી-ડોનેશનની ઉઘાડી લૂંટ ચલાવી કરોડોની કમાણી કરી છે. જાણીને ચૌકી જવાય એવી વાત એ છે કે શિક્ષણના નામે જયેશ પટેલ વર્ષે રૃા. ૧૨૭ કરોડનો વેપલો કરે છે. પારૃલ યુનિવર્સિટીને વિવિધ અભ્યાસક્રમોની મંજુરી આપી ભાજપ સરકારે જ ડોનેશન રૃપે કમાણી કરવા જયેશ પટેલને ખૂલ્લો દોર આપવામાં આવ્યો છે. માત્ર ડોનેશન પેટે જ જયેશ પટેલ વર્ષે ૪૨ કરોડનું ઉઘરાણું કરે છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ લાલપુરના મુરીલા ગામમાં આવેલા એક ખેતરમાં ગાડામાર્ગ ન હોવા છતાં ગઈકાલે વીસેક જેટલા સ્ત્રી-પુરૃષોએ ત્યાં હલ્લો મચાવી વાડીની ફેન્સીંગને નુકસાન કરી રસ્તો બનાવી લેતા આ ખેતરના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લાલપુર તાલુકાના મુરીલા ગામની સીમમાં ખેતર ધરાવતા જામનગરના કૃષ્ણનગરમાં રહેતા જેઠાભાઈ હમીરભાઈ પોસ્તરીયાની જમીનમાંથી રેવન્યુ રેકર્ડ મુજબ કોઈ રસ્તો ન નીકળતો હોવા છતાં મુરીલા ગામના ધરણાંત નારણભાઈ ડાંગર, ભીખાભાઈ એન. બામરોટીયા નામના શખ્સો ત્યાં રસ્તો હોવાનું કહી જબરદસ્તી કરતા હતા. આ સ્થળે જેઠાભાઈએ બેલાની દીવાલ કરી, ફેન્સીંગ ગોઠવી તેના પર સીસીટીવી કેમેરો મૂકી દીધો હતો તેમ ... વધુ વાંચો »

Jun 30, 2016
ખંભાળીયા તા. ૩૦ઃ ખંભાળીયાની વિજ્યા બેંકના બ્રાંચ મેનેજર શ્રી યાદવની ખંભાલીયાથી વડોદરા બદલી થતાં તેમના સ્થાને સુજીતકુમારની નિયુક્તિ થઈ છે. જેથી તેઓએ ચાર્જ સંભાળ્યો છે, અને શ્રી યાદવને વિદાયમાન અપાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વિજ્યા બેંકના બ્રાંચ મેનેજર યાદવ ગ્રાહકોને ખૂબ જ ઉપયોગી થતાં હતાં સ્ટાફ ઓછો હોય કે રજા પર હોય ત્યારે આ મેનેજર ગેરહાજર કર્મચારીના ટેબલ પર બેસીને તેઓ કામગીરી કરતા હતાં. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ નવી દિલ્હીથી કોમ્પ્યુટર બેઝ્ડ સી.એસ. ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર કેન્દ્રનું પ૩ ટકા પરિણામ આવ્યું છે. જામનગરમાંથી ૧પ વિદ્યાર્થીઓમાંથી ૮ છાત્રો ઉત્તીર્ણ થયા છે. જૂન ર૦૧૬ માં લેવાયેલી કોમ્પ્યુટર બેઝ્ડ સી.એસ. ફાઉન્ડેશનનું પરિણામ ગઈકાલે નવી દિલ્હીથી જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર કેન્દ્રમાંથી પરીક્ષા આપનાર કુલ ૧પ લાત્રોમાંથી ૮ છાત્રો ઉત્તીર્ણ થતા જામનગર કેન્દ્રનું પ૩ ટકા પરિણામ આવ્યું છે. જામનગર સેન્ટરમાંથી પ્રથમ સ્થાને સાત્વિક કોટેચા, દ્વિતીય હિરેન્દ્રસિંહ ચુડાસમા અને તૃતીય સ્થાને રવિ રાબડિયા ઉત્તીર્ણ થયા છે. સી.એસ. ડાઉન્ડેશનમાં રાજકોટ કેન્દ્રનું સરેરાશ ૬૯.૭પ ટકા અને ... વધુ વાંચો »

Jun 30, 2016
ઈડરમાં સગીરા પર ત્રણ શખ્સોએ આચરેલું દુષ્કર્મઃ પોલીસ ફરીયાદ. વધુ વાંચો »

Jun 30, 2016
ખંભાળિયા તા. ૩૦ઃ ગુજરાતમાં સાર્વત્રિક રીતે જીવન જરૃરી ચીજવસ્તુઓના ભાવ આભને આંબવા લાગ્યા છે. મોંઘવારીના વિરોધમાં ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા જનતાનો અવાજ ઊઠાવી, ગાડાઓ સાથે રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હાલના સમયમાં મંદીના માહોલ વચ્ચે મોટાભાગની તમામ જીવન જરૃરી ચીજવસ્તુઓના ભાવમાં કમ્મરતોડ ભાવ વધારો સરકાર દ્વારા લાદવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય વર્ગ તથા ગરીબ પ્રજાને જીવન નિર્વા ચલાવવા માટે ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. આ સાથે કાળાબજાર, સટ્ટાખોરી, નફાખોરી તથા સંગ્રહખોરી જેવા અનિષ્ટોએ પણ અજગર ભરડો લીધો હોવાનું જણાવી ખંભાળિયા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ ઉગ્ર રોષ સાથે ... વધુ વાંચો »

Jun 30, 2016
અમદાવાદ તા. ૩૦ઃ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સી.એમ. અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવવાના હતાં, જો કે આખરી ઘડીએ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓનો આક્ષેપ છે કે ભાજપ સરકારના દબાણને લીધે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ દ્વારકામાં ઈસ્કોન ગેઈટ પાસે આવેલા એક કૂવામાંથી ગઈકાલે વાછરડીનો મૃતદેહ મળી આવતા ગૌસેવકોમાં આઘાત સાથે રોષ પ્રસર્યાે છે. પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે. દ્વારકામાં નાગેશ્વર તરફ જતા માર્ગ પર ઈસ્કોન ગેઈટ નજીક એક અવાવરૃ વાડામાંથી ગઈકાલે બુધવારે એક નાની વાછરડીનો મૃતદેહ પડ્યો હોવાનું આ વિસ્તારના રાહદારીઓ, રહેવાસીઓના ધ્યાને આવ્યું હતું. આ સ્થળે નિરીક્ષણ કરતાં અવાવરૃ વિસ્તારમાંથી સાંપડેલા વાછરડીના મૃતદેહના કાન કપાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતની જાણ થતા દ્વારકાના ગૌસેવકોએ એકત્ર થઈ ગયા હતા. રબારી અશોકભાઈ જીવરાજભાઈ વાઘેલાએ પોલીસમાં જાણ કરતા જેના અનુસંધાને સ્થાનિક ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ ભાણવડ તાલુકામાં રહેતા એક પરપ્રાંતીય શ્રમિક પરિવારના પાંચ વર્ષના બાળકનું રમતા-રમતા કૂવામાં પડી જવાના કારણે કરૃણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશ રાજ્યના જાંબવા જિલ્લાના મૂળ રહેવાસી અને હાલ ભાણવડ નજીકના જરારા સીમ વિસ્તારમાં રહેતા અને સવજીભાઈ ત્રિકમભાઈની વાડીમાં મજૂરી કામ કરતા મડીયા મોહનસીંગ શિંગાળા નામના ૨૬ વર્ષના આદીવાસી યુવાનનો પાંચ વર્ષનો પુત્ર પરેશ ઉર્ફે કાળો ગઈકાલે બુધવારે અન્ય બાળકો સાથે આ વિસ્તારની વેરાડી નદીની રેતીમાં રમતો હતો. આ વેળાએ બાળકો રમતા-રમતા ત્યાં આવેલા પાણી ભરેલા એક કૂવા પાસે પહોંચી ગયા પછી પરેશ ઉર્ફે કારો ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ હખમુખરાય ગોકલદાસ શાહ મેમોરીયલ ટ્રસ્ટ જામનગર સંચાલિત શાળા શૃંખલામાં ૮મી શાળા ગોકલદાસ શાહ ઈંગ્લીશ મીડિયમ હાયર સેકન્ડરી સ્કૂલનો પ્રારંભ તા. ૨-૬-૧૬ના થનાર છે. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને સ્વામીનારાયણ મંદિરના સ્વામી ચતુર્ભુજદાસ શાસ્ત્રી તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, અતિથિવિશેષ તરીકે મહેન્દ્રકુમાર અને હરિકિશોર મહેતા ઉપસ્થિત રહેશે. તા. ૨-૭-૧૬ને શનિવાર સવારે ૧૦ વાગ્યે જી.ડી. શાહ સ્કૂલ બિલ્ડીંગ (માણેકનગર)માં આયોજીત આ લોકાપર્ણ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણભાઈ શાહ, સેક્રેટરી ભરતભાઈ શાહ, ખજાનચી રાજેન્દ્રભાઈ શાહ, સલાહકાર મુકુન્દરાય શાહ, ટ્રસ્ટી અને સુરેન્દ્રભાઈ શાહ, અશ્વિનભાઈ શાહ, જીતેન્દ્રભાઈ શાહ, મનોજભાઈ શાહ અને જીતેન્દ્રભાઈ શાહ ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ લાલપુરના કાના છીકારી ગામમાં રહેતા એક મેર યુવાને તથા શેઠવડાળાના પટેલ વૃધ્ધાએ પોતાની બીમારીથી કંટાળી આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યાે છે. જ્યારે ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા એક કોળી યુવાને અગમ્ય કારણસર અગ્નિસ્નાન કરી જિંદગીનો અંત આણ્યો છે. આત્મહત્યાના ત્રણેય બનાવોની પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. લાલપુર તાલુકાના કાના છીકારી ગામમાં આવેલી અજીતસિંહ તખુભા ચુડાસમાની વાડીમાં રહેતા ખાપર ગામના હમીરભાઈ આવળાભાઈ ઓડેદરા નામના બત્રીસ વર્ષના મેર યુવાને ચારેક મહિના પહેલાં પોતાના પગના તળિયામાં ઓપરેશન કરાવ્યું હતું ત્યાર પછી હમીરભાઈ ચાલી શકતા ન હોય, તેઓ લાકડીઓ ટેકો લેતા હતા. આ પરિસ્થિતિથી કંટાળી ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ ભાણવડના આંબલીયા ગામે રહેતાં સગર વિનોદભાઈ કારેણાના પત્ની ચેતનાબેન (ઉ.વ.રર) મંગળવારે સાંજના સમય સ્ટવ પર ચા બનાવતા હતા ત્યારે અચાનક સ્ટવની ટાંકી ફાટતાં તેણી ગંભીર રીતે દાઝી ગયા હતા. આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગર શહેરમાંથી બે બાઈકની ઉઠાંતરી થયાની જ્યારે આરંભડામાંથી એક બાઈક ઉપાડી જવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે જેમાં એક શખ્સનું નામ શકદાર તરીકે આપવામાં આવ્યું છે. જામનગરના ગોકુલનગરમાં જકાતનાકા પાસે રહેતા દિલીપભાઈ માધવજીભાઈ પરમારનું જીજે-૧૦-એન ૧૯૭૮ નંબરનું એમ-૮૦ સ્કૂટર ગઈ તા.૧૮ની સવારે તેના ઘર પાસેથી ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના શરૃ સેકશન રોડ પર રહેતા હિતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાનું જીજે-૧૦-બીઈ ૪૮૮૩ નંબરનું હીરો મોટરસાયકલ ગઈ તા.ર૩ની રાત્રે ખોડિયાર કોલોની પાસેથી ચોરાઈ ગયાની ફરિયાદ કરવામાં આવી છે. મીઠાપુર નજીકના આરંભડા વિસ્તારમાંથી પંકજભાઈ નામના ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં વોર્ડ નં. ૨માં નંદનવન પાર્ક-૧માં તાજેતરમાં તા. ૨૪ના સાંજે વીજ થાંભલાના ખૂલ્લા વાયરોને કારણે વીજશોક લાગતા ગાયનું મૃત્યુ નિપજ્યું હતું. ગાયના મૃત્યુથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. આથી ગાયના મૃત્યુની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા વોર્ડ નં. ૨ના નગરસેવક જયેન્દ્રસિંહ ઝાલાએ કમિશ્નરને રજુઆત કરી છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ સમાજ સેવક મહાવીર દળ-જામનગર સંચાલિત આદર્શ સ્મશાનની વિદ્યુત ભઠ્ઠી નં.ર, વાર્ષિક સમારકામ (એન્યુઅલ મેઈન્ટેનન્સ) માટે તા.ર જુલાઈ ૨૦૧૬ શનિવારથી તા.ર૦ જુલાઈ ૨૦૧૬ સોમવાર સુધી બંધ રહેશે જેની સર્વેએ નોંધ લઈ સહકાર આપવા સ્મશાન વ્યવસ્થા સમિતિના માનદ્દમંત્રી દર્શન ઠક્કર તરફથી અનુરોધ કરાયો છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ ખંભાળીયા તાલુકાના ભરાણા ગામે રહેતો અકબર હનીફભાઈ જુરન નામનો વાઘેર યુવાન એક કંપનીમાં કામ કરવા જતા હોય, તેના પગારના પૈસા બાકી હોવાથી આ યુવાનના પિતા હનીફભાઈ ઈશાભાઈ વાઘેર (ઉ.વ. ૪૯)એ ઉઘરાણી કરતાં તેનાથી ઉશ્કેરાઈને ભરાણા ગામના રહેવાસી અસગર મામદ સંઘાર, તેનો ભાઈ જાવીદ તથા સલીમ નામના ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે ઘાતકી હુમલો કરી પિતા-પુત્રને ઢીકા-પાટુનો માર માર્યાની ફરિયાદ વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં ચોમાસામાં છાશવારે વીજળી ગુલની સમસ્યા સર્જાય છે આથી ગ્રાહકોને ભારે મુશ્કેલી પડે છે. ગ્રાહકો વીજળી ગુલની ફરિયાદ માટે ફોન કરે છે ત્યારે વીજતંત્રનો ફરિયાદ વિભાગનો ફોન સતત વ્યસ્ત આવે છે. આથી ગ્રાહકોની મુશ્કેલી બેવડાઈ છે. હાલમાં બેંકો અને અન્ય સરકારી કચેરીમાં ઓનલાઈન ફરિયાદ થઈ શકે છે. માટે વીજ ધાંધિયાની ફરિયાદ પણ ઓનલાઈન અથવા વોટ્સએપ દ્વારા નોંધવા જામનગર ગ્રાહક સુરક્ષા મંડળે પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરને રજૂઆત કરી છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં કેશવલાલ આર. શાહ ચેરી.ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા બહેનો માટે વિનામૂલ્યે એક વર્ષિય પેરા મેડિકલ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શરીર વિજ્ઞાન, આયુર્વેદ (પંચકર્મ), એક્યુપ્રેશર થેરાપી, સુજોક થેરાપી, શિવામ્બુ ચિકિત્સા, નેચરોપેથી, યોગ થેરાપી વિગેરે વિષયોમાંથી ૧૮ થી રપ વર્ષની વય ધરાવતા ધો. ૧રમાં ઉત્તીર્ણ અથવા કોઈપણ વિદાશાખાના સ્નાતક બહેનો જુલાઈ-ર૦૧૬ થી જુલાઈ-ર૦૧૭ દરમિયાન જોડાઈ શકશે અને તેઓને યોગ્યતાના ધોરણે સર્ટીફિકેટ આપવામં આવશે. ફોર્મની તાલીમ માટે પસંદગી પામેલ બહેનોને સ્ટાઈપેન્ડ આપવામં આવશે. આ સંદર્ભના ફોર્મ મેળવવા માટે છેલ્લી માર્કશીટની નકલ તથા લીવીંગ સર્ટી સાથે આજે સાંજે ૪.૩૦ થી ૭ દરમિયાન પ્રભાબેન ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરની રાધિકા એજ્યુકેર સ્કૂલ દ્વારા ટીચર્સ માટે રીડીંગ સબ સ્કીલ્સ તથા ઓટિસમ અવેરનેસ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાધિકા એજ્યુકેર સ્કૂલના શિક્ષકો, પ્રિન્સિપાલ શિવાની આચાર્ય, જૈન એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ભરતેષ શાહ તથા ટ્રસ્ટી અતુલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતાં. રીડીંગ સબ સ્કીલ્સમાં કોઈપણ સાહિત્ય વર્તમાનપત્ર, મેગેઝિન, પુસ્તક ઈત્યાદિ સાહિત્યમાંથી મેળવેલી માહિતીના વિદ્યાર્થીઓને સચોટ અર્થ તથા ભાવાર્થ કઈ રીતે સમજવા તથા સમજાવવા તેના વિશે ટીચર્સને વૈદેહી મજીઠિયાએ માર્ગદર્શન આપ્યું હતું. ઓટિસમ અવેરનેસમાં ઓટિસ્ટિક બાળક કઈ રીતે વર્તણૂક કરે છે...? તથા તેના ક્યા-ક્યા લક્ષણો હય છે...? તેના ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ દ્વારા આગામી તા. ૩.૭.ર૦૧૬ ના સવારે ૧૦ થી ૧ર સુધી જ્ઞાતિની બ્રહ્મપુરી ગુલાબનગર, સિન્ડિકેટ સોસાયટીમાં એક્યુપ્રેશર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદ્ધતિના નિષ્ણાત અશોકભાઈ ભટ્ટ કેમ્પમાં સેવા આપશે. ખાસ કરીને કમરનો, ગોઠણનો દુઃખાવો, નસનો દુઃખાવો, સાયટિકા, સંધિયા, સહિતના રોગમાં ખૂબ જ અસરકારક આ સારવાર પદ્ધતિનો લાભ લેવા જ્ઞાતિના પ્રમુખની યાદીમાં જણાવાયું છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરના બેડેશ્વરમાં રહેતી મિયાણા યુવતીનું અકસ્માતે દાઝી જવાથી મૃત્યુ નિપજ્યું છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા હબીબભાઈ જુસબભાઈ માણેકની પુત્રી રહીમાબેન (ઉ.વ.૨૧) મંગળવારે રાત્રે પોતાના ઘરે રસોઈ બનાવતી વેળાએ અકસ્માતે દાઝી જતાં તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ યુવતીનું સારવાર દરમ્યાન ગઈકાલે મૃત્યુ નિપજતા એએસઆઈ જે.ડી. ચાવડાએ હબીબભાઈનું નિવેદન નોંધી મૃતદેહનો કબજો સંભાળ્યો છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા અલારખા ઈસ્માઈલ સરવાદ, ભોજા ગગુ મસુરા, કરણા પીઠા બેલા અને ઈકબાલ સીદીક બારૈયાને પોલીસે રૃા.ર૦,ર૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે નારણ અરજણ સગર અને ગંગાભાઈ સવાભાઈ સગર નામના બે શખ્સો ફરાર થઈ જતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ વાંચો »

Jun 30, 2016
શ્રીનગર તા. ૩૦ઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મૂફ્તીએ વિધાન પરિષદને એવી માહિતી આપી છે કે ૨૦૦૨ પછી પાકિસ્તાન તરફથી ૧૧૨૭૦ વખત યુદ્ધવિરામનું ઉલ્લંધન કરવામાં આવ્યું છે. દોઢ દાયકામાં પાકિસ્તાન તરફથી સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થતું રહ્યું છે. તેમણે એવી માહિતી આપી છે કે ૨૦૦૨ પછી પાકિસ્તાન સીમા પર ગોળીબાર કરવાની ઘટનાઓ પણ સેંકડોની સંખ્યામાં છે જેમાં અત્યાર સુધી ૧૪૪ જેટલા સુરક્ષાકર્મી સહિત ૩૧૩ લોકો શહીદ થઈ ગયા છે. પાકિસ્તાન તરફથી સતત નકારાત્મક વલણ અપનાવવામાં આવી રહ્યું છે ત્યારે એમણે કહ્યું કે આ પ્રકારની નકારાત્મકતા હવે બંધ થવી જોઈએ. એક સવાલના લેખિત જવાબમાં મહેબૂબાએ આંકડાકીય ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગરઃ ગુર્જર સુતાર જ્ઞાતિના દિનેશભાઈ અંબાસણાના પત્ની ભારતીબેન (ઉ.વ. પપ), તે સ્વ. ધીરજલાલ, સ્વ. બાબુભાઈના નાનાભાઈના પત્ની તથા નિમેશ, અમીશ, ભાવેશ, ચાંદનીબેનના માતાનું તા. ર૯-૬-ર૦૧૬ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧-૭-ર૦૧૬ ના સાંજે ૪ થી પ દરમિયાન વિશ્વકર્મા પ્રભુજી મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ ખંભાળીયાના સખપર વાડી વિસ્તારમાં રહેતા સામુબેન રણમલભાઈ નકુમ નામના ૭૦ વર્ષના વૃદ્ધા અહીંના માર્કેટીંગ યાર્ડ પાસેથી ચાલીને જતા હતાં, ત્યારે પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-૧૦ બી.ડી. ૪૧ર૮ નંબરના મોટર સાયકલ ચાલકે સામુબેનને હડફેટે લેતાં તેણીને ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરના કિસાન ચોકથી આગળ આવેલા મોદીના વાડા પાસે રહેતા રશ્મિકાંત કેશુભાઈ કનખરા નામના સાંઈઠ વર્ષના ભાનુશાળી વૃધ્ધ છેલ્લા બે મહિનાથી બીમાર રહેતા હતા જેઓની સારવાર કરાવવામાં આવી રહી હતી તે દરમ્યાન ગઈરાત્રે આ વૃધ્ધને ગભરામણ થતા પુત્ર રાજેશભાઈએ તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં આજે સવારે રશ્મિકાંતભાઈનું મૃત્યુ નિપજતા પોલીસને જાણ કરવામાં આવી છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ ભાણવડમાં રહેતા સગર પરબતભાઈ અરશીભાઈ કરથીયાની દસ વર્ષની પુત્રી કોમલ ગયા સોમવારે પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે તેણીને ત્યાંથી પસાર થતી વીજ લાઈનમાંથી ઈલેકટ્રીક શોક લાગતા તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે પરબતભાઈનું નિવેદન નોંધ્યું છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ વર્ષ ર૦૧૬-૧૭ ના જામનગર રોટરી ક્લબના પ્રમુખ ગીરધર રાઠોડ અને તેની ટીમ તથા રોટ્રોકેટ ક્લબના પ્રમુખ રૃષભ ઠાકર અને તેની ટીમનો શપથગ્રહણ સમારોહનું આયોજન  તા. ૧/૭ ના સુભાષ બ્રીજ પર આવેલા ધીરૃભાઈ અંબાણી વાણિજ્ય ભવનમાં રાત્રે ૭ કલાકે કરવામાં આવ્યું છે. સમારોહમાં અતિથિવિશેષ તરીકે એસ.પી. પ્રદીપ સેજુળ અને ડી.ડી.ઓ. એમ.એ. પંડ્યા ઉપસ્થિત રહેશે. સંસ્થાના નવા હોદ્દેદારોને સુરેશ ગાંધી શપથગ્રહણ કરાવશે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જિલ્લા પાણી સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર આર.જે. માકડીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં કલેક્ટર માકડીયાએ જિલ્લા પાણી સમિતિના સંબંધિત અધિકારીઓને જિલ્લાના છેવાડાના ગામ સુધી જ્યાં પાણીની માંગણી કરી હોય તે તમામ ગામોમાં પીવાનું પાણી તાત્કાલિક પહોંચાડવા માર્ગદર્શન સાથે જરૃરી સૂના આપી હતી. નાગરિકોને પીવાના પાણી તથા ઘાસચારાને લગત કોઈપણ રજૂઆત / ફરિયાદના અસરકારક નિકાલ માટે કંટ્રોલરૃમ શરૃ કરવામાં આવ્યો છે. જે ચીટનીશ ટુ કલેક્ટર શ્રી જી.ડી. બારીયાની સીધી દેખરેખ હેઠળ રહેશે. જેના ફોન નં. ૦ર૮૮-રપપ૬૧૦ર અને રપપ૭૬૦૧ ર-૩ એક્ષટેન્શન નં. ૧૧૩ ઉપર સવારના ૮.૦૦ થી સાંજના ૮.૦૦ કલાક સુધી ... વધુ વાંચો »

Jun 30, 2016
ભાણવડ તા. ૩૦ઃ ભાણવડ તાલુકા કોંગ્રેસે મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં કમરતોડ વધારા સામે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભાજપના શાસનમાં મોંઘવારીએ માઝા મૂકતા ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાણવડના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. આવેદનપત્રમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે શાકભાજી, કઠોળ, દૂધ, તેલના ભાવમાં બેફામ વધારો થતા ધીમે-ધીમે સ્વપ્નરૃપ બનતા જાય છે. કમરતોડ ભાવ વધારાથી લોકોનું જીવન દોયલું બન્યું છે. રાજ્યમાં નફાખોરી અને ભ્રષ્ટાચારે અજગરી ભરડો લીધો છે. આથી જો મોંઘવારી ડામવા પગલાં નહીં ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ એશિયાટિક સોસાયટી ફોર અકલ્ટ સાયન્સિઝના સાઈ ચિકિત્સા સેવા સંઘ દ્વારા ગુરુણૂર્ણિમાની રાતે ગાંધીનગરના શીરડી સાઈબાબા મંદિરમાં 'સાઈ શ્વાસહરકલ્પ' નામક આયુર્વેદિક ઔષધિનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ૧૯ જુલાઈના રાત્રે ૯.૩૦ કલાકે દર્દીઓએ હાજર રહેવું. કેમ્પમાં ભાગ લેવા માટે દર્દીઓએ મંદિરમાં નામ લખાવવાના રહેશે. વધુ માહિતી તથા રજિસ્ટ્રેશન માટે મંદિરના  મેનેજિંગ ટ્રસ્ટી કનકસિંહ જાડેજા (૯૯૦૯૦ ર૧૬૬૩), સાઈ ચિકિત્સા સેવા સંઘના પ્રમુખ પોપટભાઈ મોઢવાડિયા (૯૪ર૭ર ર૭ર૧૭) નો સંપર્ક કરવો તેમ સેક્રેટરી ચંદારાણાની યાદીમાં જણાવ્યું છે. વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ર૪ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-ડીપ્રેશન ઓમાન બાજુ ફંટાઈને ચક્રવાતમાં પરિવર્તિત થઈ ગયું છે, જેના કારણે આવનારા ર૪ કલાકમાં સોરાષ્ટ્રના દરિયા કિનારા સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. લો-પ્રેશર પછી ચોમાસુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવનારા ર૪ કલાક સુધી વરસાદી માહોલ જોવા મળશે, તેમજ શહેરમાં ભેજનું પ્રમાણ વધવાની ... વધુ વાંચો »

Jun 30, 2016
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં વર્ષ ર૦૧પ માં નવીનિકરણ પામેલા જૈન ભોજનાલયનું ૧ ડિસેમ્બરના જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટરનેશનલ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ સુરેશભાઈ કોઠારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને સમસ્ત જૈન સમાજ દ્વારા વ્યાપક આવકાર મળ્યો છે. 'જૈન ભોજલાય' આર્થિક રીતે નબળા વર્ગ માટે નહીં, પરંતુ જૈન સમાજના તમામ ફિરકાના અને તમામ વર્ગના લોકો માટે છે તેવી ભાવના કેળવાય તે માટે વખતો વખત સમાજના આગેવાનો તેમના જન્મદિન-લગ્નદિન વિગેરેની ઉજવણી કરવા માટે ભોજનાલયમાં પધારે તે ... વધુ વાંચો »

અર્ક

  • દરેક વ્યક્તિની જરૃર હોય છે અને કોઈ વ્યક્તિ અનિવાર્ય હોતો નથી.

કાર્ટૂન કોર્નર

વિક્લી ફિચર્સ

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તમે તમારા પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. મિત્રો કે સ્વજનો અંગેનાં કોઈ પ્રશ્નો હશે તો ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તણાવ કે બોધરેશનમાંથી બહાર નીકળી શકશો. રાહતનો અનુભવ થવા પામે. આર્થિક સમસ્યાનો ઉકેલ મળે. શુભ રંગઃ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

ઘરની કે બહારની પ્રવૃત્તિઓ અંગે જોઈતી મદદ કે સ્થિતિનું નિર્માણ કરી શકશો. શત્રુ-વિરોધીઓ ફાવે નહીં. શુભ ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

ધીમેધીમે સાનુકૂળ સંજોગો બનતા જણાય. પ્રગતિનો માર્ગ મોકળો બને. કૌટુંબિક કાર્યો થવા પામે. શુભ રંગઃ લવંડર ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

આપના ગુંચવાયેલા કામકાજો વ્યવસ્થિત બનાવી શકશો. કાર્ય સફળતાની તક આવી મળે. શુભ રંગઃ જાંબલી - શુભ ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

વ્યવસાયિક બાબતોથી ગુંચવણો ઉકેલી શકશો. આપની ચિંતાઓ હળવી બને. મિત્રોનો સહકાર મળવા પામે. શુભ રંગઃ પીળો ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

કોઈ મહત્ત્વના કામકાજમાં જણાતી મુશ્કેલી દૂર કરવાનો ઉપાય મળે. કૌટુંબિક બાબત અંગે સાનુકૂળતા રહેવા પામે. શુભ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના પ્રયત્નોને સફળ બનાવી શકશો. મિત્ર-સ્વજનની મદદથી પ્રગતિનાં પંથે અગાળ વધી શકાય. શુભ રંગઃ મોરપીંછ - ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના નોકરી કે ધંધાના ક્ષેત્રે આંતરાયો હશે તો ધીમે-ધીમે દૂર થવા પામે. કોઈ અણધારી મદદ ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

લાભદાયી કાર્યરચના અને વિકાસનું આયોજન લાંબાગાળે ફળદાયી બનતું લાગે. ચિંતા દૂર થવા પામે. શુભ રંગઃ લાલ ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

સો નિરાશામાં એક અમર આશા રહેલી છે તે ધ્યાનમાં લઈ ચાલશો તો સિદ્ધિ-સફળતા હાંસલ કરી ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નકારાત્મક વલણ છોડીને કામ અને ધ્યેયને જોઈ ચાલવાથી લાભ અને ઈષ્ટફળ મળે. સ્વજનથી વિચારભેદ ટાળવા. શુભ ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે સફળતાદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન આપના ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે નવિન કાર્યરચના કરાવવાના યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમય દરમિયાન વ્યાપાર-રોજગાર ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે આર્થિક સંકટમાંથી ઉગારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયમાં આપને આપના મિત્રો, ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારૃં સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયગાળામાં નવી વ્યક્તિ સાથે મુલાકાત ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયમાં આરોગ્ય આપનું ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે પ્રયત્નોનું મીઠું ફળ અપાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ દિવસો દરમિયાન ભૂતકાળમાં ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે આત્મમંથન કરાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન આપ આપના ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન ... વધુ વાંચો »

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00

શબ્દવ્યુહ

crossword

હવામાન

વિક્લી ફિચર્સ

સંગત