Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા શુક્રવારે રાત્રે કરાયો હતો હુમલોઃ
જામનગર તા. ૨૪: જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં ગયા શુક્રવારની રાત્રે એક યુવાન પર અગાઉના ઝઘડાનો ખાર રાખી આઠ શખ્સે છરી-પાઈપથી હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજાઓ કરી હતી અને મોબાઈલ તોડી નાખ્યો હતો. આ ગુન્હામાં પોલીસે ગઈકાલે સાત આરોપીની ધરપકડ કરી છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી પાંચ હાટડી પાસે ગયા અઠવાડિયે અગાઉની માથાકૂટનો ખાર રાખી એક યુવાન પર કેટલાક શખ્સોએ પ્રાણઘાતક હુમલો કર્યાે હતો. બનાવની જાણ થતાં દોડી ગયેલી પોલીસ ટીમે ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
ઈજાગ્રસ્ત બનેલા યુવાનને સારવારમાં ખસેડાયા પછી પોલીસે તેની ફરિયાદ પરથી રેહાન ઈકબાલ બેલીમ, સદામ શેખ ઉર્ફે ઈંડો, રઉફ ગુલામ બેલીમ, શાકીર રફીક ખીલજી, મહંમદ અખ્તર પંજા, અસલમ કાદર શેખ, સદામ હનીફ પંજા અને શાહનવાઝ મહંમદહનીફ ખીલજી નામના આઠ શખ્સ સામે બીએનએસની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ઉપરોક્ત આરોપીઓને પકડી પાડવા માટે પીઆઈ એન.એ. ચાવડાએ આપેલી સૂચનાના પગલે ગઈકાલે તપાસનીશ પીએસઆઈ ગામેતીએ આરોપી પૈકીના રેહાન, સદામ, રઉફ, શાકીર, મહંમદ પંજા, અસલમ, સદામ પંજાને દબોચી લીધા છે. શાહ નવાઝ ખીલજીની શોધખોળ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial