Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રિય નાગરિક ઊડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં રજૂ કરી વિગતોઃ
નવી દિલ્હી તા. ૯: ઈન્ડિગોની ઓપરેશનલ કટોકટી વચ્ચે સંસદમાં કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું છે કે, દેશની પ્રથમ એરલાઈન્સમાં ૧૩,૯૮૯ પાઈલટ્સ છે, જે પૈકી ઈન્ડિગો પાસે પ,૦૮પ, જ્યારે એરઈન્ડિયા પાસે ૬,૩પ૦ ક્રૂ મેમ્બર છે. કેન્દ્રિય મંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, ફ્લીટ વિસ્તરણ અને સમયસરની કામગીરી માટે વિદેશી પાઈલટ્સને પણ નોકરી અપાય છે. ડીજીસીએ દ્વારા આઈસીએઓના ધોરણો મુજબ સલામતી દેખરેખ રખાય છે.
દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોમાં ઓપરેશનલ અવ્યવસ્થાના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં માહિતીઆપી છે કે દેશની છ મુખ્ય ડોમેસ્ટિક એરલાઈન્સે કુલ ૧૩,૯૮૯ પાઈલટ્સને નોકરી આપી છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં નાગરિક ઊડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે આ આંકડાઓ રજૂ કર્યા હતાં. મંત્રીએ જણાવ્યું કે, પાઈલટ્સની સંખ્યાના મામલે એર ઈન્ડિયા અગ્રેસર છે, જ્યારે ઈન્ડિગોની સંખ્યા પણ નોંધપાત્ર છે.
મંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ એર ઈન્ડીયાઃ ૬,૩પ૦ પાઈલટ્સ, એર ઈન્ડિયા એક્સપ્રેસ (લો-કોસ્ટ આર્મ): ૧,પ૯ર પાઈલટ્સ, ઈન્ડિગોઃ પ,૦૮પ કોકપિટ ક્રૂ, આકાસાઃ ૪૬૬ પાઈલટ્ઢસ, સ્પાઈસજેટઃ ૩૮પ પાઈલટ્સ, એલાયન્સ એર (સરકારી): ૧૧૧ પાઈલટ્સ છે.
મંત્રી મોહોલે કહ્યું કે, લાયકાત ધરાવતા પાઈલટ્સના રોજગારનો દર બજારની શક્તિઓ પર આધારીત છે. વિદેશી પાઈલટ્સને શા માટે નોકરી પર રાખવામાં આવે છે તે અંગે મંત્રીએ સ્પષ્ટતા કરી કે, ફલીટ વિસ્તરણ અને સમયબદ્ધ ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચોક્કસ 'ટાઈપ-રેટેડ' પાઈલટની જરૂરિયાતને કારણે એરલાઈન્સ આ પગલું ભરે છે. તાલીમ વ્યવસ્થા પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે, ફ્લાઈંગ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન્સ નિયમિતપણે નવા તાલીમ એરક્રાફ્ટનો સમાવેશ કરીને તેમના ફ્લીટને અપગ્રેડ કરી રહ્યા છે. નવેમ્બર ર૦રપ સુધીમાં ભારતમાં ૪૦ એફટીઓએસ છે જે ૬ર બેઝ પર કાર્યરત છે. ડીજીસીએ એ ર૦રપ માં બે નવા એફટીઓએસને મંજુરી આપી છે અને એફટીઓએસ દ્વારા નવેમ્બર સુધીમાં ૬૧ તાલીમ એરક્રાફટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ફ્લાઈંગ-ટ્રેનિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નું આધુનિકીકરણ બજાર પર આધારિત છે અને એફટીઓએસ ની વ્યાપારી વિચારણાના આધારે હાથ ધરવામાં આવે છે, જેમાં મંત્રાલયનો હાલમાં કોઈ હસ્તક્ષેપ નથી, જો કે ડીજીસીએ તેના તાલીમ અને નિયમનકારી માળખાને આઈસીએઓના ધોરણો સાથે સંરેખિત કરે છે. ડીજીસીએ તેની વાર્ષિક સર્વેલન્સ યોજના અનુસાર એફટીઓએસની ગુણવત્તા અને સલામતીનું નિયમિતપણે મૂલ્યાંકન કરે છે અને જરૂર પડ્યે વિશેષ સલામતી ઓડિટ અને સ્પોટ ચેક પણ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial