Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના ભાઈએ પોલીસમાં કરી ફરિયાદઃ
જામનગર તા. ૨૬: જામનગરના ગુલાબનગર નજીકના ઓવરબ્રિજ પર મંગળવારની રાત્રે બેએક વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં દ્વારકા જિલ્લાના મીઠાપુરના વતની યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે તેના ભાઈએ અકસ્માત સર્જનાર બાઈકચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં વસવાટ કરતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં મીઠાપુર ગામમાં રહેતા હૈદર હુસેનસૈયદ બુખારી નામના યુવાનના નાનાભાઈ મોઈનુદ્દીન (ઉ.વ.૨૦) મંગળવારે રાત્રે બેએક વાગ્યે જીજે-૫-એલવી ૭૬૩૭ નંબરના કેટીએમ કંપનીના મોટરસાયકલ પર ગુલાબનગર નજીકના ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા.
આ વેળાએ સામેથી જીજે-૧૦-ઈજી ૨૭૩૫ નંબરનું હીરો મોટરસાયકલ ધસી આવ્યું હતું. તેના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા મોઈનુદ્દીન બાઈક પરથી ફંગોળાયા હતા. જ્યારે ૨૭૩૫ નંબરના બાઈકના ચાલક પણ રોડ પર પડી ગયા હતા અને તેની પાછળ બેસેલા યુવાન પણ પછડાયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવા તજવીજ કરાઈ હતી.
૧૦૮ મારફત હોસ્પિટલ લઈ જવાયેલા મોઈનુદ્દીનને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. હૈદર બુખારીએ ર૭૩પ નંબરના મોટરસાયકલના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial