Advertisement
Author: નોબત સમાચાર

પહેલી એપ્રિલથી પાનકાર્ડ, એ.ટી.એમ., એચઆરએ, આઈટીઆર ફાઈલીંગ અંગેના પાંચ નિયમો બદલાશે

નોકરિયાત વર્ગ, ઈન્વેસ્ટર્સ અને કરદાતાઓને અસર થશે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૭: આ પહેલી એપ્રિલથી પાંચ નિયમો બદલાઈ જશે. હવે પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ સિવાય અન્ય દસ્તાવેજો પણ આપવા પડશે. ૧૦ લાખથી વધુના ખર્ચ પર ઇન્કમ ટેક્સ વિભાગની નજર રહેશે. પાનકાર્ડ, એચઆરએ અને એટીએમને લગતા નિયમો બદલાઈ રહ્યા છે.

પહેલી એપ્રિલથી ઘણાં નાણાકીય નિયમો બદલાવાના છે. જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિદા ખર્ચ પર પડવાની છે. આ ફેરફારો ખાસ કરીને નોકરિયાત વર્ગ, કરદાતાઓ અને રોકાણકારો માટે મહત્ત્વના છે. જેમાં પાન કાર્ડ (પાન), એચઆરએ, ક્રેડિટ કાર્ડ, ઇન્કમ ટેક્સ અને આઈટીઆર ફાઇલિગ સાથે જોડાયેલા નિયમો સામેલ છે.

૧ એપ્રિલથી પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ સિવાય અન્ય દસ્તાવેજોની પણ જરૂર પડશે. અત્યાર સુધી આધાર કાર્ડનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી પાન કાર્ડ માટે અરજી કરી શકાતી હતી.

જો કે, હવે તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. હવે આધાર કાર્ડની સાથે જન્મ પ્રમાણપત્ર, વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઈવિગ લાયસન્સ, ૧૦મા ધોરણનું સર્ટિફિકેટ અથવા અન્ય સરકારી દસ્તાવેજોની જરૂર પડશે. સરકારના આ પગલાથી પાન કાર્ડ વધુ સુરક્ષિત બનશે.

જો કે, પાન કાર્ડ બનાવવામાં પહેલા કરતા થોડો વધુ સમય લાગી શકે છે. સાથે જ હવે નવા ફોર્મ દ્વારા જ પાન કાર્ડ માટે અરજી કરવાની રહેશે. હવે એચઆરએ (હાઉસ રેન્ટ એલાઉન્સ) ક્લેમ કરનારાઓ માટે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. જો કોઈ કર્મચારી વાર્ષિક રૂ।.૧ લાખથી વધુ ભાડું ચૂકવે છે, તો તેણે મકાનમાલિકનો પાન નંબર આપવો ફરજિયાત રહેશે.

આ સાથે એ જાણકારી પણ આપવી પડશે કે મકાનમાલિક પરિવારના સભ્ય છે કે નહીં. ૧ એપ્રિલથી આ માટે અલગથી ફોર્મ ભરવું પડશે. નવા નિયમોનો હેતુ ખોટા કે નકલી ક્લેમ પર રોક લગાવવાનો છે.

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારે નવા નિયમો વિશે જાણી લેવું જોઈએ. હવે ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા મોટા વ્યવહારો પર નજર રાખવામાં આવશે. જો વર્ષ દરમિયાન ૧૦ લાખ રૂપિયાથી વધુનો ડિજિટલ ખર્ચ અથવા ૧ લાખ રૂપિયાથી વધુનું રોકડ પેમેન્ટ કરવામાં આવે તો તેની જાણકારી આવકવેરા વિભાગને આપવી પડશે.

બીજી તરફ, ટેક્સપેયર્સ માટે એક નવી સુવિધા પણ ઉમેરવામાં આવી છે. જેના હેઠળ હવે તેઓ ક્રેડિટ કાર્ડથી ટેક્સ ભરી શકશે. જો કે, આ વિકલ્પનો ઉપયોગ કરવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે, તેથી પેમેન્ટ કરતા પહેલા તેની શરતો સમજવી જરૂરી છે.

આઈટીઆર ફાઇલ કરવાની તારીખોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. ઓડિટ વગરના કેસમાં આઈટીઆર-૩ અને આઈટીઆર-૪ ની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ છે. જ્યારે આઈટીઆર-૧ અને આઈટીઆર-૨ ભરનારાઓ ૩૧ જુલાઈ સુધીમાં અરજી ફાઇલ કરી શકે છે. ૧ એપ્રિલ ૨૦૨૬થી ઘણી મોટી બેન્કોએ એટીઅમે અને રોકડ ઉપાડ સાથે જોડાયેલા નિયમોમાં બદલાવ કર્યા છે.

એચડીએફસી બેન્કે મેટ્રો શહેરોમાં મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા ૩ અને નોન-મેટ્રો શહેરોમાં ૫ નક્કી કરી છે. જ્યારે પંજાબ નેશનલ બેન્કે કેટલાક ડેબિટ કાર્ડ પર દૈનિક રોકડ ઉપાડની મર્યાદા ૧ લાખ રૂપિયાથી ઘટાડીને ૫૦,૦૦૦ રૂપિયા કરી દીધી છે.

આ ઉપરાંત બંધન બેન્કે પણ તેમના નિયમોમાં બદલાવ કરીને હવે મહિનામાં માત્ર ૫ મફત ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની સુવિધા નક્કી કરી છે, ત્યારબાદ ગ્રાહકોએ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh