Advertisement
Author: નોબત સમાચાર

સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું ૧૦૦ વર્ષની વયે નિધન

પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૮: 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના ડિઝાઈનર અને જાણીતા મૂર્તિકાર રામ સુતારનું ૧૦૦ વર્ષની વયે નિધન થતા શોક ફેલાયો છે.

ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ડિઝાઈન કરનાર પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું નિધન થયું છે. ગુરુવારે (૧૮ ડિસેમ્બર) તેમના પુત્રએ જાહેરાત કરી કે, બુધવારે (૧૭ ડિસેમ્બર) મોડી રાત્રે તેમના નોઈડા સ્થિત ઘરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.

તેઓ ૧૦૦ વર્ષના હતાં અને છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત બીમારીઓથી પિડાતા હતાં. તેમના પુત્ર અનિલ સુતારે આજે જણાવ્યું હતું કે, 'ખૂબ જ દુઃખ સાથે અમે તમને જણાવીએ છીએ કે, મારા પિતા શ્રી રામ વણજી સુતારનું ૧૭ ડિસેમ્બરે મધ્યરાત્રિએ અમારા ઘરે અવસાન થયું. તા. ૧૯ ફેબ્રુઆરી ૧૯રપ ના હાલના મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંડુર ગામમાં એક સાદા પરિવારમાં જન્મેલા સુતારને બાળપણથી જ શિલ્પકળામાં રસ હતો. મુંબઈની જેજે સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરના ગોલ્ડ મેડલિસ્ટ રામ સુતારના નામે ઘણી સિદ્ધિઓ છે. સંસદ સંકુલમાં ધ્યાન મુદ્વારામાં મહાત્મા ગાંધી અને ઘોડા પર સવાર છત્રપતિ શિવાજીની પ્રખ્યાત પ્રતિમાઓ તેમની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર પટેલનું સન્માન કરતી ડિઝાઈન પણ તેમણે જ બનાવી હતી. રામ સુતારને ૧૯૯૯ માં પદ્મશ્રી અને ર૦૧૬ માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતાં. તાજેતરમાં રામ સુતારને રાજ્યના સર્વોચ્ચ પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh