Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ૬૫ ગ્રામ પંચાયતોમાં સરપંચો તથા સભ્યો ચૂંટાયેલા જાહેર : મતગણતરી શાંતિથી સં૫ન્ન

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાની નવ, કલ્યાણપુરની ૨૩, ભાણવડની ૧૯ તથા દ્વારકાની પંદર મળીને કુલ ૬૫ ગ્રામ પંચાયતોના સરપંચ તથા સભ્યોની ચૂંટણીઓ ૨૨-૬-૨૫ના રોજ યોજાયેલ હતી, જેની મતગણતરી દ્વારકા જિલ્લાના ચાર તાલુકાઓમાં ચાર સ્થળે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી જે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. સવારે આઠ વાગ્યાથી મોડી રાત્રિ સુધી મતગણતરી ચાલી હતી.

ભાણવડ તાલુકાના ભોરીટા કોટડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રામીબેન પુંજાભાઈ ચૌહાણ તથા સદસ્યોમાં મનીષાબેન ચૌહાણ સહીત આઠ વિજેતા થયા હતા. બોડકી ગામે સરપંચ તરીકે માલીબેન જેરામભાઈ પાથર તથા લીલાબેન સોલંકી સહિત આઠ સભ્યો ચૂંટાયા હતા. ચોખંડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હસ્મીતા કાનભાઈ ગોઝીયા તથા સદસ્યોમાં કુલસુમબેન મુમીયા સહિત નવ સદસ્યો ચૂંટાયા હતાં. ધારાગર ગામે સરપંચ તરીકે બસીરભાઈ ગુલમામદ કોરેની તથા રોશન ઓસમાણ સહત સાત સભ્યો વિજેતા થયા હતાં. રેટા કાલાવડ ગામે સરપંચ તરીકે મિત્રજા રામશીભાઈ મારૂ તથા સદસ્યોમાં મનીષાબેન લાડવા સહિત આઠ વિજેતા થયેલ. સઈ દેવળીયા ગામે  સરપંચ તરીકે હસમુખભાઈ દેવાતભાઈ તથા જુગલબેન ઓડેદરા સહિત સાત સદસ્યો ચૂંટાયા. આંબરડી ગામે સરપંચ તરીકે  પુર્ણાબા વિક્રમસિંહ વાળા તથા હંસાબેન કણઝારીયા સહિત આઠ સદસ્યો વિજેતા થયા હતા. આંબલીયારા ગામે મેનાબેન મનોજકુમાર સરપંચ તરીકે તથા હંસાબેન ધીરૂભાઈ સહિત આઠ સદસ્યો વિજેતા થયા હતા. કબરકા ગામે સરપંચ તરીકે વજશીભાઈ રાજશીભાઈ કરંગીયા વિજેતા થયેલ. કૃષ્ણગઢ ગામે કાજલબેન દિનેશભાઈ સોલંકી સરપંચ તરીકે તથા ભીખાભાઈ કરંગીયા સહિત આઠ સદસ્યો વિજેતા થયા હતા. જશાપુર ગામે સરપંચ તરીકે નાથીબેન રાજાભાઈ કરમૂર તથા હીનાબેન કરમૂર સહિત આઠ સદસ્યો વિજેતા થયા હતા. ટીંબળી ગામે સરપંચ તરીકે બાઘાભાઈ બાલાભાઈ મોરી તથા હિતેશભારથી હેમુભારથી સહિત આઠ સદસ્યો વિજેતા થયા હતા. દુધાળા ગામે સરપંચ તરીકે રામાભાઈ વાલાભાઈ તથા રમીલાબેન નનેરા સહિત આઠ સદસ્યો વિજેતા થયા હતા. પાછતરડી ગામે સરપંચ તરીકે  ડાયાભાઈ દેવરાજ તથા સંતોકબેન કોડીયાતર સહિત આઠ સદસ્યો વિજેતા થયા હતા. ભુવનેશ્વર ગામે સરપંચ તરીકે નાથીબેન કારેણા તથા હિરાભાઈ ભુંડીયા સહિત છ સદસ્યો વિજેતા થયા હતા. ભેનકવડ ગામે સરપંચ તરીકે અસ્માબેન યાસીન હિંગોરા તથા રમેશ મુળુ કારેણા સહીત આઠ સદસ્યો વિજેતા થયા હતા. શેઢાખાઈ ગામે સરપંચ તરીકે કરસનભાઈ મુળભાઈ તથા મુકેશ હાથીયા સહિત આઠ સદસ્યો વિજેતા થયા હતા.

કલ્યાણપુર તાલુકાના આસીયાવદર જેપુરમાં સરપંચ તરીકે રણજીતસિંહ નવલસિંહ જેઠવા, કાનપર શેરડીના સરપંચ તરીકે  સામત પબા કરંગીયા, કેનેડીમાં સરપંચ તરીકે ગોવિંદભાઈ કાનજીભાઈ ડાભી, ખીજદડ ગામે ખમાબા મંગળસિંહ જાડેજા, ગાંધવી ગામે રામદતી કુંવરગર જોધગર, ગુરગઢ ગામે સનીબેન સામતભાઈ લુણા, ધુમથર ગામે સરપંચ તરીકે રાવલીયા પાલાભાઈ મારખીભાઈ, ચપર ગામે ભાટીયા ધાનાભાઈ મુળુભાઈ, જામપર ગામે રાઠોડ આરતીબેન કીર્તિકુમાર, જુવાનપુર ગામે લક્ષ્મીબેન હીરાભાઈ મધુડીયા, ડાંગરવડ ગામે વેજા મુરૂ અમર, નાવદરા ગામે જીવીબેન દેવાભાઈ કરમુર, પટેલકા ગામે પુરીબેન ધરણાંતભાઈ કરંગીયા, પીંડારા ગામે મણીબેન પાલાભાઈ માડમ સરપંચ તરીકે વિજેતા થયેલ. ભારવડીયામાં સોનીબેન દિલીપભાઈ ભાટીયા, મણીપુર હાબરડીમાં મીતુબેન વીરાભાઈ બાવરીયા, મહાદેવીયામાં પુરીબેન ભીમશી કરંગીયા, માંગરીયામાં પ્રિતીબા હિતેશસિંહ જાડેજા, માળી ગામે પાલીબેન અરજણભાઈ સાયરા, માલેણ ગામે લાખીબેન ગોજીયા, સણોસરી ગામે  ભાટીયા ધાનાભાઈ, હરીપરમાં પમીબેન ડાયાભાઈ સરપંચ તરીકે વિજેતા થયા હતા.

ખંભાળીયાના આથમણા બારા ગામે સરપંચ તરીકે બ્રીજરાજસિંહ ઉમેદસિંહ, ગોકુળપુર ગામે ખીમાભાઈ હરજીભાઈ નકુમ, જુના તથીયા ગામે પાબીબેન માંડણ કરમુર, ટીંબડી ગામે વર્ષાબા ટેમભા જાડેજા, દખણાદા બારા ગામે નયનાબા અનોપસિંહ જાડેજા, ભાડથર ગામે સામતભાઈ પબુભાઈ કંડોરીયા, મેવાણા ગામે રામીબેન નાથાભાઈ હડીયલ, વચલા બારામાં મંછાબા ઘેલુભા સોઢા, વીરમદડ ગામે અરશી માલદે વાઢેર વિજેતા થયા હતા.

દ્વારકા તાલુકાના અણીયારી ગામે સરપંચ તરીકે ભગતસિંહ દેવાભાઈ, ઓખામઢીમાં ગૌરીબેન જીવાભાઈ મુન, ખંતુબામાં રૂક્ષમણીબાઈ ધનાભા સુંમણીયા, ગોરીંજામાં સામતભાઈ દેવશીભાઈ ફફલ, ધ્રાસણવેલ ગામે કનૈયાતા ગાગાભા, નાગેશ્વર ગામે રૂપારીબા રમેશતા સુમણીયા, બરડીયા ગામે નવઘણભા પરીમલભા માણેક, મકનપુરમાં જીવતીબેન રમેશભાઈ જગતીયા, મુળવેલમાં વલુબાઈ જોધાભા જગતીયા, મોજપમાં વાલાભા કાયાતા કુંભાણી, મોટા ભાવડામાં સેજલબેન કનૈયાભા માણેક, લૌવરાલીમાં વીરૂભાઈ ધનાભા તગાડ, વસઈમાં નિશાબેન અજયભાઈ માણેક, શામળાસરમાં ભારતી બહાદુરભાઈ માણેક, શીવરાજપુરમાં ચંદુભાઈ નાયાણી વિજેતા થયા હતા.

દ્વારકા જિલ્લાની ૬૫ ગ્રામ પંચાયતોની ચાર સ્થળે ખંભાળીયા જી.વી.જે. હાઈસ્કૂલ, દ્વારકા એન.ડી.એચ. હાઈસ્કૂલ તથા ભાણવડ અને કલ્યાણપુરમાાં સરકારી કોલેજોમાં યોજાયેલ મતગણતરીમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ મત ગણતરી સંપન્ન થઈ હતી. ગામડાઓમાં તથા મત ગણતરી સ્થળે મીઠા મોઢા, અબીલ ગુલાલ ફટાકડા તથા વિજય સરઘસો નીકળ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh