Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પરિમલભાઈનો સવાલઃ સરકારનો જવાબ
જામનગર તા. ૧૮: ગુજરાતમાં પીએમ કુસુમ યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ના.વ. ૨૦૨૩માં રૂ. ૭.૮૩ કરોડથી નાણાકીય વર્ષ- ૨૦૨૬માં રૂ. ૨૩૦.૪૨ કરોડનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યના ૨,૨૮,૫૦૪ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો હોવાની માહિતી સરકારે આપી છે.
ગુજરાતમાં ૨૦૨૨-૨૩ પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન પીએમ કુસુમ યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ૨૮૪૩% નો જંગી વધારો જોવા મળ્યો છે. તદુપરાંત, અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૨,૨૮,૫૦૪ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ માહિતી નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકે ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી.
પીએમ-કુસુમ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂ. ૬૩૯૨.૯૮ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં ૨૦૨૨-૨૩માં રૂ. ૮૦૧.૩૬ કરોડ, ૨૦૨૩-૨૪માં રૂ. ૯૯૬.૩૩ કરોડ, ૨૦૨૪-૨૫માં રૂ. ૨,૫૬૪.૧૪ કરોડ અને ૨૦૨૫-૨૬માં (૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધી) રૂ. ૨,૦૩૧.૧૫ કરોડનો સમાવેશ થાય છે. આ જ સમયગાળામાં ગુજરાતને કુલ રૂ. ૩૨૬.૯૨ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં ૨૦૨૨-૨૩માં રૂ. ૭.૮૩ કરોડ, ૨૦૨૩-૨૪માં રૂ. ૨૮.૭૨ કરોડ, ૨૦૨૪-૨૫માં રૂ. ૫૯.૯૫ કરોડ અને ૨૦૨૫-૨૬માં રૂ. ૨૩૦.૪૨ કરોડનો સમાવેશ થાય છે.
પરિમલ નથવાણીએ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (૫ીએમ-કુસુમ) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો અને યોજનાની શરૂઆતથી અત્યાર સુધીના લાભાર્થીઓની કુલ સંખ્યા વિશે જાણકારી માંગી હતી.
મંત્રીના નિવેદન મુજબ, ઘટક-એ હેઠળ, ખેડૂતો સૌર ઉર્જા અપનાવવા માટે સક્ષમ બને છે અને 'અન્નદાતા'ની સાથે 'ઉર્જાદાતા' પણ બને છે તથા તેમની આવકમાં વધારો કરે છે. ખેડૂતો તેમની જમીન સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ભાડે આપી શકે છે અને વર્ષે હેક્ટર દીઠ રૂ. ૮૦,૦૦૦ સુધીની કમાણી કરી શકે છે. ઘટક-એ હેઠળ કાર્યરત થયેલા પ્લાન્ટ્સ માટે સરેરાશ મધ્યમ આવક પ્રતિ મેગાવોટ મહિને રૂ. ૪.૫ લાખ છે.
મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે ઘટક-બી હેઠળ, હાલના ડીઝલ પંપને સોલાર પંપથી બદલવામાં આવે છે. પ્રતિ દિવસ ૪.૬ લિટર (૫ હોર્સપાવરના પંપ માટે)ના વપરાશ અને ડીઝલના આશરે રૂ. ૮૭/લિટરના વર્તમાન ભાવને ધ્યાનમાં લેતાં, ખેડૂત એક વર્ષ કરતા ઓછા સમયમાં ખર્ચ વસૂલ કરી શકે છે. જેના પરિણામે ખેડૂતોને ડીઝલ ખર્ચમાં વાર્ષિક ઓછામાં ઓછા રૂ. ૬૦,૦૦૦ની બચત થાય છે. મંત્રીએ જણાવ્યું હતું કે, ઘટક-સી હેઠળ ખેડૂતો સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે જમીન ભાડે આપીને એકરે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦ કમાઈ શકે છે.
પીએમ-કુસુમ એ માંગ-આધારિત (ડિમાન્ડ ડ્રિવન) યોજના છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પ્રાપ્ત થયેલી માંગ અને દર્શાવેલી પ્રગતિના આધારે ક્ષમતાઓ ફાળવવામાં આવે છે. પીએમ-કુસુમ યોજના હેઠળ ભંડોળ પ્રાપ્ત થયેલી માંગ, એસઆઈએ (સ્ટેટ ઇમ્પ્લીમેન્ટેશન એજન્સીઝ) દ્વારા અહેવાલ કરાયેલી પ્રગતિ અને યોજનાની માર્ગદર્શિકાની જોગવાઈઓ મુજબ ફાળવવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial