Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. પાંચમી ફેબ્રુઆરીથી ૧ર મી ફેબ્રુઆરી સુધી
દ્વારકા તા. ૧૯: કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે પૂ. મોરારિબાપુની કથાનું ભવ્યાતિભવ્ય આયોજન માટે સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
ભારતના પશ્ચિમ કિનારાના પ્રમુખ તીર્થધામ દ્વારકામાં વર્ષ ર૦રપ ના દિવાળીના પર્વથી શરૂ થયેલો ભાવ-ભક્તિ, શ્રદ્ધા અને પુણ્ય ધર્મને લઈને શરૂ થયેલો વિશ્વવ્યાપી પ્રવાસીઓ અને ભક્તોનું ઘોડાપૂર વિશાળકાય રીતે સમાઈ રહ્યું નથી, અને આવા ભક્તિમય માહોલમાં દ્વારકાધીશજીના ધ્વજારોહણ, ભાગવત કથાઓ અને દ્વારકાધીશના ચરણમાં થતા મનોરથો અને ઉત્સવો હોંશેહોંશે થઈ રહ્યા છે.
પોષ માસના પવિત્ર દિવસોમાં કથાકાર પૂ. મોરારિ બાપુની રામકથાનું આયોજન કરવામાં થવા જઈ રહ્યું છે, ત્યારે મોરારિબાપુના ભાવિક ભક્તો અને આયોજકોએ રામકથા માટેની તડામાર તૈયારીઓ આદરી છે.
દ્વારકાના રમણીય દરિયાકાંઠે સનસેટ પોઈન્ટ પાસે, સર્કિટ હાઉસ નજીકના વિશાળ ગ્રાઉન્ડમાં પૂ. મોરારિબાપુની કથાનું આયોજન આગામી પાંચમી ફેબ્રુઆરથી થવા જઈ રહ્યું છે.
જામનગરના તબીબ પૂર્ણિમાબેન જેઠવાના યજમાનપદે આ રામકથા થનાર છે. તા. પાંચ ફેબ્રુઆરીથી ૧ર ફેબ્રુઆરી સુધી રામકથાનું રસપાન પૂ. મોરારીબાપુના શ્રીમૂખેથી શ્રોતાઓ સાંભળી શકશે. સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી કથાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
આ ઉપરાતં ભોજન, ભંડારા, સત્સંગ, ભક્તિ અને શક્તિના આ ધર્મોત્સવમાં ભાવિક ભક્તોને જોડાવવા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial