Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શોખીન જનતાએ પણ સ્વયંભૂ જાગૃતિ-સાવચેતી રાખવી જરૂરીઃ
જામનગર તા. ૧૧: જામનગરની હરવાફરવાની શોખીન જતાને તો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયાના સમાચાર જાણવા મળે છે કે તરત જ મિત્રો, બાલ-બચ્ચા, પરિવાર સાથે ડેમ સાઈટ પર આનંદ માણવા પહોંચી જાય...
રણજીતસાગર ડેમ હોય કે સસોઈ ડેમ... આ સ્થળો ખરેખર રમણિય છે. તેમાંય ઓવરફ્લો થતા ડેમના સાનિધ્યમાં પિકનિકની મોજ માણવી તે પણ એક અનેરો લ્હાવો છે. ખાણી-પીણી સાથે આઉટીંગ થઈ જાય, રજાનો દિવસ આનંદ પ્રમોદમાં પસાર થઈ જાય તે માટે શોખીન લોકો આવા સંજોગો અને સ્થળની રાહ જ જોતા હોય છે.
પણ... ધરડાઓ કહે છે કે આગ, અને પાણી તેમજ ઈલેક્ટ્રીસિટીનો ક્યારે ય ભરોસો ન કરવો... તે મુજબ ડેમ સાઈટ પર ઓવરફ્લોના પાણીમાં ન્હાવા પડેલા, ધોધના પ્રવાહમાં ન્હાવાનો આનંદ માણનારા કે મુખ્ય ડેમના પાળા પર જનારા લોકોમાંથી કોઈને કોઈ કમભાગીના અકસ્માતે ડૂબી જવાથી મરણ થયા છે.
દર વર્ષે જિલ્લા કલેક્ટર, મ્યુનિ. કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ તેમને મળેલી સત્તાની રૂએ ડેમ સાઈટ, નદી-નાળા, તળાવ આસપાસ હરવા ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવતા જ હોય છે અને ત્યાં પોલીસ-હોમગાર્ડઝના સહકારથી આ પ્રતિબંધનો અમલ થાય તે માટે બંદોબસ્ત પણ ગોઠવાતો જ હોય છે, તેમ છતાં મોટી ભીડ એકત્ર થાય ત્યારે ઘણી વખત પરિસ્થિતિ બેકાબૂ બની જાય અને અઘટિત ઘટના બની શકે છે.!
આવા હરવાફરવાના સ્થળો ઉપર હંગામી ધોરણે બે-ત્રણ મહિના સુધી જોખમી જણાતી જગ્યાને ગ્રીલ કે રેલીંગથી સીલ જ કરી દેવી જોઈએ. તેથી પ્રતિબંધિત જગ્યાનો અને જોખમી સ્થિતિનો લોકોને પણ ખ્યાલ આવે. એટલું જ નહીં, આવા જોખમી સ્થળે જનારાઓને રોકવા માટેનો બંદોબસ્ત પણ સરળ બની રહે.
આ ઉપરાંત આવા હરવાફરવાના સ્થળો ઉપર ખાસ કરીને ટુ-વ્હીલર વાહનો તેમજ ફોર વ્હીલર વાહનોના ખૂબ જ સુચારૂ વ્યવસ્થા કડક અમલવારી સાથે ગોઠવવાની પણ જરૂર છે. નહીંતર દર વર્ષે વાહનોના થપ્પા લાગી જાય છે, ટ્રાફિક જામ થઈ જાય છે, વાહનોની લાંબી લાંબી કતારોમાં કલાકો સુધી બાળકો-પરિવાર સાથે લોકો સલવાય જાય છે અને મુશ્કેલીમાં મૂકાય જાય છે. આવા સ્થળે રસ્તાની બન્ને બાજુ રેંકડીવાળા, ખાણી-પીણીવાળાના પણ દબાણો થઈ જાય છે. આ લોકો ભલે ધંધો કરીને બે પૈસા કમાય, પણ ટ્રાફિકને કે લોકોની અવરજવરને નડતરરૂપ ન થાય તેવી રીતે તેમને જગ્યા ફાળવવામાં આવે તે પણ એટલું જરૂરી છે.
અને અંતમાં સૌથી મહત્ત્વની બાબત પ્લાસ્ટિકના ખાલી પડીકા, કચરો-ગંદકી ન ફેલાય તે માટે મોટા ડસ્ટબિન મૂકવા અને સતત સફાઈનું પણ આયોજન કરવાની જરૂર છે. જામનગરના લોકોએ પણ સ્વયંભૂ જાગૃતિ રાખી પોતે અને પરિવાર સલામત રહે તેવી રીતે આનંદ માણવો જોઈએ.
જામનગરની શોખીન જનતા મનભરીને કુદરતી વાતાવરણમાં પિકનિકનો, આઉટીંગનો ભરપૂર આનંદ સંપૂર્ણ સલામતી સાથે માણે તે માટે સંલગ્ન જવાબદાર તંત્રો ફૂલપ્રૂફ વ્યવસ્થા ગોઠવે તેવી આશા રાખીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial