Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણી મેળામાં રાજકોટની જેમ જામનગરમાં પણ થશે ખરૂં?
જામનગર તા. ૧૧: જામનગરમાં આ વર્ષે અડધા પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો યોજવાનું નક્કી થયું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની જેમ આ વર્ષે જાયન્ટ રાઈડ્સના બદલે નાની-મધ્યમ અને ઓછી જગ્યા રોકતી સલામત રાઈડ્સને જ મંજુરી અપાશે, તથા મેળાના સ્થળે પ્રદર્શન ગ્રાઉન્ડની બહાર રેંકડી-પથારા-કેબિનોવાળાને પાછળના ભાગે જગ્યા આપીને સાત રસ્તાથી લાલબંગલાનો માર્ગ એસ.ટી. બસો માટે ખુલ્લો રખાય, અને કોલેજની સાઈડમાં પાર્ક થતા નાના-મોટા તમામ વાહનોનું પાર્કિંગ અન્યત્ર કે કોલેજના પાછળના મેદાનમાં થાય, તેવા સૂચનો વિચારાઈ રહ્યા હોવાનું ચર્ચાય છે. તે ઉપરાંત ચોમાસાને ધ્યાને લઈને માત્ર સુરક્ષિત કામચલાઉ વીજ-જોડાણો અપાય તથા ઈમરજન્સી એકઝીટ ગેઈટ (વધારાના) ઊભા કરાય, તેવા સૂચનો પણ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે મેળાના આયોજનમાં ગેઈમ ઝોનની દુર્ઘટનાના અનુભવે આ વખતે કેટલાક સુધારા-વધારા આયોજનમાં કર્યા છે, અને સેઈફ ગાર્ડ વધાર્યા છે, તેનો જામનગર મનપાની ટીમ અભ્યાસ કરશે અને પછી આખરી આયોજન કરશે, તે ઈચ્છનિય રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial