Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રમુખપદે રામજીભાઈ ગઢીયા વરાયા
જામનગર તા. ૧૨ઃ જામનગરના ઔદ્યોગિક ક્ષેત્રની અગ્રગણ્ય સંસ્થા જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન હાલમાં ૨૧૦૦ જેટલા જાગૃત તથા સક્રીય સભ્યોનું પીઠબળ ધરાવે છે. આ એસોસિએશનની સત્ર ૨૦૨૫/૨૮ની કારોબારી સમિતિની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા કુલ ૨૩ સભ્યોમાંથી સત્ર ૨૦૨૫/૨૮ના હોદ્ેદારોની વરણી કરવા માટે નવા ચૂંટાયેલ કારોબારી સમિતિના સભ્યોની બેઠક, કાર્યકારી ચૂંટણી અધ્યક્ષ મનસુખભાઈ સાવલાના અધ્યક્ષસ્થાને ગત તા. ૦૮-૦૭-૨૦૨૫ને મંગળવારના મળેલી હતી. જેમાં પ્રમુખપદે રામજીભાઈ એ. ગઢીયા તથા અન્ય હોદ્ેદારોમાં ઉપપ્રમુખપદે ધરમશીભાઈ કે. જોશી, માનદમંત્રી પદે મેહુલભાઈ ડી. જોબનપુત્રા, સહમંત્રી પદે બિપીનભાઈ એ. સોરઠીયા ખજાનચી પદે હર્ષદભાઈ પી. પણસારા, ઓડીટર પદે અશોકભાઈ આર. સોલંકી તથા એડીટર પદે રાજુભાઈ એમ. ગાગીયાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનમાં પ્રમુખ પદે વરાયેલા રામજીભાઈ ગઢીયાએ તેમના પર વિશ્વાસ મુકી તથા પ્રમુખ તરીકે ચૂંટી કાઢવા બદલ કારોબારી સમિતિના તમામ ઉપસ્થિત સભ્યોનો આભાર માની પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારી સૌ સભ્યોના સાથ સહકાર વડે બ્રાસઉદ્યોગના પ્રાણ પ્રશ્નોનો સાનુકુળ ઉકેલ લાવવા કટીબદ્ધતા દર્શાવી હતી. ઉપસ્થિત સભ્યોએ નવા વરાયેલા પ્રમુખ તથા અન્ય હોદ્ેદારોને શુભેચ્છા પાઠવી સંસ્થા તથા ઉદ્યોગ જગતના દરેક પ્રશ્નોના ઉકેલમાં તેમના તરફથી પૂર્ણ સાથ અને સહકારની ખાતરી આપી હતી, તેમ સંસ્થાએ યાદીમાં જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial