Advertisement
Author: નોબત સમાચાર

બાંગ્લાદેશમાં હેવાને હિન્દુ યુવતીને ઘરમાં ઘૂસીને પીંખી નાખતા પ્રચંડ જનાક્રોશ

આરોપી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનો નેતાઃ પાંચની ધરપકડ

                                                                                                                                                                                                      

ઢાંકા તા. ૩૦: બાંગ્લાદેશમાં હિન્દુ યુવતી ઉપર રેપ થતા સમગ્ર બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ ઉઠયો છે, અને લોકો ભડકી ઉઠયા છે. રસ્તા ઉપર દેખાવો થઈ રહ્યા છે. ઢાકા યુનિ.માં પણ ઘટનાના વિરોધ પ્રદર્શનો થયા છે. આરોપી બીએનપીનો નેતા છે. જેની ધરપકડ કરાઈ છે. ઘરમાં ઘૂસીને છરીની અણીએ કૃત્ય કરીને ઘટનાનો વિડિયો બનાવનાર પાંચની ધરપડક કરાઈ છે.

બાંગ્લાદેશના કોમિલા જિલ્લામાં મોહમ્મદ યુનુસે ૨૭ વર્ષીય હિન્દુ છોકરી પર તેના ઘરની અંદર બળાત્કાર ગુજાર્યો હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો -પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહીં, છોકરીનો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોમાં, એક નગ્ન મહિલા મારપીટ કરતી વખતે પોતાનું સન્માન બચાવવા માટે વિનંતી કરતી જોવા મળે છે.

આ ઘટનાનો વીડિયો સામે આવ્યા પછી ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. આ કેસમાં પોલીસે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના સ્થાનિક નેતા સહિત ૫ લોકોની ધરપકડ કરી છે.

બાંગ્લાદેશના કુમિલા જિલ્લાના મુરાદનગર વિસ્તારમાં સામે આવેલી બળાત્કારની ઘટનાને લઈને દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. ૨૧ વર્ષની હિન્દુ છોકરી પર બળાત્કાર થયા પછી દેશભરમાં ગુસ્સો ફેલાયો છે. બાંગ્લાદેશની અંદર હિન્દુ સમુદાયના લોકો અને સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ બાબતનો વિરોધ શરૂ કર્યો છે.

ગઈકાલે રાત્રે ઢાકા યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મળતી માહિતી મુજબ, આરોપીએ છોકરીના ઘરમાં ઘૂસીને છરીની અણીએ તેના પર બળાત્કાર ગુજાર્યો અને ઘટનાનો વીડિયો પણ બનાવ્યો. પીડિતાને ધમકી આપવામાં આવી હતી કે જો તે પોલીસમાં ફરિયાદ કરશે તો તેને મારી નાખવામાં આવશે.

તે પહેલા જ્યારે પીડિતાએ દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપી અલી બળજબરીથી ઘરમાં ઘૂસી ગયો અને તેના પર હુમલો કર્યો. સ્થાનિક લોકોએ અલીને પકડી લીધો અને તેને માર માર્યો, પરંતુ તે સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહૃાો. પોલીસે ઢાકાના સૈદાબાદ વિસ્તારમાંથી ફઝોર અલીની ધરપકડ કરી હતી.

૨૭ જૂને પીડિતાએ નોંધાવેલી લેખિત ફરિયાદના આધારે, મહિલા અને બાળ શોષણ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મુરાદનગર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટના ૨૬ જૂને બની હતી પરંતુ ૨૭ જૂને તેનો વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ગુસ્સો ફેલાઈ ગયો હતો.

ગયા વર્ષે ઓગસ્ટમાં વડા પ્રધાન શેખ હસીનાને હટાવ્યા પછી, બાંગ્લાદેશના ઘણાં વિસ્તારોમાં હિન્દુઓ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ સામે હિંસા અને અત્યાચારની ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે. આ પહેલા, ૩૧ મેના રોજ, વિવિધ સંગઠનોએ બાંગ્લાદેશ વિરુદ્ધ હિંસા વિરુદ્ધ ઢાકામાં નેશનલ પ્રેસ ક્લબ સામે માનવ સાંકળ અને વિરોધ કૂચનું આયોજન કર્યું હતું અને આ ઘટનાઓને રોકવાની માંગ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh