Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન હેઠળ ૧૪૬૧૦ ગ્રામપંચાયતને આવરી લેવાનું લક્ષ્ય

અમદાવાદમાં બેંક ઓફ બરોડા દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૧: ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (ડીએફએસ) દ્વારા ૦૧.૦૭.૨૦૨૫થી ૩૦-૦૯-૨૦૨૫ સુધી શરૂ કરાયેલા ત્રણ મહિનાના નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત આયોજિત જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની પ્રગતિ અને ઉદ્દેશ્યો વિશે મીડિયાને માહિતી આપવા માટે આજે બેંક ઓફ બરોડા, અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

પત્રકાર પરિષદને સંબોધતા અશ્વિની કુમાર, કન્વીનર, એસએલબીસી ગુજરાત અને અગ્રણી જિલ્લા પ્રબંધક, બેંક ઓફ બરોડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અભિયાનનો રાજ્ય સ્તરીય પ્રારંભ ૦૧ જુલાઈ ૨૦૨૫ના ગુજરાતના ગાંધીનગર જિલ્લાના પુંધરા ગામમાં યોજાયો હતો. તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ગુજરાતના માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈ, તમામ ૩૩ જિલ્લા કલેક્ટરો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું, જેઓ ભૌતિક અને વર્ચ્યુઅલી બંને રીતે ઉપસ્થિત રહૃાા હતા. આ કાર્યક્રમનું આયોજન એસએલબીસી ગુજરાત દ્વારા બેંક ઓફ બરોડાના કન્વીનરશિપ હેઠળ કરવામાં આવ્યું હતું.

તેમણે અભિયાનના ઉદ્દેશ્યો, અમલીકરણ વ્યૂહરચના વિશે વિગતવાર સમજ આપી હતી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે આ અભિયાન ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ફેલાયેલા તમામ પીએસબી, ખાનગી બેંકો, સહકારી બેંકો, ગ્રામીણ બેંકોનો સામૂહિક પ્રયાસ દ્વારા ૧૪૬૧૦ ગ્રામ પંચાયતોને આવરી લેવાનો છે. દરેક ગ્રામ પંચાયતમાં મુખ્ય જિલ્લા મેનેજરો સંબંધિત બેંક શાખાઓ દ્વારા શિબિરોનું આયોજન કરવામાં આવશે અને સ્થાનિક વસ્તીને પીએમએસબીવાય માટે રૂ.  ૨૦/- ના નજીવા પ્રીમિયમ અને પીએમજેજેબીવાય માટે રૂ.  ૪૩૬/- ના પ્રીમિયમ પર ઉપલબ્ધ દરેક સામાજિક સુરક્ષા જે રૂ.  ૨ લાખના કવરેજ સાથે ઉપલબ્ધ છે. આ યોજનાઓનો લાભ લેવા અને નોંધણી કરાવવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે.

પરિષદ દરમિયાન, અશ્વિની કુમારે ઉલ્લેખ કર્યો કે ૩૦-૦૬-૨૦૨૫ સુધીમાં, સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ, ૨૯ લાખ અટલ પેન્શન યોજના (એપીવાય) નોંધાયેલા છે. ૯૨ લાખ પીએમ જીવન જ્યોતિ વીમા યોજના (પીએમએસબીવાય) રજિસ્ટર્ડ છે અને જેમાંથી ૫૫૫૮૯ દાવાઓનું સમાધાન અને ચૂકવણી કરવામાં આવી છે. ૧૯૪ લાખ પીએમ સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાય)ની નોંધણી કરવામાં આવી છે અને ૪૯૪૩ દાવાઓનું સમાધાન અને ચૂકવણી કરવામાં આવી છે. તેમજ ૧૯૪ લાખ પીએમ જન ધન યોજના (પીએમજેડીવાય) અંતર્ગત ખાતા ખોલવામાં આવ્યા છે.

આ પત્રકાર પરિષદમાં બેંક ઓફ બરોડાના વરિષ્ઠ અધિકારીઓ અશ્વિની કુમાર, કન્વીનર એસએલબીસી ગુજરાત અને જનરલ મેનેજર; વિપિન કુમાર ગર્ગ, ડેપ્યુટી જનરલ મેનેજર; રણજીત રંજન દાસ, ડેપ્યુટી જનરલ મેનેજર; વીણા કે. શાહ, ડેપ્યુટી જનરલ મેનેજર અને બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh