Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા
જામનગર તા. ૧૨ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક પરીક્ષા જુન-જુલાઈમાં લેવામાં આવી હતી. જેનું ૪૧.૫૬ ટકા પરિણામ જાહેર થયું છે.
ફેબ્રુઆરી માર્ચ-૨૦૨૫માં લેવામાં આવેલી ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે જુન-જુલાઈ ૨૦૨૫માં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.
જેમાં ૧૯૨૫૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. તેમાંથી ૧૬૭૮૯ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ૬૯૭૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા ૪૧.૫૬ ટકા પરિણામ જાહેર થયું છે.
એ ગ્રુપમાં ૩૪૮૮ વિદ્યાર્થી નોંધાયા હતાં. જેમાંથી ૩૧૩૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને તેમાંથી ૧૪૫૨ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. જયારે બી ગ્રુપમાં ૧૫૭૫૩ વિદ્યાર્થી નોંધાયા હતાં. ૧૩૪૬૪ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. જેમાંથી ૫૫૨૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તેમજ એ-બી ગ્રુપમાં ૧૦ વિદ્યાર્થી નોંધાયા હતાં. તેમાંથી ૮ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાંથી ત્રણ વિદ્યાર્થી પાસ થયા.
તથા ડીફરન્ટલી એબલ્ડ ઉમેદવારોને ૨૦ ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. આવા ઉમેદવારની સંખ્યા ૩ની છે.
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં લેવામાં આવેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય અને વિજ્ઞાન પ્રવાહમાં બેસ્ટ ઓફ ટુનાં લાભ માટે પૂરક પરીક્ષા આપી હોય તેવા કુલ ૧૦૮૮૧ વિદ્યાર્થી નોંધાયા હતાં. તેમાંથી ૭૬૬૦ પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતાં. જેમાંથી ૫૮૨૧ વિદ્યાર્થીના પરિણામમાં સુધારો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial