Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય રેસિંગ ફેસ્ટીવલ-૨૦૨૫માં નયારા એનર્જી બની ઓફિશિયલ ફયુઅલ પાર્ટનર

૫ાંચ કોમ્પિટીટીવ રેસ કોઈમ્બતુરથી શરૂ થશેઃ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૨: નયારા એનર્જી ભારતીય રેસિંગ ફેસ્ટીવલ ૨૦૨૫માં ઓફિશિયલ ફયુઅલ પાર્ટનર તરીકે સામેલ થઈ છે.

ભારતીય મોટરસ્પોર્ટના સતત વધી રહેલા સ્ટેટસને દર્શાવતા ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલએ ભારતની સૌથી મોટી એકીકૃત ડાઉનસ્ટ્રીમ ઓઈલ કંપનીઓ પૈકી એક નયારા એનર્જી લિમિટેડ સાથે વર્ષ ૨૦૨૫ સિઝન માટે 'સત્તાવાર ઈંધણ ભાગીદાર (ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર)' તરીકે ભાગીદારી કરી છે.

આ શક્તિશાળી ભાગીદારી ઉચ્ચ-પર્ફોમન્સ ધરાવતી રેસિંગ અને ઉચ્ચ-કાર્યક્ષમ એનજીર્ને એક સાથે લાવે છે, કારણ કે નયારા એનજીર્ના સહયોગ આઈઆરએફ અંતર્ગત બે મુખ્ય ચેમ્પિયનફિસને ઊર્જાવાન બનાવશે. ૪-વ્હીલ રેસિંગ માટે ભારતની એકમાત્ર શહેર-આધારિત ફ્રેન્ચાઈઝી લીગ અને વિશ્વની પ્રથમ જેન્ડર-ન્યુટ્રલ રેસિંગ સિરીઝ તરીકે આઈઆરએફ ઝડપભેર દેશમાં મોટરસ્પોર્ટને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે એક મહત્વનું પ્લેટફોર્મ બની રહેલ છે.

આઈઆરએફની વર્ષ ૨૦૨૫ની આવૃત્તિ પાંચ કોમ્પિટીટીવ રેસ સપ્તાહના અંત ભાગ સુધી ચાલશે, જેની શરૂઆત ઓગસ્ટ મહિનામાં કોઈમ્બતૂરથી થશે અને આ વર્ષના અંત ભાગમાં એક એવા શહેરમાં પૂર્ણ થશે કે જેનું નામ હજુ સુધી જાહેર કર્યું નથી. દરેક રેસ સપ્તાહના અંતમાં ટીમ વ્યૂહાત્મક, એલિટ ડ્રાઈવર ટેલેન્ટ અને સટીક એન્જીનિયરિંગ સાથે સ્પર્ધા કરશે, જેથી હવે દરેક મોડ પર નાયરા એનજીર્ની નિપૂર્ણતાનું સમર્થન હાંસલ થશે.

આઈઆરએફના પ્રમોટર રેસિંગ પ્રમોશન્સ પ્રાઈવેટ લિમિટેડ (આરપીપીએલ)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી અખિલેશ રેડ્ડીએ જણાવ્યું હતું કે, નયારા એનર્જી સાથે ભાગીદારી ભારતીય રેસિંગ ફેસ્ટિવલ, પ્રગતિ અને રાષ્ટ્રીય મહત્વકાંક્ષામાં સામૂહિક રીતે વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહૃાું કે, અમે ઈન્ડિયન મોટરસ્પોર્ટનું ભવિષ્ય બનાવી રહૃાા છીએ અને આ માટે અમે એવા ભાગીદારોની જરૂર છે કે જે સ્પીડ, સ્કેલ, સ્ટ્રસ્ટ અને દુરોગામી દૃષ્ટિકોણ અંગે યોગ્ય સમજણ ધરાવે છે. નયારા એનજીર્નું વ્યાપક ઈંધણ નેટવર્ક અને ગુણવત્તા તથા ઈનોવેશન પર તેમનો ભાર આપવામાં આવે છે, જેને અમારા મોટાભાગની ઈંધણ સહભાગીતાના સ્વરૂપમાં એકદમ ઉપયુક્ત બને છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે સાથે મળી ટિયર ૧ શહેરોથી લઈ ઉભરી રહેલ મોટરસ્પોર્ટ ડેસ્ટીનેશન સુધી ભારતીય રેસિંગની એક નવી પેઢીને સશક્ત બનાવી રહૃાા છીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh