Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવાયું:
જામનગર તા. ૨૬ા: જામનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા નાણાબિલ ર૦રપ ને પરત ખેંચવા બાબતે જિલ્લા કલેક્ટર મારફત વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારને પેન્શનરોને વર્ગીકૃત કરવાનો અને ભેદ જાળવવાનો અધિકાર છે, તે સિદ્ધાંતોને માન્ય કરતો કાયદો રપ માર્ચ ર૦રપ થી અમલમાં આવ્યો છે. તે કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વગર નાણા બિલના ભાગ રૂપે રજૂ કરવામાં આવ્યો હતો. જો આ કાયદો અક્ષરશઃ અમલમાં મૂકવામાં આવે છે. તો પેન્શનરોની નિવૃત્તિની તારીખ પેન્શન હક્કદારીના સંદર્ભે ભેદ અને વર્ગિકરણનો આધાર બનશે, જેથી કેન્દ્રિય પગાર પંચના કાર્યકાલ પહેલાના પેન્શનરો પગાર પંચની ભલામણનો લાભ ગુમાવશેં, અને પેન્શનરોને નુક્સાન થશે.
આ સરકારના જાહેર કરેલ ઈરાદાઓ વિરૂદ્ધ છે કે તેના તમામ નાગરિકોને ન્યાય અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ કરે છે.
પેન્શન એ એક સામાજિક કલ્યાણકારી પગલું છે, જે એવા લોકોને સામાજિક-આર્થિક ન્યાય આપે છે. જે તેમના જીવનમાં સૌથી મુશ્કેલ દિવસોમાં છે. આ કાયદો હાલના પેન્શનરોને ન ભરવા પાત્ર નુક્સાન પહોંચાડે છે.
તા. ૧-૧-ર૦૦૬ પહેલા પેન્શનમાં સમાનતા રાખવાની ભલામણ સાતમા પગાર પંચમાં કરવામાં આવી હતી. ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન દ્વારા રપ માર્ચ ર૦ર૬ ના વિરોધ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો હતો, અને પેન્શન નિયમો અધિનિયમનો માન્યતાને પાછો ખેંચવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial