Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રક્ત દાતાઓને ભેટ અને પ્રશસ્તિપત્રથી સન્માનઃ
ખંભાળીયા તા. ૧૯: લોહીની ખામી વાળા સગર્ભા બહેનો તેમજ ડિલિવરી દરમ્યાન કે પછી પણ બ્લડ આપવું પડતુ હોય અને થેલેસેમીયાના દર્દીઓને દર મહિને બ્લડ આપવાનું હોવાથી જનરલ હોસ્પિટલ ખંભાળીયામાં બ્લડની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. બ્લડની અછત ન રહે તે માટે છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા નિયમિત રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે.
તા. ૧૫-૧-૨૬ના પાછતર આરોગ્ય કેન્દ્રમાં સંકલ્પ ગ્રુપ અને પાછતર પી.એચ.સી.ના સ્ટાફના સહયોગથી કુલ ૩૦ યુનિટ બ્લડ એકત્ર કરીને ખંભાળીયા સરકારી બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રકાશ ચાંડેગ્રા અને ભાણવડની મોદી હોસ્પિટલના ડો. નિશીત મોદી દ્વારા કેમ્પમાં રક્તદાતાઓને ભેટ અને પ્રશસ્તિપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કેમ્પ પાછતર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવેલ કર્મચારી સ્વ. વ્રજેશભાઈ પરમારની શ્રદ્ધાંજલિ તરીકે આયોજિત કરવામાં આવેલ હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial