Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવ્યાંગ બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરાઈ
દ્વારકાથી મનોદિવ્યાંગ બાળકો માટે ખંતપૂર્વક કામગીરી કરતી થોડા વર્ષોમાં આ ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરનારી રાધે ડીફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનની રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા તેમજ અગ્રણીઓએ મુલાકાત લીધી હતી. તેમની સાથે ધારાસભ્ય પબુભા માણેક, કલેકટર તન્ના, એસ.ડી.એમ. આવટે, ના. મામલતદાર ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મૂળુભાઈએ સંસ્થાના સંચાલક રસીકભાઈ છાયા પાસેથી સંસ્થાની કામગીરીની માહિતી મેળવી હતી અને સંસ્થાની પ્રવૃત્તિના અવલોકન કરી મનોદિવ્યાંગ બાળકોના સાર્વત્રિક વિકાસમાં ઉમદા કામગીરી તેમજ સંસ્થાના કલાસરૂમ, હોસ્ટેલ અને અન્ય સુવિધાઓથી પ્રભાવિત થયા હતા. આ તકે સંસ્થાના બાળકો દ્વારા ચારણ કન્યા નામની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial