Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પત્નીનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૨૬: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતા એક વૃદ્ધે પોતાની શ્વાસની બીમારીથી કંટાળી જઈ ગઈકાલે ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. તેમના પત્નીએ પોલીસને જાણ કરી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સાયોના શેરી નં.૬/ડીમાં રહેતા ખીમજીભાઈ ટપુભાઈ ભરડવા (ઉ.વ.૬૩) નામના વૃદ્ધને શ્વાસની બીમારી વળગી હતી. જેની સારવાર ચાલુ હોવા છતાં સારૂ થતંુ ન હતું.
બીમારીથી કંટાળી ગયેલા ખીમજીભાઈ ભરડવાએ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની તેમના પત્ની શારદાબેન ભરડવાએ પોલીસમાં જાણ કરી છે. સિટી સી ડિવિઝનના જમાદાર એમ.એમ. જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial