Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ પંથકમાં માનવરહિત ઊંટો દ્વારા દેશી દારૂની હેરાફેરીની અનોખી મોડસ ઓપરેન્ડી

પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરતા બંધાણીઓમાં ઉચાટ બુટલેગરોમાં ફફડાટઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૮: જિલ્લાના ભાણવડ પંથકમાં દેશી દારૂ ભઠ્ઠીઓ પકડવા પોલીસની ખાસ ઝુંબેશથી વ્યસનીઓમાં ઉચાટ અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે, તો એક અનોખા પ્રકારની મોડસ ઓપરેન્ડીસ પણ સામે આવી છે.

દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ ભાણવડના ઉત્સાહી તથા બાહોશ પી.આઈ. કે.બી. રાજવીએ દેશી દારૂ તથા ઈંગ્લીશ દારૂના દુષણ સામે ખાસ ઝુંબેશ ચલાવી છે.

અંગ્રેજી દારૂ બહારથી આવતો હોય, સઘન ચેકીંગ તથા પગલાંથી આ દારૂ આવતો અટકી ગયો પણ ભાણવડના બરડા ડુંગરમાં ઠેરઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, રોજ ખાસ ઝુંબેશ સાથે ઢગલાબંધ ચાલુ ભઠ્ઠીઓ પકડીને આ ગૃહઉદ્યોગ જેવા ધંધા સામે આયોજનપૂર્વક પગલાં લેવા શરૂ કર્યા છે.

ભાણવડના બરડા ડુંગરમાં જ્યાં ટુ વ્હલીર કે પોલીસની જીપ પણ ના પહોંચે તેવા દુર્ગમ પહાડી રસ્તાઓ પર થઈને જતી જગ્યાઓ પર દેશી દારૂની ભઠ્ઠીઓ ગોઠવાય છે તથા આ માલના વાહક છે ઊંટ!

માનવ વિહોણા ઊંટ દેશી દારૂના બન્યા વાહક

સામાન્ય રીતે ઊંટને રેતીનું વહાણ કહેવાય છે, પણ બરડા ડુંગરમાં ઊંટનો ઉપયોગ દારૂની સપ્લાયમાં થાય છે અને તે પણ કોઈ માણસ વગર!

આ અનોખી મોડસ ઓપેન્ડીનું જળ માનવરહિત ઊંટની પીઠ પરથી દેશી દારૂની કોથળીઓનો જથ્થો જે ગ્રાહકને મોકલવાનો હોય તેને લાદીને ઊંટને મોકલવા ઊંટ જથ્થો લઈને ગ્રાહકના ઘેર ખેતર-વાડીએ પહોંચાડી જાય છે! કોઈ માણસ વગર! નવાઈની વાત છે કે આ ઊંટો એટલા ટ્રેઈન હોય છે કે રસ્તામાં જો કોઈ ચહલપહલ કે પોલીસ ચેકીંગના અવાજ પણ દૂરથી સંભળાય તો ઝાડીમાં સંતાઈને જ્યાં સુધી રસ્તો ચોખ્ખો ના થાય ત્યાં સુધી બેસી જાય છે અને પછી સપ્લાય કરવા ગ્રાહકના ઠેકાણે જાય છે ત્યાં માલ ઉતરી ગયા પછી ફરી માલિકને ત્યાં પાછો ચાલી જાય છે.

ભાણવડ પી.આઈ. રાજવીએ ચુનંદા પોલીસ સ્ટાફને સ્પેશ્યલ દેશી દારૂની ભઠ્ઠી પકડવાના કાર્યમાં રોકતા એક જ કામ કરવાનું હોય, આવા સ્ટાફ દ્વારા દુર્ગમ વિસ્તારોમાં ઢગલાબંધ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડીને પોલીસે નાશ કરતા વધુ ઊંચા દુર્ગમ, પહાડી વિસ્તારોમાં આખું નેટવર્ક ખસેડવા છતાં ત્યાં પણ પોલીસના દરોડા પડતા જે ભાણવડનો બરડો દેશી દારૂમાં 'નિકાસકાર' હતો ત્યાં દારૂ આયાત કરવો પડે તેવી સ્થિતિ થતાં દારૂના ભાવ વધી જતા બંધાણીઓ પંકજ ઉધાસની ફૂઈ હુઈ મહંગી બહુત શરાબ ગઝલ ગણગણાવા લાગ્યા છે!

જો કે, પી.આઈ. રાજવી દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ તથા દારુ પકડવાની ઝુંબેશ ઉત્તરોત્તર વધુ તીવ્ર બનાવવામાં આવી રહી છે, જે સામાન્ય લોકોમાં પ્રશસંનિય બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh