Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આર્યસમાજ અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ

આગામી તા. ૧૯ થી ર૩ ડિસેમ્બર સુધી આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ આર્યસમાજ-જામનગરનો ૯૮ મો વાર્ષિકોત્સવ તેમજ શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય જામનગરોો ૭૮ મો વાર્ષિકોત્સવ તા. ૧૯ થી ર૩ ડિસેમ્બર-ર૦રપ સુધી આર્ય સમાજ મંદિરમાં યોજવામાં આવ્યો છે, જેના ઉપલબ્ધમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની બહેનો માટે વકતૃત્વ સ્પર્ધા તથા આર્ય આભા, તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ ગુરુજનોનું સત્માન કરવામાં આવશે.

ઉપરાંત સ્વામી શ્રી દયાનંદ બલિદાન દિવસની ઉજવણી અને ૧પ૦ કુંડી પર્યાવરણ શુદ્ધિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની શ્રીમદ્ કન્યા વિદ્યાલયમાં ર૦૦૦ કન્યાઓ અભ્યાસ કરે છે, તેમાંથી સાત કન્યાઓનું આર્ય આભા પુરસ્કારથી સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમ તા. ર૧-૧ર-ર૦રપ ના સવારે ૧૦ વાગ્યે આયોજીત કરાયો છે તેમ આર્યસમાજના પ્રમુખ દિપક ઠક્કર, માનદ્મંત્રી ધવલ બરછા અને આચાર્ય પ્રફુલ્લાબેન રૂપડિયા અને સંગીતાબેન મોતીવરસએ જણાવ્યું છે.

જ્યારે તા. ૧૯ ના બપોરે બે વાગ્યે ધો. ૬ થી ૮ ની વિદ્યાર્થિનીઓ માટે વકતૃત્વ સ્પર્ધાયોજાશે. જેનો વિષય મહામંત્ર ગાયત્રી અને પર્યાવરણ જાળવણી, તા. ર૦ ના ધો. ૯ થી ૧૦ ની કન્યાઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન થયું છે. જેનો વિષય સનાતન વેદ ધર્મ અને પૃથ્વી પરના અમૃત ગાયનું દૂધ રાખવામાં આવ્યો છે. તથા તા. રર ના ધો. ૧૧ અને ૧ર માટે બપોરે બે વાગ્યે વેદ પરિચય અને 'સ્વદેશી અપનાવો દેશ બચાવો' વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh