જાણો ૪ જુલાઈ, શુક્રવાર અને અષાઢ સુદ નોમનું પંચાંગ

સુર્યોદયઃ ૦૬-૦૯ - સુર્યાસ્તઃ ૭-૩૪

                                                                                                                                                                                          

દિવસના ચોઘડીયા

(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ

રાત્રિના ચોઘડીયા

(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ સુદ-૦૯ :

તા. ૦૪-૦૭-ર૦૨૫, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૪,

મુસ્લિમ રોજઃ ૦૮, નક્ષત્રઃ ચિત્રા,

યોગઃ શિવ, કરણઃ તૈતિલ

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધાકીય બાબતે આપના કાર્યની કદર-પ્રસંશા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.  બદલી-બઢતીના કામમાં પ્રગતિ જણાય. પરંતુ ક્યારેક કામમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે.  આરોગ્ય સુખાકારી મધ્યમ રહે. કૌટુંબિક-પારિવારિક બાબતે પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે.  વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા જણાય. વિદ્યાર્થી વર્ગને સફળા પ્રાપ્ત થતી જણાય.

બાળકની રાશિઃ તુલા

જાણો ૪ જુલાઈ, શુક્રવાર અને અષાઢ સુદ નોમનું રાશિફળ

મેષ સહીત બે રાશિના જાતકોને નાણાકીય કામમાં ધ્યાન રાખવું, ધારણા પ્રમાણેના કામમાં મુશ્કેલી જણાય​

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

નાણાકીય જવાબદારીવાળા કામમાં આપે ધ્યાન રાખવું પડે. સામાજિક-વ્યવહારિક કામમાં રૂકાવટ  જણાય.

શુભ રંગઃ મરૂન  - શુભ અંકઃ ૨-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આડોશ-પાડોશમાં વિવાદ, ગેરસમજ-મનદુઃખથી સંભાળવું પડે. અગત્યના કામના મિલન-મુલાકાત  મુલત્વી રાખવી.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

ઘર-પરિવારની ચિંતાના લીધે નોકરી-ધંધામાં આપનું મન લાગે નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.  વ્યય થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૮

 

Cancer (કર્ક: ડ-હ)

વાણીની સંયમતા રાખીને આપનું કામ કરવું. સંતાનના કામમાં, પરદેશના કામમાં રૂકાવટ-વિલંબ  જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૯

 

Leo (સિંહ: મ-ટ)

મોસાળ પક્ષે-સાસરીપક્ષે બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.  ચિંતા-ઉચાટ રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

રાજકીય-સરકારી કામ અંગેની મિલન-મુલાકાતમાં મુશ્કેલી જણાય. કોઈના દોરવાયા જાવતો પસ્તાવવું  પડે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭

 

Libra (તુલા: ર-ત)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબિયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત દરમિયાન આપે ઉતાવળ કરવી નહીં. નોકર-ચાકર વર્ગની મુશ્કેલી  જણાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૬

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. પરંતુ ધાર્યા મુજબ કામ થાય નહીં. જમીન-વાહનના  કામમાં ધ્યાન રાખવુંં.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭

 

Capricorn (મકર: ખ-જ)

સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીમાં વધારો થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૧

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આ૫ની ગણતરી-ધારણા અવળા પડતા આપને મુશ્કેલી અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે  નાણાભીડ જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય. વિચારોની અસમંજસતાને લીધે મહત્ત્વના નિર્ણય લેવામાં મુશ્કેલી  પડે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૧

જાણો, ૩ જુલાઈ, ગુરૂવાર અને અષાઢ સુદ આઠમનું પંચાંગ

સુર્યોદય : ૬-૦૮ - સુર્યાસ્ત : ૭-૩૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ સુદ-૦૮ :

તા. ૦૩-૦૭-ર૦૨૫, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૩,

મુસ્લિમ રોજઃ ૭, નક્ષત્રઃ હસ્ત,

યોગઃ પરિષ, કરણઃ બાલવ

 

આજનાં દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યવસાયિક બાબતે આપને સમય-સંજોગો, પરિસ્થિતિ અનુસાર આગળ વધવું. ઉતાવળમાં  આવી જઈને કોઈ નિર્ણય કરવા નહીં. તેમ છતાં આપના કામનો ઉકેલ લાવી શકો. આપના કાર્યની  કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. વિર્દ્યાથીવર્ગને અભ્યાસમાં પ્રગતિ જણાય. કુટુંબ, પરિવાર, મિત્રો સાથે  યાત્રા-પ્રવાસનું આયોજન થાય. સ્થિતિ સરભર બની રહે.

બાળકની રાશિઃ કન્યા ર૭.ર૦ સુધી પછી તુલા

જાણો, ૩ જુલાઈ, ગુરૂવાર અને અષાઢ સુદ આઠમનું રાશિફળ

મકર સહીત બે રાશિના જાતકોને શુભકાર્ય થાય, મહત્ત્વના નિર્ણય લેવામાં સાનુકૂળતા રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આ૫ના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહો. કામમાં સાનુકૂળતા મળતા કામનો ઉકેલ  આવે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે આડોશ,પાડોશના કામમાં વ્યસ્ત રહો. જુના સ્વજન, સ્નેહીવર્ગની આકસ્મિક  મુલાકાત થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપ હરો, ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદયને શાંતિ, રાહત જણાય નહીં. માતા-પિતાના  આરોગ્યની ચિંતા રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવે. સંતાનના કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં હરિફવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદીથી નાણાભીડની  શક્યતા રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યની સાથે સંસ્થાકીય, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. મહત્વના નિર્ણય લેવામાં  સરળતા રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૯

 

Libra (તુલા: ર-ત)

દિવસના પ્રારંભથી જ આપને બેચેેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય.કામ કરવાની  ઈચ્છા થાય નહીં.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૮

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૫

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે પરિવાર, સંબંધી, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. કામનો ઉકેલ  લાવી શકો.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૪

 

Capricorn (મકર: ખ-જ)

પરદેશના કામમાં પ્રગતિ જણાય. આપના કાર્યની કદર થવાથી આનંદ રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે  છે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૧-૩

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં કોઈ ને કોઈ મુશ્કેલી આવ્યા કરે. ધાર્યા પ્રમાણેનું કામ થાય નહીં. ખર્ચ-ખરીદી થઈ શકે  છે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન થવાથી આપને  આનંદ થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૯

જાણો ર જુલાઈ, બુધવાર અને અષાઢ સુદ સાતમનું પંચાગ

સુર્યોદય: ૬-૦૮ - સુર્યાસ્ત: ૭-૩૪

                                                                                                                                                                                          

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ સુદ-૦૭ :

તા. ૦૨-૦૭-ર૦૨૫, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ: ૫૧૨૭, પારસી રોજ: ૨૨,

મુસ્લિમ રોજઃ ૦૬, નક્ષત્રઃ ઉત્તર ફાલ્ગુની,

યોગઃ વરિયાન, કરણઃ વિષ્ટિ

 

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યાવસાયિક બાબતે આપની ગણતરી-ધારણા પ્રમાણેના કામ ન થવાથી આપની મુશ્કેલીમાં  વધારો થતો જાય. નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે. અને ઘરે રહોતો નોકરી-ધંધાની  ચિંતા આપને સતાવ્યા કરે. આરોગ્ય સુખાકારીની બાબતમાં વિશેષ કાળજી રાખવી પડે. યાત્રા-પ્રવાસ  થાય. વિદ્યાર્થીવર્ગ અપેક્ષા અનુસાર પરિણામ પ્રાપ્ત થાય.

બાળકની રાશિઃ કન્યા

જાણો ર જુલાઈ, બુધવાર અને અષાઢ સુદ સાતમનું રાશિફળ

મિથુન સહીત ત્રણ રાશિના જાતકોના કાર્યની પ્રશંસા થાય, કામમાં વ્યસ્તતા જણાય​

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

માનસિક ૫રિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની  દ્વિધા-અસમંજસતા જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારીક કામમાં વ્યસ્ત રહો. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક  જણાય.

શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૩-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની કદર-પ્રશંસા થાય. ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગ આપને મદદરૃપ થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૮

 

Cancer (કર્ક: ડ-હ)

આ૫ને કામમાં પ્રતિકૂળતા રહે. નોકરી,ધંધે જાવ તો ઘરની ચિંતા રહે, અને ઘરે રહો તો નોકરીની  ચિંતા રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના રૃકાવટ-વિલંબમાં અટવાઈ ગયેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સાથ  સહકાર રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામકાજને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ રહે. કોર્ટ-કચેરીના કામ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ  રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે, જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપને સાનુકૂળતા  જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દિવસના પ્રારંભથી તબિયત અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. સુસ્તી અનુભવાય. અનિચ્છએ કામ કરવામાં  ભૂલો થાય.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને રાહત-શાંતિ થતી જાય. આપના કામમાં સાનુકૂળતા  થતી જાય.

શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૨-૮

 

Capricorn (મકર: ખ-જ)

જમીન, મકાન, વાહનના કામ થતા જાય. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો.  પરિવારનો સાથ રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૫

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમમાં સાનુકૂળતા થતા ધીમે ધીમે આપના કામનો ઉકેલ લાવતા જાવ. દોડધામ-શ્રમમાં ઘટાડો  થતો જાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપે આવેશમાં આવ્યા વગર શાંતિથી કામ કરવું. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. ખર્ચ-ખરીદી  જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૫

જાણો ૩૦ જૂન થી ૬ જુલાઈ ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિફળ

મેષ સહીત ત્રણ રાશિને સપ્તાહમાં સાવચેતી રાખવી, વ્યાપારમાં પ્રતિકૂળતા રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે સાવધાનીપૂર્વક કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન શત્રુ-વિરોધીઓથી સાવચેત રહેવું સલાહભર્યું બની રહે. આપનું સ્વાસ્થ્ય નબળુ જણાય. દાંપત્યજીવનમાં એકમેકનો સાથ-સહકાર બની રહે. પડવા-વાગવાથી સાચવવું, કુટુંબ-પરિવારમાં મતભેદ હશે તો તેનો ઉકેલ લાવવા સમર્થ બની રહેશો. યાત્રા-પ્રવાસ દ્વારા આર્થિક લાભ મેળવી શકશો. ભાગ્યનો સાથ રહેવાને કારણે પ્રગતિ સાધી શકશો. કાનૂની-સરકારી કાર્યાેમાં સાનુકૂળતા તા.૩૦થી ૩ શત્રુઓથી સાચવવું, તા.૪ થી ૬ સારી.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતં સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સુખ-દુઃખ, લાભ-નુકસાન એમ બંને પ્રકારના પાસાનો અનુભવ આપને થાય. વિદ્યાર્થીઓને શુભ ફળની પ્રાપ્તિ થાય. હિતશત્રુઓથી સાવધાની રાખવી. દાંપત્યજીવનમાં ઘર્ષણ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉચાટ-ઉદ્વેગ રહે. વાણી-વર્તન-ક્રોધ ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. ભાઈ-ભાડુ સાથે મતભેદ ઉદ્ભવે, લાંબી યાત્રા-પ્રવાસના યોગ જણાય છે. વ્યાપાર-વ્યવસાયમાં ઘરાકી ચુસ્ત જણાય. તા.૩૦ થી ૩ મિશ્ર, તા. ૪થી ૬ ચિંતા રહે.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે નવીન તક અપાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને નવી તકો મળે અને નવીન વિચાર કે યોજના અમલમાં મૂકવા માટેની તકો પ્રાપ્ત થાય. રાજકીય-સામાજિક ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ સંભાળવું. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ આશા મુજબનું મળે. સંતાન બાબતેના પ્રશ્નોનું સમાધાન મળી રહે. વ્યાપાર-ધંધા, વ્યવસાયમાં અણધારી મુસીબત જણાય. નાણાભીડ રહે. શત્રુ-વિરોધીઓ પ્રબળ બનતા જણાય. સ્વાસ્થ્ય સાચવવું. વાણી ઉપર સંયમ જાળવવો. તા. ૩૦ થી ૩ નવીન કાર્ય થાય, તા. ૪ થી ૬ સાવધાની રાખવી.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે આર્થિક લાભ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભાગ્યનો સાથ મળી રહે. ધાર્મિકતા-આધ્યાત્મિકતામાં વૃદ્ધિ જણાય. યાત્રા-પ્રવાસ સફળ રહે. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની શક્યતા રહે. વ્યાપાર-ધંધામાં આકસ્મિક તેજી નોંધપાત્ર લાભ અપાવી જાય. માતા-પિતાના આશીર્વાદ અને મદદ આપને સહાયરૂપ બને. સંતાન સંબંધી બાબતે ચિંતા હશે તો દૂર થશે. વિદ્યાર્થીઓને આશા મુજબનું પરિણામ મળે. શત્રુ વિરોધીઓથી સાચવવું. દાંપત્યજીવનમાં મધુરમ જોવા મળે. તા. ૩૦ થી ૩ આર્થિક લાભ, તા. ૪ થી ૬ મધ્યમ.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે તડકા-છાયા જેવો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે થોડી હાનિકારક ઘટનાઓનો સામનો કરવો પડે. પડવા-વાગવાથી સંભાળવું. કૌટુંબિક વિખવાદ રહ્યા કરે. સ્થિતિમાં મંદ ગતિએ સુધાર આવતો જોવા મળે. માનસિક સ્વસ્થતા પરત મેળવી શકશો. નોકરી-ધંધામાં મન પરોવી મહેનત કરશો, ધાર્મિક બાબતોમાં વૃદ્ધિ જણાય. વ્યાપાર-ધંધામાં નોંધપાત્ર લાભ મળે, વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળે, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. તા. ૩૦ થી ૩ સંભાળવું, તા. ૪ થી ૬ સાનુકૂળ.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે અધુરા કાર્યાે પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના ધારેલા અથવા તો અધુરા કાર્યાે નિર્વિઘ્ન પાર પાડી શકશો. આપને આપની આશા-અપેક્ષા મુજબ પરિણામ પ્રાપ્ત થાય. આપ માનસિક દૃષ્ટિએ સ્વસ્થ અને દૃઢ જણાવ. સરકારી કાર્યાે શક્ય હોય તો ટાળવા. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની પ્રશંસા લાભ અપાવી જાય. ધંધા-વ્યાપારમાં આકસ્મિક તેજીનું વાતાવરણ જોવા મળે. કોઈ શુભ સમાચાર મળે અથવા શુભ ઘટના બનવા પામે. તા.૩૦થી ૩ સફળતા મળે, તા.૪થી ૬ સારી.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર મળે અથવા કોઈ શુભ સંકેત મળે. નોકરી-ધંધામાં કોઈ વિશેશ લાભની પ્રાપ્તિ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. માતા-પિતા, વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતા રખાવે. વિશ્વાસ વહાણ હંકારવા નહીં, વ્યાવસાયિક ક્ષેત્રે આશાજનક પરિણામ જોવા મળે. આળસ ત્યજીને કામમાં મન પરોવવું જરૂરી જણાય છે. પરિશ્રમ એ જ પરમેશ્વર છે તેમ માનવું. આર્થિક સ્થિતિને સમતોલ રાખી શકશો. તા. ૩૦ થી ૩ શુભ, તા. ૪ થી ૬ સામાન્ય.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે સામાજિક જાહેર જીવન ક્ષેત્રે વ્યસ્ત રહેવાના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ધાર્મિક-માંગલિક કાર્યાનું આયોજન થાય અથવા રાજકીય-સામાજિક કાર્યાેનું આયોજન શક્ય બને. નોકરી-ધંધા ક્ષેત્રે શુભ ફળ મળે. કોઈ નવો ઓર્ડર-ટેન્ડર કે કોન્ટ્રાક્ટ મળવાથી આપ ખુશ જણાવ. સરકારી-કાનૂની મામલે સચેત રહેવું જરૂરી જણાય છે. દાંપત્યજીવનમાં મધુરમ જણાય. આપને કોઈ નોંધપાત્ર લાભ મળી શકે તેમ જણાય છે. નોકરિયાતને ઉપરી અધિકારીની સીફારીશથી બઢતી મળે. તા. ૩૦ થી ૩ લાભદાયી, તા. ૪ થી ૬ સરળતા રહે.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે દોડધામ-વ્યસ્તતા કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યર્થ અથવા કોઈ કારણોસર આપને દોડધામ-વ્યસ્તતા રહ્યા કરે. માનસિક ચિંતા-ઉદ્વેગ-ઉચાર રહ્યા કરે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુભ જણાય. નોકરિયાત વર્ગને સમય લાભદાયી પસાર થાય. આપનું સ્વાસ્થ્ય નબળુ જણાય. ઘર-પરિવારમાં વાતાવરણ શાંતિમય બની રહે. દાંપત્યજીવનમાં વસંત ખીલતી જણાય. નાણાકીય લેવડ-લેવડમાં ધ્યાન રાખવું. યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત થાય. તા.૩૦થી ૩ દોડધામ રહે, તા.૪થી ૬ ઠીકઠાક.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે નાની-મોટી, રૂકાવટો-અડચણો આવવાની શક્યતા જણાય છે. માનસિક સ્થિતિ ડામાડોળ જણાય. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-પરેશાની રહ્યા કરે. સપ્તાહ દરમિયાન આપને નાણાકીય સમસ્યાઓ સતાવશે. ઘર-પરિવારમાં કલેશ-કલહનું વાતાવરણ જણાય. યાત્રા-પ્રવાસ લાભદાયી સાબિત થાય. વગદાર વ્યક્તિની મદદથી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની શક્યતા પ્રબળ જણાય છે. તા. ૩૦થી ૩ આર્થિક સમસ્યા રહે, તા. ૪ થી ૬ યાત્રા-પ્રવાસ.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે મનની શાંતિ અને સ્વસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની ચિંતાના આવરણો દૂર થઈ માનસિક શાંતિ અને સ્વસ્થતા પામી શકશો. આપના મક્કમ મનોબળથી આપના પડતર કાર્ય પૂર્ણ કરી શકશો. મુસાફરીના યોગ જણાય છે. શારીરિક સ્વાસ્થ્ય જોખમાય તેવી શક્યતા જણાય છે. દાંપત્યજીવનમાં ચકમક ઝરે તેવા પ્રસંગો બનવા પામે. સંતાન તરફથી સંતાપ રહ્યા કરે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બનતી જણાય. તા. ૩૦ થી ૩ શાંતિદાયક, તા. ૪ થી ૬ યાત્રા-પ્રવાસ.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે શારીરિક સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાન્ય નાની મોટી બીમારીને કારે તકલીફો રહ્યા કરે. આપની માનસિક સ્થિતિ સ્વસ્થ અને દૃઢ જણાય. નાણાકીય સ્થિતિ સમતોલ રાખવામાં સફળતા મળી રહે. મિત્રો-સ્નેહી-સ્વજનોનો સાથ-સહકાર મેળવી શકશો. લોભ-પ્રલોભનથી દૂર રહેવું. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. નોકરી-ધંધા વ્યવસાય ક્ષેત્રે પ્રગતિની તકો મળતી જણાય. કોર્ટ-કચેરી જેવા કાર્યાેમાં સમાધાનકારી વલણ અપનાવવાથી લાભ થાય. તા. ૩૦ થી ૩ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૪ થી ૬ સામાન્ય.

જાણો ૨૩ જૂન થી ૨૯ જૂન ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિફળ

વૃષભ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં આર્થિક તંગી રહે, સ્વાસ્થ્ય સુધરે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર, વ્યવસાયમાં પ્રગતિના દર્શન કરી શકો. ગૃહસ્થ જીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે છે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થઈ શકે છે. તા.૨૩થી ૨૬ સારી, તા.૨૭થી ર૯ મિશ્ર.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે નાણાભીડનો અનુભવ કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની નાણાકીય સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવતા જોવા મળે. બિનજરૂરી ખર્ચ ટાળવા હિતાવહ રહેશે. આરોગ્યમાં સુધાર આવતો જણાય. રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થા. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર મળે. તા.૨૩થી ૨૬ સ્વાસ્થ્ય સુધરે, તા.૨૭થી ર૯ આર્થિક તંગી રહે.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે પ્રવાસ-મુસાફરીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્નેહી-સગા સાથે સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય રહેલા આનંદ અનુભવી શકશો. આર્થિક સ્થિતિ કથળતી જણાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાશો. સામાજિક જાહેર જીવન ક્ષેત્રે માન-સન્માનમાં વધારો જોવા મળે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. તા.૨૩થી ૨૬ સંબંધો સુધરે, તા.ર૭થી ૨૯ પ્રવાસ.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન શત્રુ-વિરોધીઓ  હાવિ થતાં આપને નુકસાન થવાની સંભાવના જણાય છે. સુમેળ તથા સતર્ક રહી કાર્ય કરવા સલાહ છે. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બની શકશો. રોકાયેલા નાણા પરત મળતા રાહત અનુભવશો. જમીન-મકાનના પ્રશ્નોનો નિકાલ લાવી શકશો. તા.૨૩થી ૨૬ કાર્યશીલ, તા.૨૭થી ૨૯ મિશ્ર.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે આનંદિત સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ માનસિક રીતે પ્રસન્ન રહેવા પામો. સમય પરિવારજનોપ સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસ પાછળ નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીની અસર જોવા મળે. ધાર્યા લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. રાજકીય-સામાજિક ક્ષેત્રે શત્રુ-વિરોધીઓથી સાવધાની વર્તવી. તા.ર૩થી ર૬ લાભદાયી, તા.ર૭થી ર૯ આનંદિત.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે ભૂતકાળની ભૂલો ઉપર ધ્યાન આપી ભવિષ્યનું ઘડતર કરવું પડશે. સામાજિક ક્ષેત્રે હોદ્દો-માન-મોભામાં વૃદ્ધિ થાય. ઘર-પરિવારના વ્યક્તિઓ સાથે સમય સુખપૂર્વક પસાર થાય. દાંપત્યજીવનમાં વસંત ખીલતી જણાય. યાત્રા-પ્રવાસ બને પરંતુ ખર્ચાળ પુરવાર થાય. નાણાકીય જોખમોથી દૂર રહેવું, ધર્મકાર્ય-શુભકાર્ય થાય. તા.ર૩થી ર૬ સાનુકૂળ, તા.ર૭થી ર૯ મિશ્ર.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે યશ-કીર્તિ અપાવનારો સમય સાથે લાવતંુ સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહમાં સમયગાળા દરમિયાન આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જોવા મળે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે આપની માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળે. નાણાકીય સુખાકારી એકંદરે નબળી રહે. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા પ્રેરાશો. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. યાત્રા-પ્રવાસ થાય. તા.૨૩થી ૨૬ માન-સન્માન, તા.ર૭થી ર૯ ખર્ચ વ્યય.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે આરોગ્ય સુખાકારી સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ શારીરિક-માનસિક રીતે આનંદિત-પ્રફુલ્લિત રહી શકશો. પુનઃ સ્વાસ્થ્ય સુખાકારી પ્રાપ્ત થતી જણાય. આપની કાર્યક્ષમતામાં વધારો થતો જોવા મળે. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે શત્રુ-વિરોધીથી સાવધાની રાખવી. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંત રહે. ભાઈ-ભાડંુ સાથે કોઈ અણબનાવ કે મનદુઃખ હશે તો તેને દૂર કરી શકશો. તા.ર૩થી ર૬ સ્વાસ્થ્ય સુધરે, તા.૨૭થી ર૯ મધ્યમ.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વાર ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલવર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેર જીવન ક્ષેત્રે શત્રુવિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ થાય. તા.ર૩થી ર૬ લાભદાયી, તા.૨૭થી ર૯ સાનુકૂળ.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલ-પાથલ થવાની પૂર્ણ શક્યતા રહે. રાજકીય-સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં વાતાવરણ શાંત તથા સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યાે કે માંગલિક કાર્યાેમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા.ર૩થી ર૬ શુભ, તા.ર૭થી ર૯ સંભાળ રાખવી.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે સામાજિક કાર્યાે કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે આપના દ્વારા કોઈ મોટું કાર્ય સંપન્ન થાય. જેના કારણે આપની માન-પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી જાય. આપના કાર્યક્ષેત્રે આપ વ્યસ્ત રહેતા જણાવ. મોજશોખ પાછળ નાણાનો વ્યય શક્ય બને. નોકરી-ધંધા-વ્યવસાયમાં પ્રગતિ-ઉન્નતિ જોવા મળે. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા.ર૩થી ર૬ વ્યસ્તતા રહે, તા.ર૭થી ર૯ સારી.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે મહત્ત્વના કાર્યાેમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલવર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહી પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા રહે તો દૂર થશે. તા.ર૩થી ર૬ આરોગ્ય સુધરે, તા.ર૭થી ર૯ સંભાળવું.

close
Ank Bandh