Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના જસાપરમાં રહેતા મોટા બહેને નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૨૪: કાલાવડના ખરેડી ગામમાં એક પરિણીતાએ ગયા બુધવારે જલદ પ્રવાહી પી લીધા પછી તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. તેમના પતિએ આંચકીની જૂની બીમારીની દવા અને જમવા બાબતે બોલાચાલી થતાં તેમના પત્નીએ આ પગલું ભર્યાનું પોલીસને જણાવ્યું હતું. ત્યારપછી ગઈકાલે મૃતક મહિલાના મોટા બહેને નિઃસંતાનપણાના કારણે મેણાટોણા મારતા અને દોરા-ધાગા કરાવતા પતિ, સાસુ, સસરાના ત્રાસથી તેમની બહેને આત્મહત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાયો છે.
કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતા સાધનાબેન ગુલાબભાઈ બગડા (ઉ.વ.૩૬) નામના પરિણીતાએ ગયા બુધવારે પતિ ગુલાબભાઈ હીરાભાઈ બગડા સાથે જમવા તથા દવા લેવાની બાબતે બોલાચાલી થયા પછી કોઈ જલદ પ્રવાહી પી લીધુ હતું. સારવારમાં ખસેડાયેલા સાધનાબેનનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે પતિ ગુલાબભાઈ બગડાએ પોલીસને જાણ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પત્ની સાધનાબેનને આંચકી આવવાની જૂની બીમારી હતી તેની દવા લેવા તથા જમવા બાબતે સામાન્ય બોલાચાલી પછી તેમના પત્નીએ આ પગલું ભર્યું છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
તે દરમિયાન કાલાવડ તાલુકાના જસાપર ગામમાં રહેતા મનિષાબેન પ્રફુલભાઈ સાગઠીયા નામના મહિલાએ પોતાની બહેન સાધનાબેનને તેણીના પતિ ગુલાબભાઈ, સસરા હીરાભાઈ મુળજીભાઈ બગડા, સાસુ દુધીબેન હીરાભાઈ સંતાન ન થવા બાબતે અવારનવાર મેણાટોણા મારી ત્રાસ આપવા ઉપરાંત દોરા-ધાગા તથા તાંત્રિકવિધિ કરાવી ત્રાસ ગુજારતા હતા અને મારકૂટ કરતા હતા તેનાથી કંટાળી જઈ મનિષાબેનના નાના બહેન સાધનાબેન બગડાએ ગયા બુધવારે જલદ પ્રવાહી પી લીધુ હતું. મનિષાબેનની ઉપરોક્ત ફરિયાદ પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ગુલાબભાઈ, હીરાભાઈ, દુધીબેન સામે બીએનએસની કલમ ૫૪, ૮પ, ૧૦૮, ૧૧૫ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial