Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સની ધરપકડઃ ત્રણની શોધખોળઃ
જામનગર તા. ૩૦: જામનગરના મયુરનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. પોલીસે સ્થળ પરથી ૧૬૦૦ લીટર આથો, ૪પ લીટર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો કબજે કર્યા છે. એક શખ્સની ધરપકડ કરાઈ છે. ત્રણની શોધ હાથ ધરવામાં આવી છે. આ મકાન ઉપરોક્ત ચારેય શખ્સોએ ભાડે રાખી તેમાં દેશી દારૂની ભઠ્ઠી શરૂ કર્યાનું જાણવા મળ્યું છે.
જામનગરના મયુરનગર વિસ્તારમાં આવલા એક રહેણાંક મકાનમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી શહેરના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાને મળતા તેઓએ સિટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.બી. ડાભીને ત્યાં દરોડો પાડવા સૂચના આપી હતી.
તે પછી પીએસઆઈ વી.એ. પરમાર તથા પોલીસ સ્ટાફે મયુરનગરમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી તલાસી લેતા ત્યાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ૪પ લીટર તૈયાર દેશી દારૂ, ૧૬૦૦ લીટર આથો તેમજ ભઠ્ઠીના સાધનો અને દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવતી રિક્ષા મળી કુલ રૂ. ૧,૦૭,૧પ૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મકાન કૃષ્ણસિંહ જટુભા રાઠોડ, જુવાનસિંહ તેજુભા રાઠોડ, હરવેડસિંહ હેમતસિંહ જાડેજ, મહાવીરસિંહ જાડેજા નામના ચાર શખસે ભાડે રાખી તેમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાનું ખુલ્યું છે. પોલીસે સ્થળ પરથી કૃષ્ણસિંહ જટુભાની ધરપકડ કરી છે અને બાકીના ત્રણ શખ્સની શોધ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial