Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રવર્તમાન યુદ્ધ જેની સ્થિતિમાં
ખંભાળિયા તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવર્તમાન યુદ્ધ જેવી સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું નિયંત્રણ અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, અને આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી ન કરવા અને ખોટી અફવાઓથી દૂર રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને તાકીદ કરવામાં આવી છે.
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા સરકારના દિશા નિર્દેશોને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સરળતાથી મળી રહે તેમજ ભાવ નિયંત્રણમાં રહે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ માટે ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ દરરોજ કરવામાં આવે છે.
આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકીંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રીટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરઓને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુધ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તમામ આવશ્યક ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તે ઉપરાંત ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ ચાલુ છે.
ઉક્ત સમગ્ર બાબતો ધ્યાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકો કોઈ પણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં તેમજ સામાન્ય નાગરિકોમાં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા અંગે કોઇ પણ વ્યક્તિ અફવા ન ફેલાવે અને સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર પર વિશ્વાસ સાથે સંપૂર્ણ સહકાર આપે તેવો દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial