Advertisement
Author: નોબત સમાચાર

'આપ'થી નારાજ ધારાસભ્ય ઉમેશ મકવાણાનુ દંડકપદેથી રહસ્યમય રાજીનામું

ધારાસભ્ય પદે યથાવતઃ પાર્ટી પણ નથી છોડી ?

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૬: તાજેતરમાં યોજાયેલી વિસાવદરની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીતથી આપમાં ખુશીનો માહોલ છે. ત્યારે બીજી તરફ બોટાદના આપના ધારાસભ્યએ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપ્યુ હોવાની જાહેરાત કરી હતી.

આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માત્ર દંડકપદે અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપીને પાર્ટી પર દબાણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિસાવદરમાં ઈટાલિયાની જીત બાદ પાર્ટીમાં સખળડખળ શરૂ થઈ ગયું છે.

આપના ઉમેશ મકવાણાએ કહ્યું કે ધારાસભ્યપદેથી રાજીનામાનો નિર્ણય જનતાને પૂછીને કરીશ. પછાત સમાજના નેતાને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવાય છે. પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે. દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે.

આમ આદમી પાર્ટીએ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી. ઉમેશ મકવાણાએ ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતાં. ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો.

ઉમેશ નારણ મકવાણા આમ આદમી પાર્ટીના રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ ૮ ડિસેમ્બર ૨૦૨૨થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહૃાા છે. ઉમેશ નાર૬ભાઈ મકવાણાનો જન્મ ગુજરાતના બોટાદમાં થયો છે. ઉમેશ મકવાણાએ પ્રાથમિક અને માધ્યમિક શાળા શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh