Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ માટે ચાર વયજૂથ
જામનગર તા. ૨૬: જામનગર જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ યોજાશે. સ્પર્ધકોએ તા. ૨૦ જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે. કલા મહાકુંભમાં સમાવિષ્ટ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ માટે ચાર વય જુથમાં ભાગ લઈ શકાશે.
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જામનગર જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી જામનગર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધાઓ માટે ઓફ લાઈન રજિસ્ટ્રેશન ફોર્મ તા. ૨૦ જુલાઈ ૨૦૨૫ સુધીમાં રજૂ કરવાનું રહેશે.કલા મહાકુંભમાં વિવિધ ૩૭ સાંસ્કૃતિક કૃતિઓમાં ચાર વયજૂથ છે. વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.
જેમાં તાલુકા તથા ઝોન કક્ષાએથી શરૂ થતી ૧૪ કૃતિમાં સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ (હળવું), ભરત નાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાનો સમાવેશ કરાયો છે જ્યારે સીધી જિલ્લા તથા શહેર કક્ષાએથી શરૂ થતી કૃતિઓમાં, સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) અને ઓર્ગન, તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડ્ડીસી, મોહીનીઅટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી અને સીધી રાજ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં, પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો સહિતની કૃતિઓ યોજાશે.
તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. વધુમાં વધુ કલાકારો આ સ્પર્ધામાં ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓમાં અને અભ્યાસ કરતા કે ન કરતા હોય તેવા કલાકારોએ તાલુકા કન્વીનરનો સંપર્ક કરવો. સંબંધિત તાલુકાના કલાકારોએ તેમનું અરજીફોર્મ જે-તે તાલુકાના કન્વીનરશ્રીઓને પહોંચાડવું. આ માટે (૧) જામનગર તાલુકા કન્વીનર કેતનભાઈ વાળા-ધ પટેલ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ ધ્રાંગડા મો. ૯૭૨૬૯ ૨૨૭૪૭ (૨) જામજોધપુર તાલુકા કન્વીનર અખિલભાઈ બુટાણી-આર.એમ. ટીલવા મા. શાળા સિદસર મો. ૯૮૭૯૩ ૪૯૬૮૨ (૩) કાલાવડ તાલુકા કન્વીનર રમેશ દોન્ગા-જે.પી.એસ. સ્કૂલ, કાલાવડ મો. ૯૯૭૪૪ ૦૧૪૭૨ (૪) લાલપુર તાલુકા કન્વીનર ધીરજભાઈ પરમાર સણોસરી માધ્યમિક શાળા તા. લાલપુર મો. ૯૪૨૬૧ ૩૮૦૧૦ (૫) ધ્રોલ તાલુકા કન્વીનર અંકિતભાઈ જીવાણી- આર્યવ્રત સ્કૂલ વાંકિયા મો. ૯૦૯૯ ૭૫૫૦૫૩ (૬) જોડીયા તાલુકા કન્વીનર જગદીશભાઈ વિરમગામા- સાઈ માધ્યમિક શાળા જોડિયા મો. ૯૯૭૯૩ ૯૯૦૬૨માં જમા કરવાના રહેશે. આમ જામનગર ગ્રામ્ય વિસ્તારમાંથી ભાગ લેવા ઈચ્છતા કલાકારો કલા મહાકુંભ-૨૦૨૪-૨૫ નું ઉક્ત તાલુકા કન્વીનરમાં તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨. રાજપાર્ક પાસે જામનગરથી મેળવીને તા. ૨૦-૦૭-૨૦૨૫ સુધીમાં ભરીને પરત જમા કરવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial