Advertisement
Author: નોબત સમાચાર

દિગ્વિજય પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

સાંઢીયા પુલ પાસેથી મળી આવી દારૂની બોટલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે સાંઢીયા પુલ પાસેથી બોટલ સાથે એક શખ્સ ઝડપાયો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પપમાંથી ગઈકાલે સાંજે એક શખ્સ દારૂના જથ્થા સાથ પસાર થઈ રહ્યો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી વોચ રાખી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થયેલા રાજેશ નામના શખ્સને રોકી પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.

જામનગર ગોકુલનગરથી આગળ સાંઢીયા પુલથી માધવ બાગ-પ તરફ જવાના રસ્તા પરથી ગઈકાલે સાંજે પસાર થતાં ગોકુલનગરની પ્રજાપતિ સોસાયટીવાળા નરેશ ભીખુભાઈ ચૌહાણ નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh