Advertisement
Author: નોબત સમાચાર

કલ્પતરૂ લિ.નો આઈપીઓઃ લાંબા ગાળા માટે ખરીદો

                                                                                                                                                                                                      

કલ્પતરૂ લિમિટેડના આઈપીઓ અંગે હકારાત્મક પ્રતિભાવ આપનારી તમામ બ્રોકરેજ કંપનીઓ પૈકીની મોટાભાગની કંપનીઓએ તેના ઇન્વેસ્ટર ક્લાયન્ટ્સને લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરી છે.

કંપની ૯૦ ટકાથી વધુ જમીનો ધરાવે છે કારણ કે તેણે ઋણ દ્વારા લીધેલા ફંડ્સનો આવા હસ્તાંતરણો કરવા માટે ઉપયોગ કર્યો છે. તેના થાણેના કોલશેટ ખાતેના હાલના ટાઉનશિપ પ્રોજેક્ટ્સ તથા એમએમઆર અને પૂણેમાં હાલ ચાલી રહેલા ૨૫ પ્રોજેક્ટ્સથી તેના વેચાણમાં વૃદ્ધિ થશે જે તબક્કાવાર હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ પૂરા થવા પર આધારિત હશે. આ ઉપરાંત દેવામાં પણ ઘટાડો થશે જેના પગલે નફામાં ઉચ્ચ વૃદ્ધિ થશે એમ જણાવતા બજાજ બ્રોકિંગ લિમિટેડે આઈપીઓ માટે લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબની ભલામણ કરી હતી.

તેણે આઈપીઓ નોટમાં વધુમાં ઉમેર્યું હતું કે મેનેજમેન્ટના મતે નાણાંકીય વર્ષ ૨૦૨૩માં વેચાણમાં વધારો તેની જમીનના વેચાણની એક વખતની આવકને આભારી છે અને ઓવરહેડ્સ વગેરના અનુરૂપ એડજસ્ટમેન્ટ્સના લીધે વધુ નુકસાન થયું હતું.

નુકસાન અંગે ઇન્ડસેક સિક્યોરિટીઝ લિમિટેડે તેની આઈપીઓ નોટમાં લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબની ભલામણ કરતા જણાવ્યું હતું કે કંપનીએ ખોટ નોંધાવી હતી કારણ કે તેણે પોઇન્ટ ઇન ટાઇમના આધારે અથવા જ્યારે પણ પ્રોજેક્ટને ઓક્યુપેશન સર્ટિફિકેટ આપવામાં આવે ત્યારે આવકને ઓળખી કાઢી હતી. આ આવકને ઓળખવાની પદ્ધતિ હેઠળ ડેવલપમેન્ટ પર થતા ખર્ચને જે સમયગાળામાં તે થાય તે દરમિયાન નોંધવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh