Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેયર, કમિશનર, ચેરમેન, ઉચ્ચ અધિકારીગણ અને હિતધારકોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧૯: વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ ર૦ર૬ સમિટ દરમિયાન ટકાઉ શહેરી વિકાસ અને કાર્યક્ષમ માલ પરિવહનને પ્રોત્સાહન આપવાના મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે જામનગરશહેરની સિટી લોજિસ્ટિક પ્લાનનું લોન્ચિંગ સત્તાવાર રીતે જામનગરના મેયર વિનોદ ખીમસૂર્યા જામનગર, સ્ટે. કમિટીના ચેરમેન નિલેશ કગથરા તથા મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, વરિષ્ઠ અધિકારીઓ, શહેરી આયોજનકારો અને વિવિધ હિતધારકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
સિટી લોજિસ્ટિક પ્લાન શહેરમાં માલ પરિવહન વ્યવસથામાં સુધારો લાવવા, ટ્રાફિક ભીડ ઘટાડવા, પર્યાવરણ પર પડતા પ્રભાવને ઓછો કરવા અને શહેરની સમગ્ર ગતિશીલતામાં વધારો કરવાના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. ઝડપી ગતિએ વિકસતું શહેરી તથા ઔદ્યોગિક કેન્દ્ર બનતું જામનગર, આર્થિક વિકાસ અને નાગરિકોના જીવનમાન વચ્ચે સંતુલન સાધવા માટે સંરચિત અને દૃષ્પિૂર્ણ લોજિસ્ટિક માળખાની આવશ્યક્તા ધરાવે છે.
જામનગર માટે તૈયાર કરવામાં આવેલ સિટી લોજિસ્ટિક પ્લાન શહેરમાં માલસમાન અને માલવાહક વાહનોની ગતિ વ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટેની એક દીર્ઘદૃષ્ટિપૂર્ણ પહેલ છે. આ યોજનામાં આયોજનબદ્ધ ફેઈટ મેનેજમેન્ટ, યોગ્ય માર્ગ વ્યવસ્થા, આધુનિક માળખાગત સુવિધાઓ તથા અંદાજીત રૂ।. ૧૩પ૪.પ૦ કરોડના ખર્ચે કુલ ત્રણ ફેઈઝમાં સને વર્ષ ર૦૪૭ સુધીમાં શહેરી વિકાસ સાથે લોજિસ્ટિકના એકિકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે.
આ યોજનાથી શહેરમાં ભારે વાહનોના કારણે થતા ટ્રાફિકમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં સધારો થશે, માળ પરિવહનની કાર્યક્ષમતા વધશે તથા હવા પ્રદૂષણ અને ઈંધણ વપરાશમાં ઘટાડો થશે. સાથે સાથે સ્થાનિક વેપાર અને ઉદ્યોગોને ઝડપી અને વિશ્વસનિય લોજિસ્ટિક્સ સેવાઓનો લાભ મળશે.
દીર્ઘકાળે સિટી લોજિસ્ટિક્સ પ્લાન જામનગરને સુવ્યવસ્થિત અને ટકાઉ શહેરી ફેઈટ સિસ્ટમ તરફ દોરી જશે. પર્યાવરણીય અસર ઘટાડશે, ઉદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપશે તથા નાગરિકોની જીવન ગુણવત્તામાં સુધારો કરશે, જેના પરિણામે જામનગર એક મજબૂત પ્રાદેશિક લોજિસ્ટિક્સ અને ઉદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસશે.
વીજીઆરસી ર૦ર૬ સમિટ દરમિયાન થયેલું આ લોન્ચિંગ, નવીન અને શ્રેષ્ઠ શહેરી ઉકેલો અપનાવવાની જામનગરની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમજ શહેરને શહેરી લોજિસ્ટિક આયોજનમાં પ્રગતિશીલ નેતૃત્વ આપનાર શહેર તરીકે સ્થાપિત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial