Advertisement
Author: નોબત સમાચાર

બિહાર પછી હવે બંગાળમાં પણ વિધાનસભાની ચૂંટણી પહેલા જ વોટર લિસ્ટ રિવિઝનની તૈયારી

વિપક્ષો ટાઈમીંગને લઈને આગબબુલા

                                                                                                                                                                                                      

કોલકતા તા. ૧૧: બિહાર પછી હવે બંગાળમાં પણ ચૂંટણી પહેલા વોટર લિસ્ટ રિવિઝનની તૈયારીના સંકેતો મળતા વિપક્ષો વિફર્યો છે.

ભારતીય ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળમાં વર્ષ ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની યોજના બનાવી છે. બિહારમાં મતદાર યાદી સુધારણા પછી હવે આ પ્રક્રિયા પશ્ચિમ બંગાળ સહિત આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરી જેવા રાજ્યોમાં લાગુ થવાની તૈયારીમાં છે.

જો કે, વિપક્ષી નેતાઓ અને નિષ્ણાતોએ આ પગલાના સમય અને પ્રક્રિયા અંગે ઘણાં પ્રશ્નો ઊભા કર્યા છે, જેના કારણે ચૂંટણી પંચના આ નિર્ણય પર વિવાદ સર્જાયો છે.

ચૂંટણી પંચે તાજેતરમાં બિહારમાં વોટર લિસ્ટ વેરિફિકેશનું કામ શરૂ કર્યું છે, જેનો હેતુ યાદીમાંથી નકલી અને બિન-નાગરિક મતદારોને દૂર કરવાનો છે. આ પ્રક્રિયા હેઠળ, ઘરે ઘરે જઈને મતદારોની ચકાસણી કરવામાં આવી રહી છે. બિહારમાં વિરોધ પક્ષોએ આ ઝુંબેશનો જોરદાર વિરોધ કર્યો હતો અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

હવે એવું લાગે છે કે બિહાર મોડેલ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે, જેમાં પશ્ચિમ બંગાળ આગામી મુખ્ય રાજ્ય હશે.

પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચના કાર્યાલયે સૂચનાની રાહ જોયા વિના તેની આંતરિક તૈયારીઓ તેજ કરી દીધી છે.

જોકે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને આ અંગે ચૂંટણી પંચ તરફથી અત્યાર સુધી કોઈ ઔપચારિક પત્ર મળ્યો નથી, તેમ છતાં તેમની કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે 'અમે સંપૂર્ણ તૈયારીઓ કરી રહૃાા છીએ જેથી સૂચના આવતાની સાથે જ અમે તાત્કાલિક કામ શરૂ કરી શકીએ.'

મતદાર યાદી સુધારણા પહેલી ઓગસ્ટની આસપાસ શરૂ થવાની ધારણા છે, જે ઓક્ટોબરના અંત સુધીમાં પૂર્ણ થશે. જો જરૂર પડે તો નવેમ્બર-ડિસેમ્બરમાં સુધારણા કરી શકાય છે. બિહારની જેમ બંગાળમાં પણ પૂર્વ-પ્રિન્ટેડ એન્યુમરેશન ફોર્મ અને દસ્તાવેજોની સૂચિના આધારે એસઆઈઆર હાથ ધરવામાં આવશે. જો કે, સુપ્રિમ કોર્ટની કાર્યવાહી અને અન્ય કાનૂની સલાહના આધારે કેટલાક વધારાના દસ્તાવેજો માન્ય ગણાઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh