Advertisement
Author: નોબત સમાચાર

વૈશ્વિક વિક્રમ સર્જી ભારતની ભવ્યતા વધારનાર અનંત અંબાણી-રાધિકા મરચન્ટના દામ્પત્ય જીવનનું પ્રથમ આયામ અભિનંદનની વર્ષા

                                                                                                                                                                                                      

એક જ સ્થળે સાધુ-સંતો,જૈન મુનિઓ, શંકરાચાર્યો, દેશ-વિદેશના ઉધોગપતિઓ, રાજકીય નેતાઓ અને વિવિધ સેલેબ્રિટીઓ હાજર હોય એવા આ લગ્નએ નવો રેકર્ડ વિસ્થાપિત કર્યો હતો.

ભારતને વૈશ્વિક ફ્લક પર મુકનારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ થઈ રહૃાુ છે, આ લગ્નએ સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વના દિલ જીતી લીધા હતા. આ વિવાહ માત્ર એક સામાન્ય સામાજીક પ્રસંગ નહીં, પણ ભારતને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવનાર સંસ્કૃતિક ઘટનાક્રમ બન્યો હતો. સમગ્ર દુનિયામાં લાખો લોકોએ આ લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં જોયા હતા તેમજ તેના વિષે સુંદર અભિપ્રાયો એકબીજાને મોકલાવ્યા હતા. લગ્નમાં હાજર નહી હોવા છતા કરોડો લોકોને એવી લાગણી થઈ હતી કે જાણે તેમના પોતાના ઘરમાં જ લગ્ન લેવાયા હોય.

હિંદુ વિવાહની પવિત્ર મહત્તા

હિંદુ સંસ્કૃતિમાં વિવાહ ફક્ત સામાજિક કરાર નથી, પરંતુ એક દિવ્ય અને આયુષ્કાળ માટેનું સાત ભવનુ બંધન છે. સમગ્ર એશિયામાં સૌથી વધુ ધનવાન હોવા છત્તા કોઈ અભિમાન વગર જ આ યુવા અંબાણી દંપતીએ હિન્દુસ્તાનની પારંપારીક વિધિથી લગ્નના સાત ફેરા લીધા હતા. આવુ કરીને અંબાણી અને મર્ચન્ટ પરિવારોએ વૈશ્વિક સ્તરે એક પોઝિટિવ મેસેજ મોકલ્યો હતો. આ લગ્નમાં દેશ વિદેશના અનેક મહાનુભાવો-આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓ સાક્ષી બન્યા હતા. 

આ લગ્નએ ભારતને વૈશ્વિક સ્તરે અનોખી માન્યતા અપાવવાની સાથોસાથ ભારતને વૈશ્વિક મંચ પર એક ઉંચેરા સ્થાન પર મુકી દીધુ હતું. પશ્ચિમના અનેક સમૃદ્ધ દેશોએ પણ આ લગ્નની પ્રશંશા કરી હતી તેમજ તેનુ અનુકરણ કરવાનુ શરૃ કર્યુ છે.

અનંત-રાધિકાના આ ઐતિહાસીક લગ્ન સમારોહમાં દેશ દુનિયામાંથી મોટા ઉધોગપતિઓ, સ્પોર્ટસમેન, બૌધિકો, વૈજ્ઞાનિકો, સેનાનીઓ, રાજકીય નેતાઓ અને અનેક સેલિબ્રિટી હાજર રહી હતી, જેને પગલે ભારતને એક નવી સામાજિક અને સાંસ્કૃતિક માન્યતા હાંસલ થઇ છે.

દેશ-વિદેશના પ્રતિષ્ઠિત લોકોનો એક જ સ્થળે મેળાવડા સાથોસાથ આ લગ્ન એક ઔલોકીક પ્રસંગ હતો, જેમા વિવિધ વૈદિક હિંદુ પરંપરાના ખાસ ધર્મગુરૃઓ અને આદરણિય આધ્યાત્મિક નેતાઓ હાજર રહૃાા હતા. ઉપરાંત દેશ દુનિયાની ખ્યાતનામ હસ્તીઓ પણ હાજર હતી. કોઈ એક જ સ્થળ અને સમારોહમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં મહાનુભાવોની ઉપસ્થિતિ હોય એવુ આ અગાઉ ક્યારેય બન્યુ નથી. ભવિષ્યમાં ફરીથી આવુ ક્યારેય બનશે કે કેમ તેની કોઈ કલ્પના કરી શકતુ નથી.આ લગ્નએ જાણે નવો વિશ્વ વિક્રમ રચી દીધો હતો.

સાધુ-સંતો,જૈન મુનિઓ-શંકરાચાર્યોએ નવદંપતિને આશિર્વાદ આપ્યા

અનંત-રાધિકાને આશિર્વાદ આપવા માટે દેશભરમાંથી અનેક સાધુ-સંતો,જૈન મુનિઓ અને શંકરાચાર્યોનો જાણે મેળાવડો જામ્યો હતો.જેમાં સ્વામી સદાનંદ સરસ્વતી, શંકરાચાર્ય-દ્વારકા, સ્વામી અવિમુક્તેશ્વરંદ સરસ્વતી, શંકરાચાર્ય-જોશીમઠ, ગૌરાંગ દાસ પ્રભુ, ઈસ્કોન ડિવિઝનના ડિરેક્ટર, ગૌર ગોપાલ દાસ, સાધુ- ઇસ્કોન, રાધાનાથ સ્વામી, ઈસ્કોન ગવર્નિંગ બોડી સભ્ય, પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝા,ગૌતમભાઈ ઓઝા, પૂજ્યશ્રી દેવપ્રસાદ મહારાજ, વિજુબેન રાજાણી, શ્રી આનંદબાવા સેવા સંસ્થા, શ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ, બદ્રીનાથ ધામ, પૂજ્યશ્રી ચિદાનંદ સરસ્વતી, વડા-પરમાર્થ નિકેતન આશ્રમ, શ્રી નમ્રમુનિ મહારાજ, જૈન મુનિ-સ્થાપક-પ્રસાદધામ, ધીરેન્દ્ર કુમાર ગર્ગ, ગુરૃ બાગેશ્વર ધામ, બાબા રામદેવ, યોગ ગુરૃ, સ્વામી રામભદ્રાચાર્ય-સ્વામી કૈલાશાનંદ, મહામંડલેશ્વર, નિરંજની અખાડા અવધેશાનંદ ગીરી, મહામંડલેશ્વર-જુના અખાડા, શ્રી દેવકીનંદન ઠાકુરજી મહારાજ-વિશ્વ શાંતિ સેવા ટ્રસ્ટ, દીદીમા સાધ્વી ઋતંભરાજી-વાત્સલ્ય ગ્રામ સ્વામી પરમાત્મનાદ જી, સ્થાપક- પરમ શક્તિપીઠ  શ્રી વિશાલ રાકેશજી ગોસ્વામી, મુખ્ય પૂજારી-શ્રીનાથજી મંદિરનો સમાવેશ થાય છે.

જ્હોન કેરી સહીતની અનેક વિદેશી રાજકીય હસ્તીઓની હાજરી

સાધુ સંતો ઉપરાંત વિદેશથી અનેક રાજકીય નેતાઓ લગ્ન પ્રસંગે હાજર રહૃાા હતા. જેમાં જ્હોન કેરી (અમેરિકન રાજકારણી), ટોની બ્લેર (ભૂતપૂર્વ વડાપ્રધાન, યુકે), બોરિસ જોહ્ન્સન (ભૂતપૂર્વ વડાપ્રધાન, યુકે), માટ્ટેઓ રેન્ઝી (ઇટાલીના ભૂતપૂર્વ વડાપ્રધાન), સેબેસ્ટિયન કુર્ઝ (ઓસ્ટ્રિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન),સ્ટીફન હાર્પર (કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન),  કાર્લ બિલ્ડ્ટ (સ્વીડનના ભૂતપૂર્વ વડાપ્રધાન), મોહમ્મદ નશીદ (માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ),મહામહિમ સામિયા સુલુહુ હસન (રાષ્ટ્રપતિ, તાંઝાનિયા)નો સમાવેશ થાય છે.

દેશ-વિદેશના બિઝનેસ ટાયકુનો પણ લગ્નને માણવા આવ્યા

અનંત-રાધિકાના અનેક લગ્નને માણવા માટે દેશ-દુનિયામાંથી મોટા બિઝનેસ ટાયકુનો પણ આવ્યા હતા. જેમાં અમીન નાસેર (પ્રેસિડેન્ટ અને સીઈઓ, અરામકો), એચ. ઈ. ખાલદૂન અલ મુબારક (સીઈઓ, મેનેજિંગ ડિરેક્ટર, મુબાદલા), મુરે ઓચિનક્લોસ (સીઈઓ, બીપી), રોબર્ટ ડુડલી (ભૂતપૂર્વ સીઈઓ-બીપી, બોર્ડ સભ્ય-અરામકો), માર્ક ટકર (ગ્રુપ ચેરમેન, એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસી), બર્નાર્ડ લૂની (ભૂતપૂર્વ સીઈઓ, બીપી), શાંતનુ નારાયણ (સીઈઓ, એડોબ), માઈકલ ગ્રીમ્સ (મેનેજિંગ ડિરેક્ટર, મોર્ગન સ્ટેનલી), ઇગોર સેચિન (સીઈઓ, રોઝનેફ્ટ),જય લી (એક્ઝિક્યુટિવ ચેરમેન, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ), દિલહાન પિલ્લે (સીઈઓ, ટેમાસેક હોલ્ડિંગ્સ), એમ્મા વોલ્મ્સલી (સીઈઓ, ગ્લેક્સોસ્મિથક્લાઇન), ડેવિડ કોન્સ્ટેબલ (સીઈઓ, ફ્લોર કોર્પોરેશન), જીમ ટીગ (સીઈઓ, એન્ટરપ્રાઇઝ જીપી), ગિયાની ઇન્ફેન્ટિનો (આઈઓસી સભ્ય, ફિફાના પ્રમુખ), જુઆન એન્ટોનિયો સમરાંચ (વાઈસ પ્રેસિડેન્ટ, આઈઓસી), ન્ગોઝી ઓકોંજો-ઇવાલા (ડાયરેક્ટર-જનરલ), કિમ કાર્દાશિયન (મીડિયા વ્યક્તિત્વ, સમાજસેવા), ખ્લો કાર્દાશિયન (મીડિયા વ્યક્તિત્વ, સમાજસેવા), દિનેશ પાલીવાલ (ભાગીદાર), લિમ ચાઉ કિયાટ, માઈકલ ક્લેઈન (મેનેજિંગ પાર્ટનર, એમ. ક્લેઈન એન્ડ કંપની), બદર મોહમ્મદ અલ-સાદ (નિર્દેશ), યોશીહિરો હૃાાકુટોમ (સિનિયર મેનેજિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર, જીસ્મ્ઝ્ર), ખલીલ મોહમ્મદ શરીફ ફૌલાથી (વાઇસ ચેરમેન), પીટર ડાયમંડિસ (એક્ઝિક્યુટિવ ચેરમેન, સિંગ્યુલારિટી યુનિવર્સિટી), જય શેટ્ટી (પોડકાસ્ટર, લેખક, કોચ), જેફ કૂન્સ (કલાકાર), જાન્યુઆરી માકામ્બા (વિદેશ બાબતો અને પૂર્વ આફ્રિકન સહકાર), જેમ્સ ટેક્લેટ (લોકહીડ માર્ટિન), નોકીયા મોબાઈલ નેટવર્કસના પ્રેસિડેન્ટ ટોમ્મી યુઈટ્ટો, બીપી કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ વિલિયમ લિન, એરીક્શનના સીઈઓ અને પ્રેસિડેન્ટ બોરજે ઈખોલ્મ, એચપીના સીઈઓ આનરીક લોર્સ,  વગેરેનો સમાવેશ થાય છે.

માનવ સેવા એજ માધવ સેવા

અંબાણી પરિવારનો મંત્ર  માનવ સેવા એજ માધવ સેવા છે આ મંત્ર લગ્નમાં પણ સાર્થક થયો હતો. અંબાણી પરિવારે આર્થિક રીતે નબળા ૫૦ નવદંપતિઓના સમૂહ લગ્ન પાર પડી નવો ચીલો પાડયો છે.

અંબાણી પરિવારે ત્રણ અઠવાડિયા સુધી ભંડારા દ્વારા દરરોજ ૧,૦૦૦થી વધુ લોકોને જમાડ્યા હતા.

હિન્દુ પરંપરા મુજબ વિવાહ સમારોહમાં મોસાળુ એટલે કે મામેરાની વિધિ પણ ખુબ જ ઉત્સાહપૂર્વક કરાઈ હતી.

જામનગરના મંદિર પરિસરમાં નીતા અંબાણીનુ ભક્તિ નૃત્ય

અનંતના માતા નીતા અંબાણીએ જામનગરના મંદીર પરિસરમાં ભક્તિ નૃત્ય કરીને પુત્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ત્યાં હાજર રહેલા અનેક લોકોની આંખોમાં હશ્રઆંસુ આવ્યા હતાં.

નીતા-મુકેશ અંબાણીએ પણ કલાનુ પ્રદર્શન કર્યુ

ભવ્ય લગ્નમાં મ્યુઝિકલ સમારોહ યોજાયો હતો. જેમાં અનંતના માતા પિતા, નીતા અને મુકેશ અંબાણીએ પણ ડાન્સ કરીને તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા.  ગ્રહ શાંતિ અને રાંદલ માતાના લોટા તેડ્યા હતા એટલે કે રાંદલ માતાની ખાસ પૂજા અર્ચના કરી હતી.  પીઠી-હળદની રસ્મો પણ નિભાવાઈ હતી. તેમજ સ્પેશિયલ ભજનોની રમઝટ સાથે શિવ શક્તિની પૂજા કરાઈ હતી.

મુખ્ય લગ્ન સમારોહમાં પરિવારની સેવા બજાવનારા કર્મચારીઓને લગ્નનું આમંત્રણ

ત્રણ દિવસીય લગ્ન સમારોહમાં પરિવારની સેવા બજાવનારા કર્મચારીઓ તેમજ સ્ટાફને પણ આમંત્રિત કરાયા હતા. જે સૂચવે છે કે, સમગ્ર એશિયાના સૌથી વધુ ધનવાન હોવા છત્તા મુકેશ અને નીતા અંબાણીને પૈસાનુ સહેજેય અભિમાન નથી અને તેઓ નાના માણસોનુ વિશેષ ધ્યાન રાખે છે.

વિવિધ ધર્મોનું આચરણ કરતા અને આંતરરાષ્ટ્રીય મહેમાનોને ભારતીય પારંપારિક વસ્ત્રોમાં જોવાનો લાવ્હો

અંનત અને રાધિકાના લગ્નમાં જોવા મળ્યો હતો. અંબાણીની લગ્ન સમારોહમાં રંગો, વસ્ત્રો, સામગ્રી અને તકનીકોનો જે ઉત્સવ જોવા મળ્યો તે ભારતના પ્રતિભાશાળી શિલ્પકોને જીવંત રીતે રજૂ કરે છે. બનારસ અને ચમકદાર ભારતીય વસ્ત્રોએ વિદેશીઓમાં આકર્ષણ જમાવ્યુ લગ્નમાં બનારસની સાડીઓએ તેમજ ચમકદાર વસ્ત્રોએ વિદેશી લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યુ હતુ.

ભવ્ય લગ્નથી ભારતની સંસ્કૃતિની સર્વોચ્ચ નવી છબી બની

આ લગ્ન ઉત્સવ માત્ર બે વ્યક્તિનું જોડાણ નહોતું પણ સમાજને એક નવો બોધપાઠ અને દીશા મળી હતી તેમજ રીલાયન્સ તથા અંબાણી પરિવારની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાડયા છે. આ લગ્નમાં ફેશન, હસ્તકલા અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો છે અને જેનો સંદેશો સમગ્ર વિશ્વમાં પ્રસર્યો છે. આ ભવ્ય લગ્નથી ભારતીય સંસ્કૃતિની નવી છબિ ઊભરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh