Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં રખડતા કૂતરાઓને રસીકરણ તથા ખસીકરણ કરી છોડી મૂકવા સુપ્રિમ કોર્ટનો આદેશ

બીમાર, હડકાયા અને આક્રમક આવારા કૂતરાઓને જ આશ્રય સ્થાનોમાં રખાશેઃ જાહેર સ્થળે કૂતરાઓને નહીં ખવડાવતા, ચોક્કસ જગ્યા નક્કી કરવા ફરમાનઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. રરઃ સુપ્રિમકોર્ટની બે જ્જોની બેન્ચે દિલ્હીમાં રખડતા કૂતરાઓને પકડીને આશ્રય સ્થાનોમાં મોકલવાના આપેલા નિર્ણયને પલટાવીને ત્રણ જ્જોની બેન્ચે આક્રમક અને બીમાર કૂતરાઓ સિવાયના તમામ કૂતરાઓને રસીકરણ અને ખસીકરણ કરીને જ્યાંથી પકડ્યા હોય ત્યાં છોડવા આદેશ કર્યો છે, જેની દેશવ્યાપી અસરો થશે.

દિલ્હીમાં રખડતાં કૂતરાઓને શેલ્ટર હોમમાં પૂરવાના આદેશનો સખત વિરોધ થયાં બાદ અંતે સુપ્રિમ કોર્ટે  પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. સુપ્રિમ કોર્ટે શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલા કૂતરાઓને છોડવાનો આદેશ આપ્યો છે. માત્ર બીમાર અને આક્રમક કૂતરાઓને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે. અન્ય કૂતરાઓને રસીકરણ તેમજ ખસીકરણ કરીને કૂતરાઓને છોડી મૂકવામાં આવશે.

સુપ્રિમ કોર્ટે કહૃાું કે, રખડતાં કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે નહીં. જે કૂતરાઓને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે તેમનું ખસીકરણ અને રસીકરણ કરી છોડી મૂકવામાં આવશે. માત્ર બીમાર અને આક્રમક કૂતરાઓને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે.

જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળ ત્રણ જજોની બેન્ચે આ નિર્દેશ આપ્યો છે. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પણ આ નોટિસ જાહેર કરી છે. દરેક મ્યુનિસિપલ વિસ્તારમાં રખડતાં કૂતરાઓના ભોજન માટે અલગથી જગ્યા બનાવવામાં આવશે. તેમજ નિર્ધારિત સ્થળ પર જ કૂતરાઓને ભોજન આપી શકાશે. જાહેર સ્થળો પર ગમે-ત્યાં ભોજન મૂકી શકાશે નહીં. આમ કરનારા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કૂતરાઓને જ્યાંથી પણ ઉઠાવવામાં આવ્યા હોય, તે જ સ્થળે પાછા મૂકવામાં આવે. દરેક વોર્ડમાં કૂતરાઓના ભોજન માટે ફિડિંગ ઝોન બનાવવામાં આવશે. જાહેર સ્થળો પર કૂતરાઓને ખવડાવી શકાશે નહીં.

નિયમનોનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ ફરિયાદ નોંધવા હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. એનજીઓને ફિડિંગ ઝોન માટે રૂ. ૨૫૦૦૦ નું ફંડ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૧૪-ઓગસ્ટે ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની વિશેષ બેન્ચે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી નિર્ણય અનામત રાખ્યો હતો. અગાઉ ૧૧ ઓગસ્ટે સુપ્રિમકોર્ટની બે ન્યાયાધીશની બેન્ચે કૂતરા કરડવા અને હડકવાના કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી એનસીઆરના રહેણાક વિસ્તારોમાંથી તમામ રખડતા કૂતરાઓને દૂર કરવા અને તેમને ૮ અઠવાડિયાની અંદર શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

આજના ચૂકાદામાં સુપ્રિમકોર્ટે કહ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશની કલમ ૧ર, ૧ર.૧ અને ૧ર.ર નું પાલન કરવું પડશે. કૂતરાઓને કૃમિનાશક દવા, ખસીકરણ, રસીકરણ વિગેરે પછી એ જ વિસ્તારમાં પકડીને છોડી દેવા જોઈએ, પરંતુ આક્રમક અથવા હડકવાથી સંક્રમિત કૂતરાઓને છોડવામાં આવશે નહીં.

ન્યાયાધીશ નાથે કહ્યું હતું કે જાહેર સ્થળોએ કૂતરાઓને ખોરાક આપવા પર પ્રતિબંધ રહેશે. આ માટે અલગ સમર્પિત ફીડિંગ ઝોન બનાવવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, અયોગ્ય ખોરાક આપવાને કારણે ઘણી ઘટનાઓ બની છે. આ માટે મહાનગરપાલિકાઓને દરેક વોર્ડમાં કૂતરાઓને ખોરાક આપવા અલાયદી જગ્યા ઊભી કરવા આદેશ અપાયો છે.

કોર્ટે અગાઉના આદેશ (પેરા-૧૩) ને પુનરાવર્તિત કર્યો અને સુધારો કર્યો કે કોઈ વ્યક્તિ કે સંગઠન આ સેવાઓમાં અવરોધ નહીં લાવે. ઉપરાંત કૂતરા પ્રેમીઓ અને એનજીઓએ કોર્ટ રજિસ્ટ્રીમાં અનુક્રમે રૂપિયા રપ,૦૦૦ અને રૂપિયા બે લાખ જમા કરાવવા પડશે. અદાલતે મહાનગરપાલિકાને હેલ્પલાઈન નંબર જાહેર કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની તાકીદ કરી હોવાનું પણ જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh