Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆતઃ
જામનગર તા. ૯: જામનગરમાં વોર્ડ નં. ૧૩ મા લુહારસાર રોડ વિસ્તારમાં ગંદકી, કૂતરા, રખડતા ઢોરના ત્રાસ અંગે આ વિસ્તારના ગુલઝાર ગુલામહુસેન ગરાણાએ તથા લતાવાસીઓએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી આ ત્રાસરૂપ સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.
આ વિસ્તારમાં દિનેશભાઈ બંગાળીના રહેણાંક મકાનની સામે કચરાનો પોઈન્ટ નહીં હોવા છતાં અહીં કચરો-ગંદકી-એંઠવાડ ફેંકવામાં આવે છે, એકત્ર થાય છે. આ કચરાના ઢગલા પાસે અસંખ્ય ઢોર પડ્યા પાથર્યા રહે છે અને કચરો ચારે તરફ ફેલાવી નાખે છે તેમજ આ ઢોરના કારણે ઢીકે ચડાવાની દહેશત પ્રવર્તે છે. ઉપરાંત આ વિસ્તારમાં કૂતરાઓનો પણ ત્રાસ છે.
આ વિસ્તારમાં ગંદકીના કારણે માખી-મચ્છર-જીવજંતુઓનો ઉપદ્રવ છે અને પરિણામે રોગચાળો ફેલાય તેવી દહેશત પણ પ્રવર્તે છે.
આ તમામ બાબતો અંગે ગંભીરતાપૂર્વક ધ્યાન આપી કાયમી રાહત થાય તેવા પગલાં લેવા માગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial