ચિરવિદાય

જામનગર નિવાસી (મૂળ ખીરસરા) દેવશી આણંદ હરિયાના પુત્ર શાંતિલાલ દેવશી હરિયા (મે.શાહ શાંતિલાલ દેવશી વારા) (ઉ.વ.૯૧) તા. ૧૯ના અરિહંતશરણ પામ્યા છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૧ના સવારે ૧૦ થી ૧૧:૩૦ દરમ્યાન કુંવરબાઈ જૈન ધર્મશાળા, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ પુષ્પાબેન વિનયચંદ્ર (બહાદુરભાઈ) કોઠારી, તે મુકેશભાઈ, નીતાબેનના ભાભી, અતુલભાઈ, સુનિલભાઈ, નીશ્માબેન, કવિતાબેનના માતાા, મીનલ, અનીશા, સ્વ. ચેતનભાઈના સાસુ, રાકેશભાઈ, મેઘાબેન, પૂર્વાંગભાઈના મોટા મમ્મી, અદિત, ખુશી, દિયાના દાદી, શ્રેયસ, જીતના નાની, લધુભાઈ માણેકચંદ શેઠ(ભાણવડવાળા)ના પુત્રીનું તા. ૧૯ના અવસાન થયું છે.

જામનગરઃ ઠાકર બુક સ્ટોર્સવાળા હસમુખભાઈ અમૃતલાલ ઠાકર, તે પ્રવિણભાઈ (કાર્ગો મોટર્સ), નિલયભાઈ (બી.કે.બી.એન.ના ટ્રસ્ટી)ના પિતા, આરૂષ, કુંજનના દાદાનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૦ને શનિવાર, સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગર ઃ નથુ તુલસી ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ ભાવનાબેન તે ઈન્દ્રવદનભાઈના પત્ની, રમેશભાઈ દિગંબર ઠાકરના પુત્રી, અજય, ઈશિતાના માતાનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૦ ના સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ મોટી વેરાવળના વતની સુખલાલ પ્રેમજી ગઢીયા (ઉ.વ.૮૨) તે સ્વ. કાનજી લાલજી માણેકના જમાઈ અને નિતેશભાઈ, કુંદનબેન રમેશભાઈ નથવાણી, નિરૂપાબેન વિરલકુમાર અઢીયા, રીટાબેન ધવલકુમાર કાનાબાર, રસીલાબેન -અતુલકુમાર કારીયાના પિતા, પ્રભુભાઈ દિલીપભાઈ ગઢીયાના કાકા, ગં.સ્વ. અમૃતબેન શિવલાલભાઈ સોમૈયા, સ્વ.પુષ્પાબેન નટવરલાલ કાનાણી, સ્વ.દિવાળીબેન વશરામભાઈ રાજાણી, સ્વ. લીલાબેન (નાસિકવાળા), સ્વ. બચુભાઈ પ્રેમજીભાઈ ગઢીયા, સ્વ. હીરાભાઈ પ્રેમજીભાઈ ગઢીયાના ભાઈનું તા. ૧૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા. ૧૯ શુક્રવારના સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન મોટી વેરાવળ લોહાણા મહાજન વાડીમાં રાખેલ છે.

જામનગર નિવાસી જગદીશભાઈ (ઉ.વ.૭૩) તે સ્વ. જેઠાલાલ ખેતશી ધાંધાના પુત્ર, ગં.સ્વ. પ્રવીણાબેનના પતિ, સ્વ. વિજયભાઈ, સ્વ. નવિનભાઈના ભાઈ, મેહુલભાઈ, હિનાબેન, નિહારીકાના પિતા, જિતેન્દ્રભાઈ, નીકિતાબેનના અદા, ભૂમિકાબેન, નિહારીકાબેનના સસરા, ક્રિયાંશના દાદા, હેત્વી, પ્રનિલના નાનાનું તા. ૧૭ના અવસાન થયું છે. સદ્ગતની  પ્રાર્થનાસભા તા. ૧૮ના સાંજે ૫ઃ૩૦ થી ૬ દરમ્યાન બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.

જામનગર નિવાસી (મૂળ બેડી) જીતેન્દ્રકુમાર ભગવાનદાસ ચંદારાણા (નિવૃત્ત આચાર્ય, કેવડાપાઠ પ્રા.શાળા) (ઉ.વ.૭૪) તે દિવાળીબેનના પતિ, સ્વ. જેન્તીલાલ, દિલીપભાઈ, જગદીશભાઈ, અશોકભાઈ, હરીશભાઈ (મુંબઈ), સરલાબેન મોહનલાલ રાયચુરાના ભાઈ, મીતાબેન તેજશકુમાર (વડોદરા), ફાલ્ગુનીબેન શનીકુમાર (અમદાવાદ)ના પિતા, કાંતિલાલ, યોગેશભાઈ, રસિકભાઈ, મનોજભાઈ રાજાણી(જામનગર)ના બનેવીનું તા. ૧૭ના અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું ઉઠમણું તા. ૧૮ના સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન હરસિદ્ધિ માતાજી મંદિર, રણજીતનગર, જામનગરમાં રાખેલ છે.

જોડીયા નિવાસી ગુસાઈ નારણગીરી વશરામગીરી (ઉ.વ.૮૨)નું તા. ૧૭ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૦ના સાંજે ૪ઃ૩૦ થી ૫ દરમ્યાન જલારામ સોસાયટી કોમ્યુનિટી હોલ, જોડીયામાં રાખેલ છે. તેમનો ભંડારો તા. ૨૯, સોમવારે જોડીયામાં રાખવામાં આવ્યો છે.

દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પત્રામલભા ધાંધાભા સુમણીયાના પત્ની વિરૂબા, તે દ્વારકા તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ લુણાભા , મેરૂભાના માતાનું અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૯, શુક્રવારે સાંજે ૪ઃ૩૦ થી ૫ દરમ્યાન તેમના નિવાસ સ્થાને દ્વારકામાં રાખેલ છે.

close
Ank Bandh