Advertisement
Author: નોબત સમાચાર

ધરમપુરમાંથી ઝડપાયેલો સીરીયન નાગરિક અઢી વર્ષથી કરતો હતો વસવાટઃ તપાસનો ધમધમાટ

આ શખ્સને આશરો આપનાર શાળા સંચાલકની પણ ઘનિષ્ઠ પૂછપરછઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયાના ધરમપુરમાંથી ગયા શનિવારે એસઓજીએ એક સીરીયન નાગરિક તથા એક સ્થાનિકની અટકાયત કરી હાથ ધરેલી પૂછપરછમાં સીરીયન નાગરિક સ્ટુડન્ટ વીઝા પર ભારત આવ્યાની અને વીઝાની મુદ્દત પૂર્ણ થઈ ગયા પછી પણ સવા બે વર્ષથી ભારતમાં રોકાણ કરીને હોવાની વિગત બહાર આવી છે. આ શખ્સના સંપર્કમાં આવેલા એક શાળા સંચાલકને ત્યાં પરિચય થયા પછી રહેવા આવી ગયેલા સીરીયન શખ્સ અને આશરો આપનાર શાળા સંચાલકની જુદી જુદી સુરક્ષા એજન્સી દ્વારા પૂછપરછ કરાઈ રહી છે.

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા સહિત જુદા જુદા શહેરોમાં પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા ઘનિષ્ઠ ચેકીંગ દરમિયાન ગઈ તા.૧૫ના દિને દેવભૂમિ દ્વારકા એસઓજીને બાતમી મળી હતી કે, ખંભાળિયા નજીકના ધરમપુર ગામમાં આવેલી પ્રેસીડેન્ટ સ્કૂલમાં અંગ્રેજી ભાષામાં વાત કરતો એક શખ્સ લાંબા સમયથી વસવાટ કરે છે.

તે બાતમીના આધારે ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ કે.એમ. જાડેજા તથા સ્ટાફ દોડી ગયા હતા. આહિરસિંહણ રોડ પર પ્રેસીડેન્ટ સ્કૂલમાંથી મહિપત મનજીભાઈ કછટીયા ઉર્ફે માહી (ઉ.વ.૩ર) તથા અલી કામેલ મઈહુબ (ઉ.વ.ર૯) નામનો મુસ્લિમ શખ્સ મળી આવ્યા હતા.

શાળાને લગત કામકાજ કરતા મહિપત કછટીયા તથા મૂળ સીરીયાના વતની અલી કામેલની અટકાયત કરી પૂછપરછ કરાઈ હતી અને અલી કામેલ પાસે તેનો પાસપોર્ટ જોવા માંગવામાં આવ્યો હતો. આ શખ્સે ત્રણ પાસપોર્ટ રજૂ કર્યા હતા. જેમાં તેની પાસે સ્ટુડન્ટ વીઝા હોવાનું જણાઈ આવ્યું હતું અને તે વીઝાની એક મુદ્દત માર્ચ ૨૦૨૦માં પૂર્ણ થઈ ગયા પછી તેણે ઓનલાઈન રીતે વીઝા રીન્યુ કરાવ્યાનું અને તેની મુદ્દત પણ તા.પ-૭-ર૩ના દિવસે પૂર્ણ થઈ ગયાનું ખૂલ્યું હતું. અંદાજે સવા બે વર્ષથી આ શખ્સ વીઝા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ભારતમાં રોકાયો હતો.

આ શખ્સે વર્ષ ૨૦૧૯માં સીરીયામાંથી સ્ટુડન્ટ વીઝા મેળવ્યા પછી ભારતમાં આવી રાજકોટ સ્થિત કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યાે હતો અને વર્ષ ૨૦૨૩માં ચિતોડમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ મેળવવા પ્રયાસ કર્યાે હતો પરંતુ તેની પાસે વધુ સમયના વીઝા ન હોવાથી પ્રવેશ મળ્યો ન હતો. ત્યારપછી રાજકોટમાં એલજીબીટી કોમ્યુનિટીમાં તેણે અભ્યાસ કર્યા પછી ટીન્ડર નામની વેબસાઈટથી પ્રેસીડેન્ટ સ્કૂલના મહિપત કછટીયાનો સંપર્ક થયો હતો અને તે પછી સીરીયા જવાના બદલે અલી કામેલ સીરીયા જવાના બદલે રાજકોટથી ખંભાળિયા રહેવા આવી ગયો હતો.

તે દરમિયાન યુએન રેફયુજી એજન્સી-નવી દિલ્હી પાસેથી અલી કામેલે શરણાર્થી (રેફ્યુજી) તરીકેનું કાર્ડ કઢાવ્યું હતું. તે કાર્ડ હાલમાં તેની પાસે છે પરંતુ વીઝા નથી. જામખંભાળિયામાં રહી શકે તે માટેના કોઈપણ આધાર ન હોવાથી આ શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે અને ૨૦ રીસ્ટ્રીકશનમાં મૂકવામાં આવ્યો છે. આ શખ્સની સુરક્ષા એજન્સી ઓ દ્વારા સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh