Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વાર્ડ નં. ૧માં
જામનગર તા.૯: જામનગરમાં વોર્ડ નં. ૧માં કૂતરાઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. કૂતરાનું ખસીકરણ ન થવાને તેમજ પકડવામાં ન આવતા હોવાથી આખા વિસ્તારમાં કૂતરાઓના કરડવાનો ત્રાસ વધી ગયેલ છે અને આ કૂતરાઓનો ભોગ નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ બને છે. અને તેમાંય ગરીબ, મજુર વર્ગ અને મધ્યમ વર્ગના લોકો જે ચાલીને કે સાયકલ ઉપર જતા હોય તેમજ અમારો વિસ્તાર સ્લમ વિસ્તાર છે અને તેમાં મોટા ભાગના રહેવાસીઓ માછીમારી, મજુરી, નાની મોટી નોકરી, ડ્રાઈવીંગ વિગેરે કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓ ચાલીને કે સાયકલ લઈને અવર જવર કરે છે. આમ આવા લોકો આસાનીથી આવા રખડુ કૂતરાઓનો ભોગ બને છે. કૂતરા કરડવાના બનાવોમાં અમારા વિસ્તારમાં મૃત્યુ પણ થયેલ છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ બાબતે સખત કાર્યવાહી કરવા સરકારને આદેશ કરેલ છે.
આ વિસ્તારમાં કૂતરા પકડવાની અને ખસીકરણ કરવાની કામગીરી કરવામાં આવતી નથી જેને ચાલુ કરવી ખૂબ જ આવશ્યક છે. હાલમાં જ તા. ૨૭-૦૯-૨૦૨૫ના એક બાળકને કૂતરાએ ગર્દન, હાથ અને પેટના ભાગે બટકાં ભરેલ જેને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયેલ અને સારવાર કરાવેલ તેમજ આ અંગેની ફરિયાદ પણ લગત વિભાગને કરેલ છે. આ પ્રકારે કૂતરા કરડવાથી સમયાંતરે કૂતરૃં જેને કરડે તે વ્યકિતને રેબિસ વાયરસ ફેલાવાનો ભય રહે છે અને તેના નિવારણ માટે આરોગ્ય કેન્દ્રમાં તેનો એન્ટી વાયરસ ઈન્જેકશનના ચાર ડોઝ આપવામાં આવે છે. પરંતુ જો આ વાયરસ એકટીવ થાય તો જે તે વ્યકિતને હડકવા ઉપડે છે અને જે કૂતરૃં કરડેલ હોય તેમાં આ વાયરસ એકટીવ થાય તો તે કૂતરૃં જેટલા લોકોને કરડેલ હોય તે બધામાં આ વાયરસ એકટીવ થવાની શકયતા રહે છે અને આ વાયરસના નિવારણની કે સારવારની કોઈ દવા શોધાયેલ નથી અને તે વ્યકિત ખૂબ જ પિડા ભોગવી મૃત્યુ પામે છે. આ પ્રકારે કૂતરાઓના કારણે માનવ જિંદગીને જોખમમાં મુકવી તે ન્યાયના હિતમાં નથી. આ કૂતરાઓને પકડી તેમના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની ખુબ જ આવશ્યકતા છે. આ સમસ્યા અંગે ગંભીરતાને ધ્યાનમાં લઈ સંબંધિત વિભાગોને આ બાબતે વહેલી તકે યોગ્ય કરવાનો આદેશ કરવા પૂર્વ કોર્પોરેટર હુસેનાબેન સંઘારે મ્યુનિ. કમીશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial