Advertisement
Author: નોબત સમાચાર

તિબેટમાં ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ

નેપાળ, ભૂતાન તથા ભારતના ઘણાં રાજ્યોમાં આંચકા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૨: તિબેટમાં ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો. નેપાળથી લઈને ભારતના અનેક રાજયોમાં આંચકા અનુભવાયા હતા.

આજે મધ્યરાત્રિ પછી ૨:૪૧ આજે મધ્યરાત્રિ પછી ૨:૪૧ વાગ્યે ચીનના કબજા હેઠળના તિબેટમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા ૫.૬ મપાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર ૯ કિમીની ઊંડાઈએ હતું જેના કારણે ભારે આંચકા અનુભવાયા હતા. ભારતના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (એનસીએસ) અને યુએસજીએસ એ આ ભૂકંપની તીવ્રતા નોંધીને પુષ્ટી કરી હતી.

ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભૂકંપની તીવ્રતા અને વ્યાપ એટલો વધારે હતો કે પાડોશી દેશ નેપાળ અને ભુતાનમાં પણ આંચકા અનુભવાયા હતા. જ્યારે ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય વગેરે જેવા ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ ભૂકંપ પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ અનુભવાયો હતો. જોકે અત્યાર સુધી ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh