Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેઈન, રિક્ષા, છરી, મોબાઈલ પણ કબજે કરાયાઃ
જામનગર તા. ૧૫: જામનગરના સાધના કોલોની વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક વૃદ્ધાના ગળામાંથી રૂ.દોઢ લાખનો સોનાનો ચેઈન ઝૂંટવી નાસી જનાર બેલડીને પોલીસે દબોચી લીધી છે. પોરબંદરના આ શખ્સોએ લૂંટની કબૂલાત આપી મુદ્દામાલ પણ કાઢી આપ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર નવી સાધના કોલોનીમાં રહેતા મણીબેન શમશુદ્દીનભાઈ પુંજાણી તથા તેમના પતિ શમશુદ્દીનભાઈ અલીભાઈ પુંજાણી શુક્રવારની રાત્રે નવેક વાગ્યે સાધના કોલોનીના ગેઈટ પાસે રિક્ષામાંથી ઉતરીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે મણીબેનના ગળામાંથી ત્રણેક તોલાનો સોનાનો ચેઈન છરી બતાવી એક શખ્સ છૂટી ગયો હતો અને આ શખ્સ તથા રિક્ષા ચાલુ રાખીને ઉભેલો તેનો સાગરિત પલકવારમાં નાસી ગયા હતા.
આ શખ્સોએ મણીબેન (ઉ.વ.૭૭)ને ધક્કો મારીને પછાડ્યા હતા. તેથી તે મહિલા ઉભા થાય તે પહેલાં બંને શખ્સ પોબારા ભણી ગયા હતા. આ બનાવની પોલીસમાં થયેલી ફરિયાદ પછી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાના વડપણ હેઠળ શરૂ કરેલી તપાસમાં પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરા ચકાસતા જીજે-૨૫-વી ૯૦૮ નંબરની રિક્ષા નજરે ચઢી હતી.
તે રિક્ષાની કરાઈ રહેલી શોધમાં ઉપરોક્ત રિક્ષા ઠેબા ચોકડીથી જામનગર તરફ આવતી હોવાની વિગત મળતા ધસી ગયેલી પોલીસે તે રિક્ષા રોકી લઈ તેમાંથી મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલમાં પોરબંદરમાં કડિયા પ્લોટમાં રહેતા અતુલ દિલીપભાઈ રાજકોટીયા તથા કરણ હિમતભાઈ સોલંકી ઉર્ફે ગઠીયા નામના બે શખ્સને અટકાયતમાં લીધા હતા. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત લૂંટની કબૂલાત આપી રૂ.દોઢ લાખનો ચેઈન કાઢી આપ્યો છે. પોલીસે ચેઈન, એક મોબાઈલ, છરી, રિક્ષા મળી કુલ રૂ.૩૦૫૦૧૦નો મુદ્દામાલ કબજે કરી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial