Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગિયાર આરોપીએ કર્યાે હતો જીવલેણ હુમલોઃ
જામનગર તા. ૯: ભાણવડના નવાગામ-જૂના ટીંબામાં સાડા પાંચ વર્ષ પહેલાં એક આસામીના ઘેર ધસી ગયેલા અગિયાર શખ્સના ટોળાએ વાડો વાળવાના મુદ્દે થયેલા ઝઘડાનો ખાર રાખી જીવલેણ હુમલો કર્યાે હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. આ કેસ ચાલી જતા આરોપીઓને પાંચ વર્ષની કેદ ફટકારવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નવાગામ-જૂના ટીંબા ગામમાં પ્રદીપભાઈ મનુભાઈ બગડા સાથે વાડો વાળવાની બાબતે વર્ષ ૨૦૨૦માં જીવણભાઈ જયરાજભાઈ પાડલીયાને ઝઘડો થયા પછી પ્રદીપભાઈના ઘેર રાત્રિના સમયે લાકડી-પાઈપ, ધારીયા, કુહાડા સાથે ટોળુ ત્રાટક્યું હતું.
આ વેળાએ જીવણભાઈની સાથે મયુર ધનાભાઈ પાથર, હરેશ ધનાભાઈ પાથર, ચનાભાઈ વેજાભાઈ પીપરોતર, કમલેશ પરબતભાઈ પાથર, જીવણભાઈ પરબતભાઈ, દિવ્યેશ ચનાભાઈ, પારસ ચનાભાઈ, ખીમજી વજસીભાઈ, કેતન વજસીભાઈ કદાવલા અને ધના રામશીભાઈ પાથરે હુમલો કરી પ્રદીપભાઈ તથા તેમના પરિવારજનોને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા રાયોટીંગ, હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તે કેસ ચાલી જતાં ખંભાળિયા સ્થિત અદાલતે આરોપીઓને પાંચ વર્ષની કેદ અને રૂ.૧૬૫૦૦નો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial