Advertisement
Author: નોબત સમાચાર

છેતરપિંડી કરવાના આરોપમાં જેલહવાલે આરોપીના હાઈકોર્ટમાં જામીન થયા મંજૂર

ક્રેડીટ બુલ્સ પેઢી સામે કરાઈ હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરમાં રોકાણ સામે ઉંચું વળતર આપવાની લાલચ બતાવી એક પેઢીએ છેતરપિંડી કર્યાની પોલીસમાં થયેલી ફરિયાદના પગલે આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જેલ હવાલે થયેલા એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે.

જામનગરમાં થોડા વખત પહેલાં શરૂ કરવામાં આવેલી ક્રેડીટ બુલ્સ ઈન્વેસ્ટમેન્ટ નામની પેઢીએ ઉંચું વળતર આપવાની લાલચ બતાવી નાગરિકો પાસેથી રૂ.૪ર કરોડનું રોકાણ મેળવી લીધુ હતું. ત્યારપછી રોકાણ પરત આપવામાં ઠાગાઠૈયા કરાયા હતા.

આ બાબતની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા આ પેઢીના માલિક ધવલ સોલાણી અને તેના નાનાભાઈ અને આ પેઢીમાં હ્યુમન રિસોર્સ મેનેજર તરીકે કામ કરતા યશ સોલાણીની ધરપકડ કરાઈ હતી. જેલહવાલે થયેલા આરોપી યશ સોલાણીએ જામીન મુક્ત થવા હાઈકોર્ટમાં અરજી કરતા વડી અદાલતે તેને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ, એમ.જી. પંડયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh