Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની કોમર્શિયલ કો.ઓપરેટિવ બેંકની પ૪ મી વાર્ષિક સાધારણ સભા

બેંકે વર્ષ ર૦ર૪-રપ માં રૂ. ૬.ર૧ કરોડનો નફો નોંધાવ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગરની અગ્રણી ધી કોમર્શિયલ કો.ઓપેરટિવ બેંકની પ૪મી વાર્ષિક સાધારણ સભા બેંકના વાઈસ ચેરમેન વિજયભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભાના આરંભે બેંકના સિનિયર ડાયરેક્ટર સ્વ. ઈન્દુભાઈ વોરા અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સભાસદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

બેંકના ડાયરેક્ટર કેતનભાઈ પાટલિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. બેંકના વાઈસ ચેરમેન વિજયભાઈ સંઘવીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે બેંકે પ૪ વર્ષની યાત્રા સફળતાપૂર્વક પાર કરી છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે.

બેંકનું રીઝર્વ અને અન્ય ભંડોળ રૂ. ૩ર.૪પ કરોડ ઉપર અને થાપણો રૂ. ૩૯૧.૩પ કરોડ ઉપર તેમજ બેંકનું ધિરાણ રૂ. રર૯.૦૮ કરોડ ઉપર થયેલ છે. બેંકની રૂ. પાંચ લાખની ડિપોઝિટ વીમાથી સંપૂર્ણ સુરક્ષિત છે. તે અંગેનું ડીઆઈસીજીસીનું પ્રિમિયમ બેંક દ્વારા રેગ્યુલર ભરવામાં આવે છે. આ વર્ષે નફો ઈન્કમટેક્સ ત્યાં બધી જોગવાઈઓ બાદ કર્યા પછી રૂ. ૬.ર૧ કરોડથી વધુ થયેલ છે. બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન, તેમજ સમગ્ર બોર્ડ તથા કર્મચારીગણના પ્રયત્નથી ધિરાણ ખાતાઓ એનપીએ ન થાય તેવી કાળજી રાખેલ, જેથી બેંકનું ગ્રોસ એનપીએ માત્ર ૧.૮૧ ટકા અને નેટ એનપીએ ૦.૦૦ ટકા છે.

બેંકના જનરલ મેનજર સુરેશ ડી. રાયઠઠ્ઠાએ વાર્ષિક સામાન્ય સભામાં એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરેલ અને તે મુજબના ઠરાવ પ્રસ્તાવો રજૂ કરેલ જે સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યા હતાં.

આ સભામાં બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્ય ખૂશ્બુબેન ઠક્કરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ રમણિકભાઈ શાહ, લીગલ સલાહકાર બિપીનભાઈ ઝવેરી, એડવોકેટ હસમુખભાઈ હિન્ડોચા, પરિમલભાઈ વાધર, તુષારભાઈ રામાણી, જીતેન્દ્રભાઈ શાહ, જયંતિભાઈ ચંદરિયા, અસ્મિતાબેન શાહ, પ્રો. ડાયરેક્ટર વિવેક ગાંધી, ધવલ શાહ, જયંતિભાઈ ઝાખરિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

એડવોકેટ ભરતભાઈ સુખપરિયા, મનિષભાઈ ચોટાઈ, કિશોરભાઈ દત્તાણી, ચેરમેન પ્રવિણભાઈ ચોટાઈ, જીતુભાઈ લાલ, વિઠ્ઠલભાઈ માકડિયા, જમનાદાસ શિયાણી, ભારતીબેન પટેલ, ભાવિનભાઈ કામદારે શુભેચ્છા પાઠવી હતી. સંચાલન જનરલ મેનેજર સુરેશ રાયઠઠ્ઠા, વિમલ દવે અને જીતેન્દ્ર ખજુરિયાએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh