Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ૫ વર્ષમાં ૩.૨૬ લાખ પશુની સારવાર

૧૯૬૨-એનિમલ હેલ્પલાઈન હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર જિલ્લામાં ૧૯૬૨ -એનિમલ હેલ્પલાઇન થકી ૫ વર્ષમાં ૩,૨૬,૦૧૭ પશુની સારવાર કરાઈ છે.

રાજ્ય સરકાર અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના સંયુકત ઉપક્રમ હેઠળ ૧૯૬૨-એનિમલ હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. અબોલ પશુ-પક્ષીઓને સ્થળ પરજ તાત્કાલીક સારવાર આપવામાં આવતા પશુપાલક માટે એનિમલ હેલ્પલાઇન દેવદુત સમાન સાબીત થઈ છે. પશુપાલન વિભાગ અને જીવીકે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના સંયુકત ઉપક્રમે કાર્યરત આ સેવા થકી જૂન ૨૦૨૦ થી ૨૦ જૂન ૨૦૨૫ સુધીમાં જામનગર જિલ્લાના ૩,૨૬,૦૧૭ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે.

જામનગર જિલ્લામાં કુલ ૩૪ હરતા-ફરતા પશુ દવાખાના કાર્યરત છે. છેલ્લા એક વર્ષમાં ૬૪૫૬૯ પશુઓની સારવાર કરી જેમાં ૨૭૩૭૭ ભેંસ, ૨૫૫૭૯ ગાય, ૫૬૫૮ બકરી, ૪૫૨૧ ધેટા, ૧૧૨૩ કૂતરા, બિલાડી, ધોડા, કબુતર અને ચકલીઓની સારવાર કરાઈ છે. હરતા ફરતા પશુ દવાખાના તાલીમબદ્ધ કર્મચારીઓ તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી સજ્જછે. જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાઇલટ કમ ડ્રેસર હાજર હોય છે.

હરતા ફરતા પશુ દવાખાનાની સેવા નક્કી કરાયેલા રૂટ પ્રમાણે અને ઈમરજન્સી કેસને ધ્યાને લઈને આપવામાં આવે છે. કોઈપણ ઈમરજન્સી પરીસ્થિતીમાં ૧૯૬૨ આ હેલ્પલાઈન પર સંપર્ક કરીને આ સેવાનો લાભ મેળવી શકાય છે. હરતા ફરતા પશુ દવાખાના દ્વારા જરૂર જણાયે તાત્કાલીક સ્થળ પર જ નાના મોટા તેમજ જટીલ ઓપરેશન પણ કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં હરતા ફરતા પશુ દવાખાના સીવાય કરૂણા એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવી છે. જે બીનવારસુ પશુપક્ષીઓને સ્થળ પર સારવાર આપે છે.

કરૂણા એનિમલ એમ્બયુલન્સનો સમય સવારના ૮:૦૦ વાગ્યા થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી અને હરત ફરતા પશુ દવાખાનાનો સમય સવારના ૮:૦૦ વાગ્યા થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો હોય છે. કોઈપણ વિસ્તારમાં કોઈપણ પશુ-પક્ષી ઈજાગ્રસ્ત બીમાર હાલતમાં જોવા મળે તો તુરંત ૧૯૬૨ નંબર પર ફોન કરી સંપર્ક કરવા જીવીકે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોગ્રામ મેનેજર ડો. મોહમ્મદ સોયબ ખાન તથા જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર ચિંતન પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh