Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રથમ વખત નેશનલ સિક્યોરીટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની 'કાઉન્ટર ટેરરીસ્ટ એક્સરસાઈઝ'

મોકડ્રીલની પૂર્વ તૈયારીઓ અંગે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મહત્ત્વપૂર્ણ બેઠકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર જિલ્લામાં તા.૨૩ થી તા.૨૬ ફેબ્રુઆરી સુધીમાં પ્રથમ વખત નેશનલ સિક્યોરીટી ગાર્ડ દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની કાઉન્ટર ટેરેરીસ્ટ એકસરસાઈઝ યોજવામાં આવશે. આ સંદર્ભે કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગો વચ્ચે સમન્વય અને જરૂરી તૈયારીઓ અંગે ચર્ચા કરવા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન એનએસજીના અધિકારીશ્રીઓ દ્વારા મોકડ્રીલના ઉદ્દેશ્યો, પ્રક્રિયા અને સલામતી સંબંધિત માર્ગદર્શિકા અંગે વિગતવાર સમજુતી આવી હતી. આ અભ્યાસનો મુખ્ય હેતુ આપત્તિ કે આતંકવાદી પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો છે. મોકડ્રીલ દરમિયાન આતંકવાદી હુમલા જેવી આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત રિસ્પોન્સ, બચાવ અને રાહત કામગીરી કેવી રીતે સંચાલિત કરવી તે અંગે કામગીરીનું પ્રાયોગિક મૂલ્યાંકન કરવામાં આવશે. વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન, સંચાર વ્યવસ્થા અને આપાતકાલીન પ્રતિસાદ ક્ષમતા વધારવાનો આ અભ્યાસનો મુખ્ય હેતુ છે.

કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની મોકડ્રીલોથી  જિલ્લાની સુરક્ષા વધુ સતર્ક અને સજ્જ બને છે. તેમજ કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિમાં અસરકારક કામગીરી શક્ય બનશે. મોકડ્રીલ દરમિયાન પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ, મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવી સમયસર કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક છે. આ માટે તમામ વિભાગોને પોતાની ફરજ અને જવાબદારીઓ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં અગાઉ પણ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ યોજવામાં આવી હતી. ઉપરાંત સમયાંતરે પણ કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સુરક્ષા અને વહીવટી તંત્રની સતર્કતા વધુ મજબુત બને, ઉપલબ્ધ સાધનો, સંચાર વ્યવસ્થા અને માનવબળની કાર્યક્ષમતાની પ્રાયોગિક તપાસ થાય તે પ્રકારે મોકડ્રીલોનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે. પરિણામે કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવા જામનગર જિલ્લો સંપૂર્ણ સજ્જ છે.

જામનગર જિલ્લો સેનાની ત્રણેય પાંખો, ઓઈલ રિફાયનરી, ઓદ્યોગિક એકમો અને દરિયાકિનારો ધરાવતો હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. જામનગરમાં પ્રથમ વખત નેશનલ સિક્યોરીટી ગાર્ડ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ યોજવામાં આવશે. ત્યારે આ પ્રકારની મોકડ્રીલથી આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતા વધુ મજબૂત બનશે

જિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે મોકડ્રીલ દરમિયાન શાંતિ જાળવી પ્રશાસનને સહકાર આપે અને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરે. આ અભ્યાસ સંપૂર્ણપણે સુરક્ષા તૈયારીઓનો ભાગ છે. આવી મોકડ્રીલો સમયાંતરે યોજાતા રહેવાના કારણે જામનગર જિલ્લો સુરક્ષાની દૃષ્ટિએ સજ્જ અને સક્રિય છે.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેકટરશ્રી શારદા કાથડ, નાયબ મ્યુનિસીપલ કમિશનરશ્રી ઝાલા, પ્રાંત અધિકારીશ્રીઓ તથા સબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh