Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાનહાનિના કોઈ સમાચાર નથીઃ કિ.મી. ઉંડાઈએ કેન્દ્રબિંદુ
લદાખ તા. ૧૯: લદાખમાં પ.૭ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે. કાશ્મીરથી લઈને તઝાકિસ્તાન સુધી ધરા ધ્રૂજી છે.
કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં સોમવાર ૧૯-જાન્યુઆરીના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતાં, જેના કારણે લેહ સહિતના વિસ્તારોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. આ ભૂકંપની અસર કાશ્મીર અને પડોશી દેશ તઝાકિસ્તાન સુધી જોવા મળી હતી. રાહતની વાત એ છે કે, આ ભૂકંપને કારણે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લદાખમાં સોમવારે સવારે ૧૧ વાગ્યેને પ૧ મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા પ.૭ માપવામાં આવી હતી. એસીએસ એ જણાવ્યું કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૭૧ કિ.મી. નીચે હતું. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા લદાખની બહાર કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાયા હતાં.
સોમવારની સવાર દેશના ઉત્તરીય ભાગ માટે ભૂકંપના આંચકાઓથી ભરેલી રહી. લદાખ પહેલા, રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. એનસીએસ મુજબ દિલ્હીમાં સવારે ૮ વાગ્યેને ૪૪ મિનિટે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ર.૮ હતી. આ ભૂકંપનું કેન્દ્ર ઉત્તરી દિલ્હીમાં જ નોંધાયું હતું અને તેની અસર હરિયાણાના સોનીપત સુધી જોવા મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial