Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માઁ ખોડલની સાત બહેનોની આઠમાં નોરતે વિશેષ ઝાંખી
જામનગરમાં ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં ૧૦,૦૦૦થી વધુ લોકોએ કરી ડિઝીટલ આરતી કરી હતી. મોબાઈલ ફોનની ફલેશ લાઈટથી માતાજીની આરતી કરીને ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં માં ખોડલની સાત બહેનોની ગઈકાલે આઠમા નોરતે ખાસ ઝાંખી તૈયાર કરાઈ હતી. જામનગરમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવ ચાલી રહૃાો છે. જયાં ખાસ આઠમના નોરતા નું મહત્વ હોય છે. ત્યારે આઠમા નોરતે ૧૦,૦૦૦ થી વધુ લોકોએ મોબાઈલ ફ્લેશ લાઈટનો ઉપયોગ કરીને માતાજીની ડિજિટલ આરતી કરી હતી. આ મહોત્સવ પ્રણામી સ્કૂલ પાસેના પ્રણામી ગ્રાઉન્ડ અને સેટેલાઈટ પાર્કમાં યોજાઈ રહૃાો છે. નવરાત્રીના આઠમા નોરતાનું વિશેષ મહત્વ હોય છે. આ પ્રસંગે મૉં ખોડલની સાત બહેનોની એક વિશેષ ઝાંખી રજૂ કરવામાં આવી હતી. સાત બહેનો ગ્રાઉન્ડમાંથી ચાલીને સ્ટેજ સુધી પહોંચી હતી, જે દૃશ્યો મૉં ખોડલ સહિત સાત દેવીઓ ગ્રાઉન્ડમાં ઉતર્યા હોય તેવા ભક્તિમય લાગતા હતા. આરતી દરમિયાન, સમગ્ર ગ્રાઉન્ડમાં ૧૦,૦૦૦ થી વધુ લોકોએ એકસાથે પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને ડિજિટલ આરતીનો અદ્ભુત નજારો સર્જ્યો હતો. આ દૃશ્ય ખૂબ જ આકર્ષક અને ભક્તિપૂર્ણ હતું.આ નવરાત્રી મહોત્સવ લેઉવા પટેલ સમાજના યુવાનો, વડીલો અને પરિવારો માટે પારિવારિક માહોલમાં ગરબા રમી શકે તે માટે ખાસ સુવિધાઓ સાથે આયોજિત કરવામાં આવ્યો છે. ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.આ ભવ્ય આયોજનના ડ્રોન દૃશ્યો પણ જોવા મળ્યા હતા, જેમાં ૧૦,૦૦૦ લોકો દ્વારા કરવામાં આવેલી ડિજિટલ આરતીનો અનોખો નજારો કેદ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial